• જેરેમી કોર્બીન ઈરાની ટીવી પર ચમક્યા

Wednesday 07th September 2016 06:27 EDT
 

લેબર પાર્ટીના નેતા ઈરાનિયન ટેલિવિઝન પ્રેસ ટીવી પર ચમક્યા છે. આ ચેનલના કાર્યક્રમો યુકેમાં પ્રસારિત કરવા સામે પ્રતિબંધ છે ત્યારે તેમણે ચાર મુલાકાતના ૨૦,૦૦૦ પાઉન્ડ પણ મેળવ્યા છે. કોર્બીને દાવો કર્યો છે કે તેમને મળેલી રકમ મોટી નથી. તેમણે તો તહેરાનમાં માનવાધિકાર મુદ્દાઓ અને જુલ્મી શાસનને પડકારવા માટે જ આ ભૂમિકાનો ઉપયોગ કર્યો છે. જોકે, તેમણે ૨૦૧૧ની આ ચાર મુલાકાતોમાં મોટા ભાગે પશ્ચિમ અને ઈઝરાયેલવિરોધી મંતવ્યો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લેબર પાર્ટીના એક સાંસદે પ્રેસ ટીવી સાથે કોર્બીના સંપર્કોની ટીકા કરતા જણાવ્યું હતું કે તેમણે મળેલી રકમ જ્યુઈશ ચેરિટીને દાન આપી દેવી જોઈએ.

• ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર બનવાથી ક્લેગનું આરોગ્ય કથળ્યું

લિબરલ ડેમોક્રેટ્સ નેતા નિક ક્લેગને ટોરી પાર્ટી સાથે ગઠબંધન સરકારમાં નાયબ વડા પ્રધાન બનવાથી એટલો તણાવ સહન કરવો પડ્યો હતો કે તેમને છાતીમાં દુખાવા અને ભારે ઉધરસ સાથે ન્યુમોનિયા લાગુ પડી ગયો હતો. તેઓ નબળા અને અતિશય સ્થૂળ પણ બની ગયા હતા. પૂર્વ લિબ ડેમ નેતા પેડી એશડાઉને પણ તેમના વધી ગયેલા કદની ટીકા કરી હતી. ક્લેગે પોતાના સંસ્મરણોના પુસ્તક ‘Politics: Between The Extremes’માં જણાવ્યું છે કે તંદુરસ્તી પુનઃ હાંસલ કરવા તેમણે કિકબોક્સિંગનો સહારો લીધો હતો. લાંબો સમય કામગીરી કરવી પડતી હોવાથી કસરત છૂટી ગઈ હતી અને તેઓ વધુપડતું સ્મોકિંગ કરતા થયા હતા.

• ભાઈ-બહેન પર બળાત્કાર બદલ વિદ્યાર્થીને જેલ

પોતાના પાંચ વર્ષના ભાઈ અને ચાર વર્ષની બહેન પર બળાત્કાર કરનારા ૧૫ વર્ષીય વિદ્યાર્થીને લિવરપૂલ ક્રાઉન કોર્ટે લગભગ પાંચ વર્ષની જેલ ફરમાવી હતી. માનસિક રીતે સરેરાશ નબળા કિશોરે ભાઈ-બહેન પર જાતીય હુમલા કર્યા હતા. બાળાએ તેની માતાને આ જણાવ્યા પછી તેણે સોશિયલ સર્વિસીસનો સંપર્ક કર્યો હતો, જેમણે આ વાત પોલીસને જણાવી હતી. બાળાએ પોલીસ સમક્ષ પણ બળાત્કાર વિશે જણાવ્યું હતું. કોર્ટમાં ટ્રાયલ શરુ થવા અગાઉ કિશોરે અપરાધો સ્વીકારી લીધા હતા.

• આર્મીમાં સૌનિકોની સંખ્યા ૨૦૦ વર્ષમાં સૌથી ઓછી

લશ્કરમાં યુવાનોની ભરતીના અભિયાનો પાછળ લાખો પાઉન્ડ ખર્ચવા છતાં ગત ૨૦૦ વર્ષમાં આર્મીમાં સૌથી ઓછી સંખ્યા છે. આર્મીની સંખ્યા ૮૨,૦૦૦ રાખવાના કરકસરિયા લક્ષ્ય છતાં જુલાઈના આરંભ સુધી તાલીમબદ્ધ નિયમિત સૈનિકોની સંખ્યા ૭૯,૩૯૦ સુધી જ પહોંચી શકી છે. ગયા વર્ષે આ સંખ્યા ૮૧,૨૭૦ હતી. જોકે, વોલન્ટીઅર રીઝર્વમાં ૨૩,૪૦૦ સૈનિક છે, જે ગયા વર્ષે ૨૧,૫૩૦ હતા. પૂર્વ લશ્કરી અધિકારીઓએ ચેતવણી આપી છે કે મોટી ઘટનાનો સામનો કરવામાં આર્મીએ સંઘર્ષ કરવો પડશે. યુદ્ધો થતાં ન હોવાથી અને નાગરિક જીવનમાં અનેક તક હોવાથી સૈનિકોની ભરતી પર અસર પડી છે. હાલ રોયલ નેવીમાં ૩૮,૩૪૦ અને રોયલ એર ફોર્સમાં ૩૬,૯૯૦ સૈનિક છે.

• એરપોર્ટ પર લાઈનમાં ઉભા ન રહેવાનો ચાર્જ

સ્કોટલેન્ડના એડિનબરા એરપોર્ટમાં પાસપોર્ટ કન્ટ્રોલ ખાતે લાંબી લાઈનમાં ઉભા ન રહેવું હોય તેમની પાસેથી પાંચ પાઉન્ડનો ચાર્જ વસૂલવાની યોજના છે. પ્રવાસીઓ આ રકમ ચૂકવી ફાસ્ટ ટ્રેક લાઈનમાં ઉભા રહી શકાશે. યુકે બોર્ડર પોલીસ સાથે મળીને ઘડાયેલી આ યોજના વ્યસ્ત સમયમાં ભીડ ઘટાડવા માટે હોવાના દાવા સામે સ્કોટિશ નાગરિકોએ વિરોધ દર્શાવી તેને એરપોર્ટનું લોભી માનસ ગણાવ્યું છે. લોકો કહે છે કે આ યોજના સંયમ સાથે લાઈનમાં ઉભા રહેવાની પ્રખ્યાત બ્રિટિશ પ્રણાલીની તદ્દન વિરુદ્ધ છે. અત્યારે ડિપાર્ચર માટે સિક્યુરિટીની લાંબી લાઈનોમાં ઉભા રહેવા ન ઈચ્છતાં પ્રવાસીઓ પાસેથી ૪.૯૯ પાઉન્ડ લઈ ફાસ્ટ ટ્રેક સર્વિસ અપાય જ છે.

• ક્રેડિટ કાર્ડના વ્યાજમાં વાર્ષિક છ બિલિયન પાઉન્ડની આવક

મોટી બેન્કોએ ક્રેડિટ કાર્ડના કરજ પરના વ્યાજ તરીકે વાર્ષિક છ બિલિયન પાઉન્ડ જેટલી રકમ મેળવીને વિક્રમ સર્જ્યો છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો કાપ મૂકવા છતાં ક્રેડિટ કાર્ડ પર સરેરાશ વ્યાજ દર વધતો જ જાય છે, જે જાન્યુઆરીથી ૨૧.૨ ટકાથી વધી સર્વોચ્ચ ૨૨.૩ ટકા થયો છે. ડેટા ફર્મ મનીફેક્ટ્સ અનુસાર અમેરિકન એક્સપ્રેસ, સેન્ટાન્ડર, વર્જન મની અને HSBC સહિત મોટી બેન્કો તેમના ગ્રાહકોને કાર્ડ વેચવા વ્યાજમુક્ત પીરિયડ્સ અને રિવોર્ડ્સ સહિત વિવિધ પ્રલોભનો આપે છે અને પાછળથી તેની ફીસમાં ભારે વધારો કરે છે. કરજદારો ૩૦ મિલિયન ક્રેડિટ કાર્ડ્સ પર ૬૩.૬ બિલિયન પાઉન્ડનું દેવું ધરાવે છે અને આ દેવામાં ૨૬.૫ બિલિયન પાઉન્ડ વ્યાજ માટે ભરવાના થાય છે.

• સ્મોકર્સ અને સ્થૂળ લોકોને સર્જરીનો લાભ નહિ

NHS હોસ્પિટલોએ ખર્ચાઓ ઘટાડવા માટે ધૂમ્રપાન કરનારા અને મેદસ્વી લોકોને સર્જરીનો લાભ નહિ આપવા નિર્ણય કર્યો છે. વેલ ઓફ યોર્કમાં ૩૦થી વધુ બીએમઆઈ ધરાવતા લોકોએ સર્જરી કરાવવા એક વર્ષ જેટલી લાંબી રાહ જોવી પડશે. બ્રિટનમાં ૩૦ બીએમઆઈ માટે વ્યક્તિની સરેરાશ ઊંચાઈ પાંચ ફૂટ ૧૦ ઈંચ અને ૧૫ સ્ટોન (૨૧૦ પાઉન્ડ) વજન આદર્શ ગણાય છે. સ્ત્રીઓ માટે સરેરાશ ઊંચાઈ પાંચ ફૂટ અને ૧૨ સ્ટોન,૧૨ રતલ (૧૯૨ પાઉન્ડ) વજન આદર્શ ગણાય છે. જોકે, રોયલ કોલેજ ઓફ સર્જન્સ દ્વારા આ પગલાને ખતરનાક ગણાવાયું છે. નોર્થ યોર્કશાયર ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે પુખ્ત સ્મોકર્સે છ મહિના સુધી ઈલેક્ટિવ સર્જરી મુલતવી રાખવી પડશે અથવા આઠ સપ્તાહ સુધી સ્મોકિંગ છોડવાનું રહેશે. ૩૦ અને તેથી વધુ બીએમઆઈ ધરાવતા લોકોએ એક વર્ષ સુધી સર્જરી મુલતવી રાખવી પડશે અથવા ૧૦ ટકા વજન ઘટાડવું પડશે.તિ અને હતાશા સામે રક્ષણ સહિતના જે ફેરફારો આવે છે તેની અસર નોંધપાત્ર હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter