વિશ્વની તમામ વ્યક્તિઓને લાગુ પડે તેવા અભ્યાસનું તારણ જણાવે છે કે તમે જ્યારે તણાવ અનુભવતા હોવ ત્યારે ચહેરા પર ખોટું સ્મિત રાખીને પણ તણાવને સહન કરવો સૌથી ખરાબ બાબત છે. જે વ્યક્તિ અન્યોને ખુશ રાખવા માટે પોતાના ચહેરા પર સ્મિત લાવવું ફરજ સમજે છે તેને નકારાત્મક લાગણીઓ દબાવી રાખવા બદલ ખૂબ સહન કરવું પડે છે, તેમ કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સંશોધનમાં જણાવાયું છે.
• હીથ્રોના ત્રીજા રન-વેથી પ્રદુષણ થવાનો ઈનકાર
ઈન્ડિપેન્ડનટ ટ્રાન્સપોર્ટ કમિશનના સંશોધનમાં જણાવાયું છે કે પ્રધાનો એરપોર્ટના વિસ્તરણને અટકાવવા પર્યાવરણીય બહાનાનો હવે વધુ ઉપયોગ કરી શકે નહીં. અવાજ અને પ્રદૂષણ અંગેની ચિંતાનો સામનો કરવો અઘરો નથી તેવા અભ્યાસના તારણને લીધે ત્રીજા રન-વે માટે હીથ્રો એરપોર્ટના પ્રયાસને પ્રોત્સાહન મળ્યું છે. વધુ ફ્લાઈટ્સને લીધે હવાની ગુણવત્તા અને અવાજની અસરોનું વિશ્લેષણ કરવા માટે રન-વેના વિસ્તરણ પરનો ચુકાદો લગભગ છ મહિના મોડા આપવાનો અગાઉ નિર્ણય લેવાયો હતો.
• જન સમર્થનથી વૃધ્ધા દેશનિકાલથી બચ્યાં
સોશિયલ મીડિયા પર ભારે જન સમર્થનને લીધે ૯૨ વર્ષીય બીમાર અને અશક્ત વિધવા વૃધ્ધા માર્ટલ કોટહિલ દેશનિકાલ થવામાંથી બચી ગયાં છે. ફેબ્રુઆરી, ૨૦૧૪માં છ મહિનાના વિઝા પર તેઓ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગથી પુત્રી મેરી વિલ્સ સાથે રહેવાં બ્રિટન આવ્યા હતા. તે પછી તેમની તબિયત કથળી હતી. તેઓ દ્રષ્ટિ ગુમાવવા સાથે ચાલી પણ શકતાં નથી. તેમને બ્રિટન છોડવા આદેશ કરાયો હતો. તેમને બ્રિટનમાં રહેવા દેવાની અરજીને સોશિયલ મીડિયા પર ૭૫ હજારથી વધુ લોકોએ ટેકો આપ્યો હતો.

