• બ્રિટનમાં શાકાહારની ઉત્ક્રાંતિ

Monday 20th March 2017 10:19 EDT
 

બ્રિટિશરો ધીરે ધીરે શાકાહારી બની રહ્યા છે. તમામ માનવીઓમાં રહેલાં બે જનીન ફેટી એસિડના પાચનમાં અને વિવિધ વાતાવરણો સાથે અનુકૂલન સાધવામાં મદદ કરે છે. વિશ્વની વિવિધ વસ્તીઓમાં આ જનીનોનું પ્રમાણ અલગ અલગ રહે છે. મોલેક્યુલર બાયોલોજી એન્ડ ઈવોલ્યુશન જર્નલમાં પ્રસિદ્ધ સંશોધનમાં કાંસ્ય યુગ (bronze age)ના ૧૦૦થી વધુ યુરોપિયનોના જનીનોની તેમના વંશજો સાથે સરખામણી કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે વનસ્પતિ આધારિત આહારનું પ્રમાણ વધી રહ્યું છે.

• નર્સરીના સ્ટાફને ઓછું વેતન

ફેમિલી એન્ડ ચાઈલ્ડ કેર ટ્રસ્ટ દ્વારા સરકારી આંકડાને ટાંકી કહેવાયું છે કે નર્સરીના આશરે ૨૦,૦૦૦ સ્ટાફને નેશનલ લિવિંગ વેજથી ઓછું વેતન ચૂકવાય છે. જોકે, સરકારી પ્રવક્તાએ ખુલાસો કર્યો હતો કે આ ડેટા માર્ચ-જુલાઈ ૨૦૧૬નો છે અને નેશનલ લિવિંગ વેજ એપ્રિલ મહિનાથી અમલમાં આવ્યું હતું.

• મેટ ફોર્સ પર જાતિવાદના આક્ષેપ

ચેરિટી કાર્યો માટે ૨૦૧૪માં ક્વીન દ્વારા MBEથી સન્માનિત એશિયન ડિટેક્ટિવ કોન્સ્ટેબબલ નિઘાટ હબાર્ડે આક્ષેપ લગાવ્યો છે કે તે મેટ્રોપોલીટન પોલીસ ફોર્સમાં કામ કરતી હતી ત્યારે સેક્સિઝમનો શિકાર બની હતી. શ્વેત સહકર્મચારીઓને વધુ જટિલ તપાસ સોંપવામાં આવતી હતી અને તેને નજરઅંદાજ કરાતી હતી. ઓફિસરે દાવો કર્યો હતો કે ૨૦૧૩-૧૪માં પુરુષ સહકર્મચારીઓ દ્વારા તેના અને અન્ય મહિલા ઓફિસરો સામે ભેદભાવપૂર્ણ ટીપ્પણીઓ કરાઈ હતી.

• પાંચ પાઉન્ડની નોટ ઊંચી કિંમતે વેચાઈ

એક વ્યક્તિ પાસેની પાંચ પાઉન્ડની નવી પોલીમર નોટ eBay પર ૬૦,૦૦૦ પાઉન્ડની જંગી કિંમતે વેચાઈ હતી. આ પછી બ્રિટિશ નાગરિકોને તેમની પાસેની પાંચ પાઉન્ડની નોટ્સ તપાસીને વાપરવા સલાહ અપાઈ છે. નોટ અને સિક્કાના સંગ્રાહકોમાં AA01 સીરિઝની નોટ્સની ભારે માગ છે. નવી નોટ્સ છપાયા પછી ક્વીનને AA01 000001નંબરની પ્રથમ નોટ ભેટ તરીકે અપાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter