• ઓક્સફર્ડની કોલેજનો ક્રિશ્ચિયન યુનિયન પર પ્રતિબંધ

Friday 13th October 2017 09:40 EDT
 

ઓક્સફર્ડની એક કોલેજે તેના ફ્રેશર્સ ફેરમાં ક્રિશ્ચિયન યુનિયન પરએમ કહીનેપ્રતિબંધ મૂક્યો છે કે તેનાથી અન્ય ધર્મોના વિદ્યાર્થીઓ વિમુખ થશે અને તેમનામાં સૂક્ષ્મ આક્રમણની લાગણી થશે. બેલિઓલ્સ ફેરના આયોજકોએ ઉમેર્યું હતું કે ફેરમાં ક્રિશ્ચિયન યુનિયનનો સ્ટોલ હશે તો તે બીજા ધર્મના વિદ્યાર્થીઓને ગમશે નહીં.

હુમલાનું કાવતરું ઘડનારા Isilના કટ્ટરપંથીને આજીવન કેદ

સીરિયામાં યુદ્ધની સંખ્યાબંધ તસવીરો જોઈને રેલવે લાઈનોને લક્ષ્ય બનાવવાનો પ્રયત્ન કરનારા Isilના ૨૯ વર્ષીય ઝાહિદ હુસૈનને ઓછામાં ઓછી ૧૫ વર્ષની જેલ સાથે આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી. વિન્ચેસ્ટર કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે તેણે ફેરી લાઈટ્સનો ઉપયોગ કરીને બોમ્બ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તે મોટાપાયે હુમલા કરવા કટિબદ્ધ હતો.

ગોળીબારની ઘટનાના પાંચ વર્ષ પછી મલાલાએ અભ્યાસ શરૂ કર્યો

પાંચ વર્ષ અગાઉ છોકરીઓને શિક્ષણ અભિયાન ચલાવવા બદલ તાલીબાનીઓનાના ગોળીબારનો ભોગ બનેલી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ તાજેતરમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પોતાનો અભ્યાસ શરૂ કર્યો હતો. ૨૦ વર્ષીય મલાલાએ ટ્વીટમાં જણાવ્યું હતું, ' કન્યા કેળવણીની તરફેણમાં બોલવા બદલ પાંચ વર્ષ અગાઉ મારા પર ગોળીબાર થયો હતો. આજે મેં ઓક્સફર્ડમાં પહેલા લેક્ચરમાં હાજરી આપી હતી.'

ઘોડો વેચીને હતાશ થયેલી ફાર્માસિસ્ટે આપઘાત કર્યો

મકાન ખરીદવા માટે ઘોડો વેચ્યા પછી હતાશ થયેલી ૨૫ વર્ષીય ફાર્માસિસ્ટ વિક્ટોરિયા સ્મિથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તે તેના ૩૧ વર્ષીય બોયફ્રેન્ડ મેટ આર્કરાઈટ સાથે ટેનેરિફ ટાપૂ પર રજાઓ માણવા ગઈ હતી ત્યારે આપઘાત કર્યો હતો. તે ઘોડો વેચીને તેની રકમથી પોતાના પાર્ટનર સાથે રહી શકાય તે માટે મકાન ખરીદવાની હતી. પ્રેસ્ટન ખાતે ઈન્ક્વેસ્ટમાં જેમ્સ ન્યુમેને જણાવ્યું હતું કે માનસિક બીમારી અત્યારના સમયનો મોટો શત્રુ છે.

યુદ્ધ જ વિકલ્પ હોવાની માન્યતા ખોટી

લશ્કરના વડા જનરલ સર નીક કાર્ટરે ચેતવણી આપી હતી કે છેલ્લા બે દાયકામાં થયેલી અણગમતી લશ્કરી દરમિયાનગીરીએ યુદ્ધ જ વિકલ્પ હોવાની ખોટી છાપ લોકો પર છોડી છે. ભવિષ્યમાં બ્રિટન પાસે પણ યુદ્ધ કરવા સિવાય કોઈ વિકલ્પ હશે નહીં અને તે સમયે ડ્રોન અને વિશેષ દળોથી જ લડાઈ જીતી શકાશે નહીં.

ગ્રેનફેલ હોનારતમાં બાળકને ફેંકવાનો કિસ્સો બન્યો જ ન હતો

ગયા જૂનમાં ગ્રેનફેલ ટાવરમાં આગ લાગી તે વખતે એક મહિલાએ નવમા માળેથી પોતાના બાળકને ફેંક્યુ હતું અને નીચે ઉભેલી વ્યક્તિએ તેને ઝીલી લીધું હતું તે ઘટના માત્ર જોનારા લોકોની કલ્પના જ હતી અને કદાચ આવી કોઈ ઘટના બની જ ન હતી તેમ BBC ટેલિવિઝનની તપાસના તારણમાં જણાવાયું હતું. તાજી હવા મળે તે માટે પોતાના બાળકને લઈને બારી પાસે ઉભી રહેલી મહિલાના ફોટાને લીધે લોકોએ એવું માન્યું હતું કે તેણે બાળકને નીચે ફેંક્યુ હતું.

નશામાં ધૂત ઠગોનો ટીનેજર શરણાર્થી પર ઘાતકી હુમલો

સાઉથ લંડનના ક્રોયડનમાં એક પબમાંથી બહાર નીકળી રહેલા નશામાં ધૂત પાંચ પુરુષ અને એક મહિલાએ ૧૭ વર્ષીય કુર્દીશ ઈરાની રેકર એહમદ પર હુમલો કરીને તેને માથામાં ઈજા પહોંચાડી હતી અને લાતો મારી હતી. એહમદની કરોડરજ્જૂ તૂટી ગઈ હતી અને તેના ચહેરા પર તેમજ માથામાં ઉંડા ઘા પડ્યા હતા. જ્યોર્જ વોલ્ડર (૨૩), લીયામ નેલોન (૧૯), ડેરિલ ડેવિસ (૨૧) અને તેની બહેન ડેનિયેલ ડેવિસ (૨૪) અને કાયરન ઈવાન્સ (૨૩) આ તમામે હિંસક હુમલાના બે ચાર્જ નકારી કાઢ્યા હતા. ૧૮ વર્ષીય કર્ટ કિલિકે ઈરાદાસર શારીરિક ઈજા પહોંચાડવાના ત્રીજા કાઉન્ટને નકારી કાઢ્યો હતો.   


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter