જનરલ પ્રેક્ટિસને સંપૂર્ણપણે પડી ભાંગતી અટકાવવા માટે GP's કેટલીક સર્વિસ માટે પેશન્ટ્સ પાસેથી ચાર્જ વસૂલવા વિચારણા કરી રહ્યા છે. અપૂરતા સંસાધન સામે વિરોધ વ્યક્ત કરવા માટે તેમની યાદીમાં નવા પેશન્ટ્સનો સમાવેશ બંધ કરી દેવાના મુદ્દે તેઓ વોટિંગ પણ કરશે.
• ડ્રગ ચેરિટી લાઈફલાઈન પ્રોજેક્ટ બંધ પડી
નાણાકીય સંચાલનમાં ગેરરીતિને લીધે ડ્રગ ચેરિટી ‘લાઈફલાઈન પ્રોજેક્ટ’ બંધ પડી ગઈ છે. આ સંસ્થા દેશમાં ડ્રગ અને આલ્કોહોલ સેન્ટર્સ ચલાવતી હતી અને ૮૦ હજાર દર્દીની સારવાર કરતી હતી. બે વર્ષ અગાઉ ‘કિડ્સ કંપની’ સંસ્થા પણ બંધ પડી હતી. તેને લીધે જાહેરસેવાનું સંચાલન કરવાની ચેરિટીઝની ક્ષમતા વિશે પ્રશ્રો ઉભા થયાં છે. આ ચેરિટીની આવક ૨૦૧૨થી ગયા વર્ષ સુધીમાં બમણી એટલે કે ૬૨ મિલિયન પાઉન્ડ થઈ હતી.
• જગુઆર સ્લોવાકિયા કાર પ્લાન્ટની સરકારી રાહતો ગુમાવશે
જગુઆર લેન્ડ રોવર યુકેની બહારના તેના પ્રથમ યુરોપિયન પ્લાન્ટ માટે મળેલી હજારો મિલિયન યુરોની સરકારી રાહતો ગુમાવવાનાઆરે છે. બ્રસેલ્સના કોમ્પિટીશન વોચડોગે મેક્સિકો, પોલેન્ડ અને ઝેક રિપબ્લિકની સાઈટ્સને બદલે વેસ્ટર્ન સ્લોવાકિયામાં નાઈટ્રામાં ૧.૪ બિલિયન યુરોના પ્લાન્ટ માટે જગુઆરે મેળવેલી રાહતોની તપાસ હાથ ધરી હતી.
• અકાસિયાના શેરનો ભાવ ૩૦ ટકા તૂટ્યો
ટાન્ઝાનિયામાં સોનાની ખાણ ધરાવતી અને સોનું નિકાસ કરતી અકાસિયા કંપની તેના શીપમેન્ટમાં જતા સોનાના જથ્થાની ઓછી કિંમત બતાવતી હોવાના આરોપ સાથે સ્થાનિક સરકારે તેના પરનો પ્રતિબંધ યથાવત રાખતા તેના શેરના ભાવમાં ૩૦ ટકાનો કડાકો બોલાયો હતો. તપાસમાં જણાયું હતું કં કંપનીએ શીપમેન્ટમાંના સોનાની દર્શાવેલી કિંમત કરતાં વાસ્તવિક કિંમત દસ ગણી હતી.

