અગ્રણી બેંકોએ તેની સ્થાનિક શાખાઓને વીડિયો ટેલર્સ સાથેની હાઈ-ટેક વર્ચ્યુઅલ બેંકોમાં તબદિલ કરવા વિચારી રહી હોવાથી યુકેમાં આવતા વર્ષથી ‘ડ્રાઈવ થ્રુ’ બેંકિંગ સેવા શરૂ થાય તેવી શક્યતા છે. એક વખત આ સેા શરૂ થશે તે પછી ગ્રાહકો તેમના વાહનમાં બેઠા બેઠા બેંક ખાતુ ખોલાવી શકશે, ઓવરડ્રાફ્ટ મેલવી શકશે અને મોર્ગેજ માટે પણ અરજી કરી શકશે. ફ્રાંસ, જર્મની અને અમેરિકામાં આવી ડ્રાઈવ થ્રુ બેંક્સ કાર્યરત છે.
• ચોકલેટની માફક પેઈનકિલર પીલ્સ લેતા હજારો બંધાણી
હજારો લોકોને ડોક્ટરો દ્વારા પ્રિસ્ક્રાઈબ કરવામાં આવેલી પેઈનકિલરની લત લાગી જતાં નિષ્ણાતો જાહેર આરોગ્યની સમસ્યામાં વધારો થવાનો ભય સેવી રહ્યા છે. લાંબા ગાળાના દુઃખાવા માટે બિનઅસરકારક ગણાતી ગોળીઓ ઓછી કરી દેવા GP દબાણ અનુભવતા હોવાથી છેલ્લાં એક દાયકામાં કોડેઈન અને ટ્રાન્સમોલ્ડ જેવી ઓપિઓઈડ ડ્રગ્સના પ્રિસ્ક્રિપ્શનની સંખ્યા બમણી થઈ હતી. ગયા વર્ષે આવી દવા માટે ૨૪ મિલિયન પ્રિસ્ક્રિપ્શન લખાયા હતા.
• મુસ્લિમોને સોશિયલ મીડિયા પર તકેદારી માટે શિક્ષણ
યુવા મુસ્લિમોને તેઓ વોટ્સએપ પર શું કરી રહ્યા છે તે ઓથોરિટી કેવી રીતે જોઈ શકે તેના માટે એક વિવાદાસ્પદ માનવ અધિકાર ગ્રૂપ 'Cage' દ્વારા સમજ અપાઈ રહી છે. અગાઉ ‘જેહાદી જહોન’ તરીકે જાણીતા મોહમ્મદ એમ્વાઝીને ‘સારો ઉદાર માણસ’ ગણાવનારું આ ગ્રૂપ લોકોને મેસેજિંગ સર્વિસનો ગુનાહિત પ્રવૃત્તિ માટે ઉપયોગ કરતી વખતે કેવી રીતે બચવું તે શીખવી રહયું છે.
• પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયેનાની સ્મૃતિમાં ચેરિટી ડિનર
પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયેનાની સ્મૃતિમાં તેના ભાઈ અર્લ સ્પેન્સરે સ્થાપેલી ચેરિટી દ્વારા ફંડ રેઈઝિંગ ડિનર યોજાશે. પ્રિન્સેસની ૨૦મી વરસીએ અર્લ તેમના પારિવારિક પૈતૃક નિવાસસ્થાન અલથ્રોપ ખાતે ‘ડાયેના એવોર્ડ’ માટે ડિનર યોજશે. યુવા લોકોની હકારાત્મક શક્તિમાં ડાયેનાની માન્યતાને પ્રોત્સાહન આપવા આ ચેરિટીની રચના કરાઈ છે.

