• મહારાણીના સ્ટાફને છટણીથી ભારે આઘાત

Tuesday 26th May 2015 11:49 EDT
 

ક્વીન એલિઝાબેથ દ્વિતીયે લાંબા સમયથી કાર્યરત ઓછામાં ઓછાં ચાર કર્મચારીને નોકરીમાંથી દૂર કરતાં ભારે ટીકાનો વરસાદ વરસ્યો છે. એક કર્મચારી તો ૩૦ વર્ષથી બકિંગહામ પેલેસમાં કામ કરતો હતો. ક્વીન પોતાના સ્ટાફ અને તેમના પરિવારોના ભલાની ઉપેક્ષા કરતાં હોવાનું પણ કહેવાયું છે. પેલેસ દ્વારા ખર્ચકાપના હિસ્સારુપે આ પગલું લેવાયું છે.

• ચાઈલ્ડ પ્રોટેક્શન વડાને તગડી ચુકવણીનું કૌભાંડ

બ્રિટિશ પાકિસ્તાની ગેંગ્સ દ્વારા વ્યાપક બાળ યૌનશોષણને અટકાવવામાં નિષ્ફળ રહેલાં ચાઈલ્ડ પ્રોટેક્શન વડા સ્યુ બેરેલોવિત્ઝ નવા કૌભાંડમાં સંડોવાયાં છે. £૧૩૪,૦૦૦ની તગડી ચુકવણી સાથેના સ્વૈચ્છિક પદત્યાગ પછી તેમને તત્કાળ દૈનિક £૯૬૦ના ધોરણે ફરી સલાહકાર તરીકે કામ પર લેવાયાં છે. તેઓ મહિનામાં નવ દિવસ જ કામ કરશે.

• ધનવાન ચીનીઓની યુકે વિઝા મેળવવા દોટ

બ્રિટનમાં રહેવા માટે વિઝા મેળવવા ઈચ્છુક ધનવાન ચાઈનીઝની સંખ્યા ત્રણ ગણી થઈ છે. બ્રિટનમાં રોકાણ દ્વારા પ્રવેશ મેળવવાના નિયમો બદલાય તે પહેલા તેનો લાભ લેવા ૧૫૦૦થી વધુ ચાઈનીઝે અરજી કરી છે. ઈન્વેસ્ટમેન્ટથી વિઝા મેળવવા હાલ લઘુતમ £૧ મિલિયનનું રોકાણ જરૂરી છે, જે વધીને £૨ મિલિયન થનાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter