• ક્રિસમસ હડતાળોની પોસ્ટ ઓફિસોને અસર

Tuesday 13th December 2016 08:57 EST
 

પોસ્ટ ઓફિસોના કર્મચારીઓએ ક્રિસમસ અગાઉ પાંચ દિવસ માટે સ્ટ્રાઈક્સ પાડવાનું મતદાન કરતા તહેવાર દરમિયાન પરિવાર અને મિત્રોને ભેટ મોકલતા લોકો મુશ્કેલીમાં મૂકાઈ જશે. સેંકડો મોટી શાખાઓમાં કાઉન્ટર સ્ટાફ દ્વારા૧૯,૨૦,અને ૨૪ ડિસેમ્બરે કામકાજ બંધ રખાશે અથવા ઓછું કામકાજ થશે. બીજી તરફ, કેશ હેન્ડલર્સ ૨૨,અને ૨૩ ડિસેમ્બરે હડતાળ પર જવાના હોવાથી ગ્રામ્ય અને નાની પોસ્ટ ઓફિસોને અસર થશે.

• ટેસ્કો બેન્કના ગ્રાહકો પર હેકિંગનું જોખમ

ટેસ્કો બેન્ક દ્વારા તેના ગ્રાહકોને પરંપરાગત ડેબિટ કાર્ડ નંબર્સ અપાવાના કારણે સાયબર હેકિંગનું જોખમ વધી ગયું હોવાનું હરીફ બેન્કર્સે જણાવ્યું છે. હજારો એકાઉન્ટ્સ પર કામ કરવા છતાં આ હેકર્સની ભાળ મેળવવી મુશ્કેલ રહે છે. ગત મહિને ટેસ્કો બેન્ક પર સાયબર એટેકથી કંપનીએ તેના ૯,૦૦૦ ગ્રાહકને થયેલા ૨.૫ મિલિયન પાઉન્ડના નુકસાનની રકમ ચુકવવી પડી હતી. આ પછી રેગ્યુલેટર્સે કેટલાક બ્રિટિશ લેન્ડર્સને તેઓ આવા પરંપરાગત નંબર્સ ધરાવતાં ડેબિટ કાર્ડ આપે છે કે કેમ તેની પૂછપરછ કરી હતી.

• બર્મિંગહામનો બિઝનેસ ગ્રોથ લંડનથી વધ્યો

રાજધાની લંડનની સરખામણીએ બર્મિંગહામમાં વધુ ઝડપે બિઝનેસીસનો વિકાસ થઈ રહ્યો છે. મિડલેન્ડ્સના આ નગરમાં આર્થિક સમૃદ્ધિ સુધારા પર છે. જોકે, રોજગારીનો દર ૬૦.૯ ટકા રહ્યો હતો, જે વેલ્ટ મિડલેન્ડ્સમાં સૌથી નીચો છે. બર્મિંગહામ અને માન્ચેસ્ટરનો બિઝનેસ વિકાસદર ૨૦૧૬માં અનુક્રમે ૮.૧ ટકા અને ૭.૨ ટકા રહ્યો હતો, જ્યારે લંડન માટે આ દર ૬.૪ ટકા હતો. રાષ્ટ્રીય સરેરાશ ૩.૫ ટકાની છે.

• ડાયેનાનો ગાઉન £૫૬,૨૫૦માં વેચાયો

 સાઉથ લંડનના કેરી ટેલર ઓક્શન્સ દ્વારા એક હરાજીમાં પ્રિન્સેસ ઓફ વેલ્સ, ડાયેનાએ પહેરેલા ઈવનિંગ ગાઉનની કિંમત ૫૬,૨૫૦ પાઉન્ડ ઉપજી છે. ફેબ્રુઆરી ૧૯૮૭માં ડાયેના પ્રિન્સ ઓફ વેલ્સ સાથે પોર્ટુગલની મુલાકાતે ગયાં હતાં ત્યારે તેમણે બ્રુસ ઓલ્ડફિલ્ડે ડિઝાઈન કરેલો આ પર્પલ ડ્રેસ પહેર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter