ફીઝિક્સના વિષયમાં લૈંગિક ભેદ જોવાં મળે છે. સામાન્યપણે છોકરીઓ આ વિષયમાં છોકરાઓ કરતા પાછળ રહેતી હોય છે. આ માટે વિચિત્ર કારણ શોધી કાઢવામાં આવ્યું છે. આ ભેદ માટે બંનેનાં મગજની રચના-બનાવટનો કોઈ જ દોષ નથી. છોકરાઓ પેશાબ કરે ત્યારે પદાર્થોને લક્ષ્ય બનાવવાનું પસંદ કરે છે. છોરાઓ બાળપણથી ૧૪ વર્ષના થાય ત્યાં સુધી ઓછામાં ઓછાં ૧૦,૦૦૦ વખત આવો પ્રયોગ કરતા રહે છે. ટોઈલેટનાં પોર્સેલેન પર ધાર પાડવાની વર્ષોની કામગીરીના પરિણામે ફોર્સ, ગતિ અને ફ્લુઈડ ડાયનેમિક્સ જેવાં ફીઝિક્સના ચાવીરુપ સિધ્ધાંતોની સારી સમજ તેમનામાં વિકસતી હોવાનું નિષ્ણાતો જણાવે છે. યુકેમાં એ-લેવલ ફીઝિક્સનો અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીમાં એક જ છોકરી હોય છે.
• પ્લમ્બર્સ સ્ત્રીઓ-પેન્શનર્સ પાસે વધુ ચાર્જ કરે છે
પ્લમ્બર્સ સામાન્ય રીતે સ્ત્રીઓ પાસેથી વધુ નાણા પડાવતા હોવાનું એક અભ્યાસમાં જણાયું છે, જે અનુસાર એક જ કામગીરી માટે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને ૫૩ ટકા કિંમત વધુ કહેવામાં આવી હતી. બીજી તરફ, વર્કિંગ એજના લોકોની સરખામણીએ વૃદ્ધો અને પેન્શનરોને પણ ૩૩ ટકા વધુ કિંમત કહેવામાં આવે છે. એજ યુકે અને ફોસેટ સોસાયટીએ આ પદ્ધતિને અયોગ્ય અને અન્યાયી ગણાવી હતી. સંશોધકોએ પ્રૌઢ મહિલા, મધ્યમ વયના પુરુષ અને વયોવૃદ્ધ પુરુષને કિચનમાં નવું મિક્સર ફિટ કરવાનો ચાર્જ જાણવા ઈંગ્લેન્ડના ૯૦ પ્લમ્બર્સ કંપનીનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ દરેકને એક જ કામ માટે અલગ અલગ કિંમતો જણાવાઈ હતી.
• ઈસ્લામમાં માસ્ટર્સનો અભ્યાસ
યુનિવર્સિટી ઓફ વોરવિકના ૧૨ વિદ્યાર્થી બ્રિટિશ યુનિવર્સિટીઓમાં સૌપ્રથમ વખત ઈસ્લામિક શિક્ષણમાં માસ્ટર્સ બનવાની તૈયારી કરી રહ્યા છે. વોરવિક યુનિવર્સિટીના સેન્ટર ફોર એજ્યુકેશન સ્ટડીઝના ડો. અબ્દુલ્લાહ સાહિને આ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. તેઓ કહે છે કે ધાર્મિક રુઢિચૂસ્ત પરંપરાઓ અને બહુસાંસ્કૃતિક વાસ્તવિકતાઓ વચ્ચે અટવાતા યુવાન મુસ્લિમ વિદ્યાર્થીઓને મદદરુપ બનવાનો હેતુ છે.
• જ્યુઈશ મેચમેકર્સની વધેલી ડિમાન્ડ
જ્યુઈશ લગ્નોની સંખ્યામાં થયેલા ઘટાડાની ચિંતાએ મેચમેકર્સની ડિમાન્ડ વધારી છે. ૨૫,૦૦૦ સભ્ય ધરાવતા યુનાઈટેડ સિનેગોગ તેમજ શેફાર્ડી અને ચાબાદ કોમ્યુનિટીઓએ તેમના સિનેગોગ્સમાં નવા યુગના મેરેજ બ્રોકર્સની મંજૂરી આપી છે. આ માટે પુરુષ શ્રદ્ધાળુઓની બેઠકો પર પત્રિકા રાખવામાં આવશે. જો એકાકી પુરુષો તેને પ્રતિસાદ આપશે તો નવા સંબંધોનું ફૂલ ખીલી શકે છે. ‘વી ગો ટુગેધર’ નામની આ યોજના માત્ર જ્યુઈશ સંબંધોને જ આગળ વધારશે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ જ્યુઈશ પોલિસીના ૨૦૧૬ના અભ્યાસ અનુસાર જે યહુદીઓ તેમના ધર્મની બહાર લગ્ન કરે છે તેમના બાળકોના માત્ર ૩૩ ટકાનો ઉછેર જ તે ધર્મમાં થાય છે.
• સ્થૂળ લોકોને રસોઈના પાઠ શીખવો
જનરલ પ્રેક્ટિશનર્સે દેશના લગભગ ૨૦ લાખ સ્થૂળ લોકોને NHSના રસોઈ અને કસરતના ક્લાસીસમાં મોકલવા જોઈએ તેમ સત્તાવાર ગાઈડલાઈન્સમાં જણાવાયું છે. આરોગ્ય સેવા દ્વારા આ કોર્સીસ ચલાવાશે તેની પાછળ બિલિયન્સ પાઉન્ડનો ધૂમા૩૪ડો થશે તેવી ટીકા પણ કરવામાં આવી છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ દ્વારા જણાવાયું છે કે ૪૦ વર્ષથી વધુ વયના દરેક લોકોએ તેમની બિનતંદુરસ્ત આહારની ટેવોથી તેમના મેટાબોલિઝમને નુકસાન થયું છે કે કેમ તે તપાસવા બ્લડ ટેસ્ટ કરાવવો જ જોઈએ.

