• જીપી એપોઈન્ટમેન્ટનો બોજ હળવો કરાશે

Tuesday 21st February 2017 14:33 EST
 

ફેમિલી ડોક્ટર્સ પરનો બોજો હળવો કરવા ચારમાંથી એક જીપી એપોઈન્ટમેન્ટ ફાર્માસિસ્ટ, કાઉન્સેલર્સ, ફીઝિયોથેરાપિસ્ટ અથવા નર્સીસ દ્વારા હાથ ધરાય તેવી યોજના વિચારાઈ રહી છે. સાઉથ વેસ્ટના હેલ્થ સત્તાવાળાનું કહેવું છે કે તેઓ અન્ય હેલ્થ પ્રોફેશનલ્સની મદદ મેળવી અને પેશન્ટ્સ પોતાની હાલત પર જાતે ધ્યાન રાખે તેના દ્વારા ૨૦૨૦ સુધીમાં ડોક્ટર્સની એપોઈન્ટમેન્ટમાં ૨૭ ટકા ઘટાડો કરવા ઈચ્છે છે.

• પતિ દીઠો ગમતો નથી

સાથે નહિ રહેતા પતિએ તેનાં ઈમેઈલ્સનું હેકિંગ કર્યાનો આક્ષેપ લગાવનારી બ્રિટિશ નાગરિક અફસાના લાચૌક્સને તેને પતિ દીઠો ગમતો ન હોવાના કારણે રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં સુનાવણી દરમિયાન પડદા પાછળ જુબાની આપવાની પરવાનગી અપાઈ હતી. અફસાના હાઈ કોર્ટના જજને સમજાવી શકી હતી કે તેને તેના પતિ બ્રૂનોનો ચહેરો જોવો ન પડે તે માટે બેસવાની વ્યવસ્થામાં ફેરફાર કરવો જોઈએ. ફ્રેન્ચ નાગરિક બ્રુનો સાથે દુબઈમાં લીધેલા છૂટાછેડા બ્રિટનમાં સ્વીકાર્ય ગણાય કે નહિ તે મુદ્દે કેસ ચાલી રહ્યો છે.

• વર્કિંગ માઈગ્રન્ટ્સની સંખ્યામાં વધારો

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા જારી તાજા આંકડા અનુસાર ગત વર્ષમાં વિદેશમાં જન્મેલા વધુ ૪૩૧,૦૦૦ માઈગ્રન્ટ્સ બ્રિટનમાં કામ કરી રહ્યા છે. આમ, કુલ વિદેશી કાર્યરત માઈગ્રન્ટ્સની સંખ્યા વધીને ૫.૪ મિલિયન થઈ હતી. બીજી તરફ, બ્રિટનમાં જન્મેલા વર્કર્સની સંખ્યામાં આ જ ગાળામાં ૧૨૦,૦૦૦નો ઘટાડો થવા સાથે કુલ બ્રિટિશ કામદારની સંખ્યા ૨૬.૪ મિલિયન થઈ હતી.

• વિટામીન ડી લો, શરદી ભગાવો

દરરોજ વિટામીન ડી સપ્લીમેન્ટ્સ લેવાથી ૩૦ લાખથી વધુ લોકોને શરદી અથવા તેના જેવા ચેપથી બીમાર પડતાં અટકાવી શકાય છે તેમ એક નવા અભ્યાસમાં જાળવા મળ્યું છે. સંશોધનમાં જણાયું હતું કે સૂર્યપ્રકાશથી મળતાં વિટામીન દ્વારા દરેક વ્યક્તિએ પોતાને સુરક્ષિત બનાવવી જોઈએ. સૂર્યપ્રકાશથી શ્વસનતંત્રની બીમારીનું જોખમ અડધું થઈ જાય છે.

• બિઝનેસ રેટ્સમાં વધારાનો વિરોધ

સરકાર આગામી વર્ષે બિઝનેસ રેટ્સમાં વધારો કરી એકસ્ટ્રા એક બિલિયન પાઉન્ડ મેળવવા ઈચ્છે છે તેવી જાહેરાત પછી મિનિસ્ટરોએ કંપનીઓના વિરોધનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. એપ્રિલ મહિનાથી દાખલ થનારા સુધારાઓના પરિણામે સરકાર ૨૦૧૭-૧૮માં બિઝનેસ રેટમાંથી ૨૫.૫ બિલિયન પાઉન્ડ મેળવવાં ધારે છે. ગત વર્ષે આ રેવન્યુ ૨૪.૫ બિલિયન પાઉન્ડ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter