• મિનિકેબ ડ્રાઈવરો માટે નિબંધપરીક્ષા

Monday 06th March 2017 08:57 EST
 

લંડનમાં ડ્રાઈવરોએ ફરજિયાત લેખિત ઈંગ્લિશ ટેસ્ટ આપવી પડશે. આ પગલાના કારણે લંડનના માર્ગો પર દોડતાં ખાનગી ભાડાંના વાહનોની સંખ્યા અડધી થઈ જશે. અમેરિકન કાર-બૂકિંગ કંપની ઉબેર આ મુદ્દે હાઈ કોર્ટમાં કેસ હારી ગઈ હતી. સંડનમાં ઉબેરના ૩૦,૦૦૦થી વધુ ડ્રાઈવર છે. લંડનના મેયર સાદિક ખાન તમામ પ્રાઈવેટ હાયર ડ્રાઈવર્સ માટે વાંચન અને લેખન પરીક્ષા ફરજિયાત બનાવવા માગે છે. ખાનવો દાવો છે કે આ પરીક્ષાઓથી ધોરણો ઊંચા જશે અને પેસેન્જર સલામતીનું પ્રમાણ સુધરશે.

• £૧૨૧ સુધી કાઉન્સિલ ટેક્સવધારો

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં લગભગ દરેક પરિવારે આગામી મહિનાથી ૧૨૧ પાઉન્ડ સુધીના કાઉન્સિલ ટેક્સવધારાનો સામનો કરવો પડશે. સ્થાનિક સત્તાવાળાઓ સોશિયલ સંભાળનું બિલ ભરપાઈ કરવા કાઉન્સિલ ટેક્સ વધારી રહ્યા છે. ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટન્સીના સર્વે અનુસાર કાઉન્સિલો તેમના બિલ્સમાં સરેરાશ ચાર ટકાનો વધારો કરશે. બેન્ડ ડી પ્રોપર્ટીમાં આશરે ૬૦ પાઉન્ડ અને મોટી બેન્ડ એચ પ્રોપર્ટીમાં આશરે ૧૨૧ પાઉન્ડનો વધારો થઈ શકે છે.

• ડાયેટથી કેન્સરનું જોખમ ઘટે

મેડિટેરિયન ડાયેટથી કેન્સરના સૌથી જીવલેણ પ્રકાર બ્રેસ્ટ કેન્સરનું જોખમ લગભગ અડધોઅડધ ઘટી જતું હોવાનું વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડ દ્વારા ભંડોળ અપાયેલા એક અભ્યાસમાં જણાવાયું છે. જે સ્ત્રીઓનો આહાર ફળ, શાકભાજી, નટ્સ, આખા ધાન અને ઓલિવ ઓઈલથી સમૃદ્ધ હોય તેમને એસ્ટ્રોજેન-રિસેપ્ટર-નેગેટિવ બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા ૪૦ ટકા જેટલી ઘટી જાય છે. દર વર્ષે યુકેમાં આશરે ૫૩,૦૦૦ મહિલાને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થાય છે.

• આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું મૂલ્ય £૨૬ બિલિયન

હોમ ઓફિસ યુકેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા માગે છે ત્યારે યુનિવર્સિટીઝ યુકે માટે ઓક્સફર્ડ ઈકોનોમિક્સ કન્સલ્ટન્સીનું વિશ્લેષણ જણાવે છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ બ્રિટિશ અર્થતંત્ર માટે દર વર્ષે ૨૫.૮ બિલિયન પાઉન્ડનું સર્જન કરે છે. અગાઉ, યુનિવર્સિટીઓના વાઈસ-ચાન્સેલરોના આંકડામાં દર્શાવાયું હતું કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ યુકેમાં અભ્યાસ કરવા દર વર્ષે ૧૧ બિલિયન પાઉન્ડનો ખર્ચ કરે છે.

• પૂર્વ પત્નીઓ પાસેથી નાણા મેળવતા પુરુષો

પુરુષોની મર્દાનગીને પડકાર સમાન હોવા છતાં વધુ અને વધુ પુરુષો ડાઈવોર્સ પછી તેમની પૂર્વ પત્નીઓ પાસેથી નાણા સ્વીકારવામાં જરા પણ નાનમ અનુભવતા નથી. પુરુષોને વધુ ઉદાર ડાઈવોર્સ પેઆઉટ્સ આપવામાં આવે છે. એક દાયકા અગાઉ, આવી કલ્પના કરી શકાતી ન હતી પરંતુ, હવે સંખ્યાબંધ પરિવારોમાં સ્ત્રીઓ સારી કમાણી કરતી થઈ છે. વકીલોના આંકડા અનુસાર પાંચ ટકા જેટલા ડાઈવોર્સ કેસમાં પત્ની દ્વારા પૂર્વ પતિને નાણા ચુકવવા સહિત મેન્ટેનન્સ સમજૂતીનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૪માં ૧૧૧,૧૬૯ ડાઈવોર્સ કેસ થયા હતા, જેમાંથી ૫,૦૦૦ જેટલા પુરુષોએ આવું સેટલમેન્ટ સ્વીકાર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter