બોર્ડિંગ સ્કૂલ્સ દરિયાપારના અને ખાસ કરીને ધનવાન ચાઈનીઝ વિદ્યાર્થીઓ પર વધુ આધાર રાખતી થઈ છે. ધનવાન ચાઈનીઝ પેરન્ટ્સ તેમના બાળકો માટે ઊંચી ફી ચુકવવા તૈયાર હોવાથી મધ્યમવર્ગીય બ્રિટિશ વિદ્યાર્થીઓ તેનો ભોગ બને છે. પેરન્ટ્સના રોષને ધ્યાનમાં લઈ રોએડીન દ્વારા દરિયાપારના વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટાડવામાં આવ્યું છે. બોર્ડિંગ સ્કૂલ્સની ફી પ્રોફેશનલ વેતનો કરતા ઘણી ઝડપે વધે છે.
• સ્ટીફન હત્યા કેસમાં વધુ ડીએનએ સેમ્પલ્સ
પોલીસે ૧૯૯૩ના સ્ટીફન લોરેન્સ હત્યા કેસમાં નવી તપાસ હાથ ધરી ડીએનએ સેમ્પલ્સ મેળવવા સંખ્યાબંધ લોકોનો સંપર્ક કર્યો છે. મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું કે ફોરેન્સિક ટેક્નિક્સમાં પ્રગતિના કારણે હત્યાની રાત્રે મળેલી એક આઈટમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જે લોકોના ડીએનએ સેમ્પલ્સ મેળવાયા છે તેઓ સ્ટીફનની હત્યામાં સંડોવાયાનો શક નથી. ૨૩ વર્ષ અગાઉની જીવલેણ ઘટના સંબંધે બે પુરુષો અત્યારે જેલમાં છે.
• સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ રિટર્ન્સ ભરવામાં મુશ્કેલી
છેલ્લી ઘડીએ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ રિટર્ન્સ ભરવાના કરદાતાઓના પ્રયાસને HSBC બેન્કની ઓનલાઈન સિસ્ટમ પરના સાયબર હુમલાના કારણે મુશ્કેલી નડી છે. સાયબર હુમલાના કારણે સિસ્ટમ આખો દિવસ બંધ રહી હતી. રવિવારની મધરાતની સમયમર્યાદા પહેલા આશરે ૧૫ લાખ કરદાતાએ તેમના ફોર્મ રજૂ કરવાના બાકી હતા. સમયમર્યાદા સમાપ્ત થઈ જતા ૧૦૦ પાઉન્ડનો દંડ લાગે છે.

