• ટાટા સ્ટીલના કર્મચારીઓએ પેન્શનની રકમ ઉપાડી લીધી

Monday 12th June 2017 10:44 EDT
 

 

ટાટા સ્ટીલે ૧૫ મિલિયન પાઉન્ડના રિટાયરમેન્ટ ફંડને બિઝનેસથી અલગ કરવાની જાહેરાત કર્યા પછી કંપનીના સિનિયર મેનેજરો સહિત ૪૮૨ જેટલા વર્તમાન અને રિટાયર નહીં થયેલા પૂર્વ કર્મચારીઓેએ કંપની પેન્શન ફંડમાંથી તેમની રકમ ઉપાડી લીધી હતી. બ્રિટિશ સ્ટીલ પેન્શન સ્કીમના ટ્રસ્ટીઓએ તેને સમર્થન આપતા જણાવ્યું હતું કે ગયા વર્ષે ૧૭૦ કર્મચારીઓએ તેમની રકમ ઉપાડી લીધી હતી.

એક વર્ષ સુધી ગર્લફ્રેન્ડનો મૃતદેહ કબાટમાં છૂપાવી રાખ્યો 

પોતાના ફ્લેટમાં ગર્લફ્રેન્ડ વિકી ચેરીનો મૃતદેહ એક વર્ષ કરતાં વધુ સમય સુધી કબાટમાં રાખનારા ૪૩ વર્ષીય એન્ડ્રયુ રીડને બોલ્ટન ક્રાઉન કોર્ટે ચાર વર્ષની જેલ ફરમાવી હતી. તેણે ઓક્ટોબર ૨૦૧૫માં હવાની અવરજવર થઈ શકે તેવા કબાટમાં ચેરીનો મૃતદેહ છૂપાવીને રાખ્યો હતો, જે ગયા જાન્યુઆરીમાં મળ્યો હતો. ચેરીનાં મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. ન્યાય પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવા બદલ રીડને આ સજા થઈ હતી.

• જાતીય હુમલાના કેસમાં કોમેડિયન કોસ્બી સામે ટ્રાયલ 

જાતીય હુમલાના આરોપનો સામનો કરી રહેલા અમેરિકન કોમેડિયન બિલ કોસ્બીના વકીલોએ કોર્ટમાં જણાવ્યું હતું કે કોસ્બી વ્યભિચારી પતિ છે પરંતુ તેણે સંમતિ વિના ક્યારેય કશું કર્યું નથી. તેના પર અશોભનીય જાતીય હુમલાના ત્રણ કાઉન્ટ બદલ અદાલતી કાર્યવાહી ચાલી રહી છે.

ડોગની ભૂલથી ટ્રેક્ટર ચાલવા લાગતા માલિક કચડાઈ ગયો

વેસ્ટન-સુપર-મેર નજીક હેવિશના એક ફાર્મમાં ડોગની ભૂલથી જેસીબી ફાર્મ લોડર ચાલવા લાગ્યું હતું. લોડર તેના ૭૨ વર્ષીય માલિક ડેરેક મીડ પર ફરી વળતા મીડને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજયું હતું. ડોગે અચાનક કેબિનમાં જઈને ટ્રેક્ટરનો ગીયર બદલી નાખતા તે ચાલવા લાગતા આ બનાવ બન્યો હતો. ૨૦૦૦ એકરનું ફાર્મ ધરાવતા મીડ સમરસેટના સમૃદ્ધ ફાર્મરો પૈકીના એક હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter