• પ્રાઈમરી સ્કૂલે હોમવર્ક પર પ્રતિબંધ લાદ્યો

Tuesday 15th November 2016 13:35 EST
 

ફોર્ટ વિલિયમની ૧૯૩ વિદ્યાર્થી ધરાવતી ઈન્વર્લોશી પ્રાઈમરી સ્કૂલે પેરન્ટ્સ અને વિદ્યાર્થીની સંમતિ સાથે બાળકોને અપાતા હોમવર્ક પર પ્રતિબંધ લગાવ્યો છે. હોમવર્ક પાછળ બાળકો જે સમય ગાળે છે તેનો ઉપયોગ પુસ્તકો, મેગેઝિન્સ અને કોમિક્સ વાચવામાં ગાળે તેમ જણાવાયું છે. લગભગ ૮૦ ટકા બાળકો અને ૬૨ ટકા પેરન્ટ્સે આ પગલાને આવકાર્યું હતું. જોકે, શિક્ષકો આ મુદ્દે વિભાજિત હતા. શાળાએ ગયા વર્ષે છ સપ્તાહની ટ્રાયલમાં બાળકો રમવામાં વધુ સમય વીતાવી શકે તે માટે હોમવર્ક આપવાનું બંધ કર્યું હતું.

• હદપારી સામેની લડતમાં વિજય

ડીમેન્શિયાથી પીડાતા ઓલ્ધામના ૭૭ વર્ષીય પેન્શનર હકીમ મુહમ્મદ હલીમ માનવતાના ધોરણે પરિવાર સાથે બ્રિટનમાં રહી શકશે તેમ હોમ ઓફિસે ઠરાવ્યું છે. અંશતઃ અંધ તેમજ ડીમેન્શિયા અને હૃદયરોગથી પીડાતા હલીમને પાકિસ્તાન હદપાર કરાતા બચાવવા તેના પરિવારે એક વર્ષથી લડત ચલાવી હતી. આની પિટિશનમાં લગભગ ૨૩,૦૦૦ સહી કરાઈ હતી. મૂળ પાકિસ્તાનના પેશાવરનો હલીમ મે ૨૦૧૯ સુધી યુકેમાં તેના પરિવાર પુત્ર, પુત્રવધુ અને ચાર વર્ષની પૌત્રી સાથે રહી શકશે. ૨૦૧૨ અગાઉ યુકે નિવાસીઓના ૬૫થી વધુ વર્ષના પેરન્ટ્સ અથવા ગ્રાન્ડ પેરન્ટ્સને નાણાકીય અને જીવનમાં સહાય પૂરી પડાય તો યુકેમાં રહેવાની મંજૂરી અપાતી હતી. પરંતુ, હવે નવા કાયદા હેઠળ તેમના વતનમાં લાંબા ગાળાની કાળજી ન મળે અથવા વધુ ખર્ચાળ હોય તો જ આ શક્ય બને છે.

• ટીનેજર્સને બેવડી હત્યાઓ માટે ૨૦ વર્ષની કેદ

લિંકનશાયરના સ્પાલ્ડિંગમાં ૧૩ એપ્રિલે માતા એલિઝાબેથ એડવર્ડ્સ અને ૧૩ વર્ષીય પુત્રી કેટીની હત્યા કરનારા ૧૫ વર્ષીય છોકરા અને છોકરીને ઓછામાં ઓછાં ૨૦ વર્ષ અટકાયતમાં રાખવા નોટિંગહામ ક્રાઉન કોર્ટે હુકમ કર્યો હતો. હત્યા વખતે આ છોકરા-છોકરીની વય ૧૪ વર્ષની હતી અને તેમને યુકેના સૌથી નાની વયના બેવડા હત્યારા ગણાવાયાં હતાં. માતા-પુત્રીની હત્યા કરી તેમના જ ઘરમાં સહસ્નાન કરી, વેમ્પાયર મૂવીઝ નિહાળી સેક્સનો આનંદ લીધો હતો.

• ઈંગ્લિશ સ્કૂલોમાં હેડ ટીચર્સની અછત વર્તાશે

વિદ્યાર્થીઓની વધતી સંખ્યા અને શાળાના મુખ્ય શિક્ષકોની વહેલી નિવૃત્તિના કારણે ચારમાંથી એક શાળા હેડટીચર્સ, ડેપ્યુટી હેડ્સ અને સહાયક હેડ્સની અછતનો સામનો કરી રહી છે. એક અભ્યાસ અનુસાર ખાઈ પૂરવાના પગલાં નહિ લેવાય તો ૨૦૨૨ સુધીમાં ૧૯,૦૦૦ સીનિયર ટીચર્સની અછત સર્જાશે. સ્કૂલો દર વર્ષે ભરતી પાછળ ૨૦૦ મિલિયન પાઉન્ડ ખર્ચાતા હોવા છતાં લાયક ગુણવત્તા ધરાવતા ઉમેદવાર મળતા નથી. ઈંગ્લેન્ડને ૨૦૨૨ સુધીમાં ૧૪,૦૦૦થી ૧૯,૦૦૦ની વચ્ચે સીનિયર ટીચર્સની જરૂર પડશે.

• વર્જિન કેરને ૭૦૦ મિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ

સર રિચાર્ડ બ્રાન્સનની હેલ્થ ફર્મ વર્જિન કેરને બાત અને નોર્થ-ઈસ્ટ સમરસેટમાં ૨૦૦,૦૦૦થી વધુ લોકોને ૨૦૦ પ્રકારની NHS અને સોશિયલ કેર સર્વિસ પૂરી પાડવા ૭૦૦ મિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. વાર્ષિક ૭૦ મિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ સાત વર્ષ માટે છે અને ત્રણ વર્ષ માટે એ જ કિંમતે તેને આગળ વધારી શકાશે. પહેલી એપ્રિલથી વર્જિન કેર દ્વારા ડાયાબિટીસ, ડીમેન્શિયા અને સ્ટ્રોકગ્રસ્ત દર્દીઓ તેમજ લર્નિંગ ડિસેબિલિટીઝ સાથેના બાળકો, માનસિક અસરગ્રસ્તો અને વૃદ્ધો માટે વિવિધ પ્રકારની સેવા પૂરી પડાશે.

• કાઉન્સિલ ટેક્સ વધારવા રેફરન્ડમ

લિવરપૂલના મેયર જો એન્ડરસન કાઉન્સિલ ટેક્સમાં ૧૦ ટકાના વધારા માટે રેફરન્ડમ યોજવા માગે છે. સરકારી કાપ મધ્યે લિવરપૂલ કાઉન્સિલને જાહેર સેવાઓના નિભાવ માટે ત્રણ વર્ષમાં ૯૦ મિલિયન પાઉન્ડની ભારે જરૂર છે. ઓથોરિટી પાસે પાયાગત સેવા પૂરી પાડવાના નપણ નાણા નથી. આગામી વર્ષે રેફર.ન્ડમમાં હા આવશે તો ૨૦૧૮થી ટેક્સ વધારવાનો અમલ થશે. જો ટેક્સ નહિ વધારાય તો લાઈબ્રેરીઝ, સ્પોર્ટ્સ સેન્ટર્સ, બગીચાના નિભાવસ હાઈવેઝની મરમ્મત, શેરીઓની સફાઈ અને કચરા નિકાલની સેવામાં ૫૦ ટકા જેટલો કાપ મૂકવાની ફરજ પડશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter