• ડાયેટિંગમાં બ્રેક લઈ વધુ વજન ઘટાડો

Monday 25th September 2017 07:01 EDT
 

લોકો પાતળાં થવાં માટે ડાયેટિંગનો સહારો લે છે પરંતુ, વૈજ્ઞાનિકો કહે છે કે ખરેખર લોકોએ દર પખવાડિયે ડાયેટિંગથી બે સપ્તાહનો વિરામ લેવો જોઈએ. સંશોધન જણાવે છે કે આના પરિણામે વજન લાંબા ગાળા સુધી ઘટેલું રહે તેની શક્યતા વધી જાય છે. લોકો થોડાં સમય પછી કડક ડાયેટિંગ જાળવી શકતાં નથી અને ફરી અનિયંત્રિત ખાવાનું ચાલુ કરી દેતાં હોવાથી વજન વધી જાય છે.

સ્ટેશ ગાર્ડે શરાબી પેસેન્જરને લૂંટ્યો 

મહિલા સ્ટેશન સિક્યુરિટી ગાર્ડ હેલન આડુએ શરાબ પીધેલા પ્રવાસીનું વોલેટ ચોરી લીધાં પછી તેના બેન્ક એકાઉન્ટમાંથી ૬૪૦ પાઉન્ડ ઉપાડી લીધાં હતાં. રોકડ ઉપાડી શકાય તે માટે ૫૦ વર્ષીય હેલને એસેક્સમાં ઓકેનડોન સ્ટેશનને ૧૫ મિનિટ માટે બંધ કરી દીધું હતું. શરાબી પ્રવાસીએ ઘેર જવાની ટિકિટ લેવા ગાર્ડને બેન્ક કાર્ડ અને પિન પણ આપ્યો હતો. હેલને વોલેટ અને બેન્ક કાર્ડ્સ રાખી લીધાં હતાં. પ્રવાસી કાર્ડ્સ કેન્સલ કરાવે તે પહેલાં ગાર્ડે તેનો ગણી વખત ઉપયોગ કરી લીધો હતો. આડુને ૧૫૦ કલાકની કોમ્યુનિટી સર્વિસની સજા ઉપરાંત, પ્રવાસી વળતરરુપે ૬૪૬ પાઉન્ડ અને ૧૭૦ પાઉન્ડ કોસ્ટ તરીકે ચુકવવા આદેશ કરાયો હતો.

પોલીસમેને સેક્સ સંબંધોનું ખાનગી ફિલ્માંકન કર્યું 

સાત મહિલાઓ સાથે અલગ અલગ સમયે પોતાના જાતીય સંબંધોનું ગુપ્ત ફિલ્માંકન કરનારા પૂર્વ કોન્સ્ટેબલ જેસન લોબોને લેન્કેશાયર ક્રાઉન કોર્ટે દોષી ઠરાવ્યો હતો. લોબો લેન્ક્શાયર પોલીસમાં સેવારત હતો ત્યારે આ ગુના ડિસેમ્બર ૨૦૧૧થી મે ૨૦૧૫ના ગાળામાં આચર્યા હતા. તેને ૨૦ ઓક્ટોબરે સજા ફરમાવાય ત્યાં સુધીના જામીન અપાયા છે. પૂર્વ એથેલેટ લોબોએ ૧૯૯૮માં બ્રિટિશ ૮૦૦ મીટરનું ટાઈટલ જીત્યું હતું. તે ડેટિંગ વેબસાઈટ મારફત આ મહિલાઓને મળ્યો હતો અને જાતીય સંબંધોને ખાનગી રીતે મોબાઈલમાં રેકોર્ડ કરી લીધા હતા.

બાળકોને કાનમાં ચેપમાં એન્ટિ બાયોટિક્સ ન આપો

બાળકોને કાનમાં સામાન્ય ઈન્ફેક્શનની સમસ્યા હોય તો ઘરમાં જ સાદા પેઈનકિલર્સ આપવા જોઈએ અને છેલ્લા ઉપાય તરીકે જ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો જોઈએ તેવી ચેતવણી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ કેર એક્સેલન્સના આરોગ્ય નિષ્ણાતોએ આપી છે. મોટા ભાગે ઈન્ફેક્શન ૨૪ કલાકમાં દૂર થવાનું શરૂ થતું હોવાથી પ્રાથમિક ઉપચારમાં પેરાસિટામોલ અથવા ઈબુપ્રોફેન આપી શકાય. ઔષધોનો પ્રતિકાર કરતા સુપરબગ્સ વિરુધ્ધ અભિયાનના ભાગરુપે નિષ્ણાતોએ કહ્યું છે કે મિડલ ઈઅર ઈન્ફેક્શન માટે એન્ટિબાયોટિક્સ પ્રીસ્ક્રાઈબ કરવા અયોગ્ય છે. હાલત ખરાબ હોય કે સુધારો ન જણાય તો નાછૂટકે જ એન્ટિબાયોટિક્સ અપાવા જોઈએ.

હાર્ડ વોટરથી બાળકોને એક્ઝિમાનું જોખમ 

નળમાં આવતું પાણી પણ તમારા બાળકની એક્ઝિમાની સમસ્યા વકરાવી શકે છે તેમ કિંગ્સ કોલેજના સંશોધકોએ જણાવ્યું છે. ત્વચાને સૂકી અને ખણવાના કારણરુપ આ પીડાકારી હાલત હાર્ટ વોટર ધરાવતા વિસ્તારોમાં નહાવા કે શાવર લેવાથી વકરે છે. ઈંગ્લેન્ડમાં અડધાથી વધુ વિસ્તારોનું પાણી ભારે ગણાય છે. આ પાણીથી ત્વચાનું બાહ્ય પડ છોલાય છે અને સાબુ કે વોશિંગ પાવડર સામે તેની સંવેદનશીલતા વધી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter