યુકેમાં બે વર્ષ રહ્યા પછી માઈગ્રન્ટ્સ બ્રિટિશ નાગરિકો કરતાં વધુ પરીશ્રમ કરતા નથી. યુનિવર્સિટી ઓફ બાથના અભ્યાસમાં જણાયું હતું કે સ્થાનિક લોકો કરતાં ઓછી રજા લેવાનું સેન્ટ્રલ અને ઈસ્ટર્ન યુરોપના કર્મચારીઓનું વલણ હંગામી જ હોય છે. તેમની બેથી ચાર વર્ષની હાજરીનું પ્રમાણ દર ચકાસતા જણાયું હતું કે શરૂઆતમાં ગેરહાજર રહેવાનો તેમનો દર ત્રણ ગણો ઓછો હતો. પરંતુ, પાછળથી તેમની ગેરહાજરીનું પ્રમાણ વધીને સ્થાનિક કર્મચારીઓ જેટલું જ થયું હતું.
• વધુ ચીઝ ખાવાથી તંદુરસ્ત રહેવાય
શરીરની તંદુરસ્તી માટે વધુ પડતી ચીઝ ખાવાનું તમે વિચારો છો તેના કરતાં વધુ લાભદાયક હોવાનો સંશોધકોએ દાવો કર્યો છે. તેમણે ફ્રેંચ વિરોધાભાસી વલણનો અભ્યાસ કર્યો. તેમાં ચીઝના વધુ પડતા ઉપયોગ અને હૃદયરોગને કોઈ સંબંધ નથી. સંશોધકોને જણાયું હતું કે વસ્તુમાં રહેલા રસાયણો વચ્ચેની વિવિધ પ્રતિક્રિયાને લીધે તેમજ તેની સાથે બીજી વસ્તુ ખાવામાં આવે તો તેવી ચીજવસ્તુ વધુ ફાયદાકારક રહે છે. ચીઝ અને દહીં હાડકાના સ્વાસ્થ્ય અને શરીરના વજન માટે તેમજ હૃદયરોગનું જોખમ ઘટાડવા માટે સારું છે.
• GP's દ્વારા ડિપ્રેશનનું વધુ પડતું નિદાન
હાલGP's એક ફાર્માસ્યુટિકલ કંપનીએ તૈયાર કરેલી પ્રશ્રોત્તરી પર વધુ પડતો આધાર રાખીને દર્દીને ડિપ્રેશનનું ખોટું નિદાન કરીને તે મુજબ દવા આપી રહ્યા હોવાની ચેતવણી કાઉન્સિલ ફોર એવિડન્સ-બેઈઝ્ડ સાઈકીઆટ્રીના નિષ્ણાતે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે નવ પ્રશ્રના સેટની PHQ-9 પેશન્ટ હેલ્થ ક્વેશ્ચનરી Pfizer કંપનીની નાણાંકીય સહાયથી તૈયાર કરાઈ હતી, જે છેલ્લાં ૨૦ વર્ષથી દરેક GPના કન્સલ્ટિંગ રૂમમાં હોય છે.
• ૪,૦૦૦ મેટ ઓફિસર્સ નોકરી ગુમાવશે
વધતી જતી ગુનાખોરીને અંકુશમાં લેવા માટે લંડન સંઘર્ષ કરી રહ્યું છે તેવા સમયે બજેટ કાપના ભાગરૂપે સ્કોટલેન્ડ યાર્ડ ૪,૦૦૦ પોલીસ ઓફિસરને ફરજ પરથી દૂર કરશે. નવા મેટ્રોપોલિટન પોલીસ કમિશનર ક્રેસિડા ડીક પર ૩ બિલિયન પાઉન્ડના બજેટમાંથી ૪૦૦ મિલિયન પાઉન્ડ બચાવવા માટે દર આઠમાંથી એક ઓફિસરની હકાલપટ્ટીને મંજૂરી આપવા માટે દબાણ વધી રહ્યું છે.
• નર્સીસ માટે ઈંગ્લિશ ટેસ્ટ સરળ બનાવાશે
નબળા અંગ્રેજીને લીધે ઘણી નર્સીસને જોબમાં રાખવાનો ઈનકાર કરવામાં આવતો હોવાનું હોસ્પિટલના મેનેજરોએ જણાવ્યા પછી વિદેશી નર્સીસ માટે ભાષાના સરળ ટેસ્ટ અમલી બનાવાશે. ઈયુ દેશોમાંથી આવતી નર્સીસની સંખ્યામાં તાજેતરમાં થયેલા ઘટાડા સાથે હાલ નર્સીસની વ્યાપક તંગીના સમયમાં આ પગલું લેવાશે. નર્સીંગ એન્ડ મીડવાઈફરી કાઉન્સિલ ટેસ્ટના ધોરણમાં ફેરફાર વિશે માહિતી અને પૂરાવા એકત્ર કરી રહી છે.

