• રંગદ્વેષી હુમલાથી મુસ્લિમ પ્રસૂતાને કસુવાવડ થઈ

Monday 29th May 2017 05:27 EDT
 

બકિંગહામશાયરના બ્લેચલીમાં ગયા વર્ષે છઠ્ઠી ઓગસ્ટે મુસ્લિમ પ્રસૂતા સમ-સમ હાજી-અલીને ૩૭ વર્ષીય ડેવિડ ગેલેચરે સુપરમાર્કેટમાં રંગદ્વેષી અપશબ્દો બોલીને પેટ પર લાત મારતા તેને કસુવાવડ થઈ હતી. તેણે તેના પતિ અબ્દુલ્લા સુલેમાન પર પણ હુમલો કર્યો હતો. આ હુમલા બદલ ત્રણ વર્। અને સાત મહિનાની જેલની સજા ફરમાવતા જજ ફ્રાન્સીસ શેરીડને તેને ‘અધમ રંગદ્વેષી’ ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ દેશ રંગદ્વેષીઓના વલણ સમક્ષ ઝૂકશે નહીં.

દેવા તળે લદાયેલી ‘ફોર સિઝન્સ’ દ્વારા વડીલો માટે ફીમાં વધારો 

૩૭૦ હોમમાં સેવા આપતા અને હાલખોટમાં ચાલતા બ્રિટનના સૌથી મોટા કેર હોમ ઓપરેટર ‘ફોર સિઝન્સ’ દ્વારા ફીમાં રહીશ દીઠ સરેરાશ ૭.૫ ટકાનો વધારો કરાયો છે. તેને લીધે અઠવાડિક ફી વધીને ૬૬૩ પાઉન્ડ થઈ છે, જે ૨૦૧૫માં ૬૧૭ પાઉન્ડ હતી. નિર્ણાયક રીસ્ટ્રક્ચરીંગ અગાઉ નાણાંકીય સ્થિતિ મજબૂત બનાવવા માટેનો આ નિર્ણય ફૂડ, એનર્જી અને સ્ટાફ પર થતા ખર્ચને પહોંચી વળવા માટે લેવાયો હતો અને લોકલ ઓથોરિટીઝની સંમતિ સાથે ફીમાં વધારો કરાયો હતો.

જગુઆર લેન્ડ રોવરનું વેચાણ વિક્રમ સપાટીએ 

પ્રિમિયમ કાર્સની માગમાં ભારે વધારો અને પાઉન્ડનો સસ્તો વિનિમય દર એમ બન્ને પરિબળોના સંયોજનથી જગુઆર લેન્ડ રોવરનું વેચાણ ૧૬ ટકા વધીને ૬ લાખ કારની ઉપર પહોંચી ગયું હતું. બ્રિટનના સૌથી મોટા કાર ઉત્પાદક જગુઆરની વાર્ષિક આવક ૨૩ બિલિયન પાઉન્ડથી પણ વધારે થઈ હતી. દુનિયામાં દર વર્ષે ૨ મિલિયનથી વધુ વાહન વેચતા જર્મન કાર ઉત્પાદકો BMW અને Mercedesની સાથે સ્પર્ધામાં જગુઆર આગળ વધી રહી છે.

પુરુષની નજરે ચડવા હવે ડોગ પાળતી સિંગલ મહિલા 

સિંગલ મહિલા માટેની પહેલી પસંદ એવી કેટની પ્રતિષ્ઠા ફ્રેંચ બુલડોગને લીધે જોખમમાં મૂકાઈ છે. બ્રિટનના ડોગ બિહેવિયરીસ્ટ નીજેલ રીડે જણાવ્યું હતું કે ૩૫થી ૪૫ વર્ષની નિઃસંતાન અને સંપન્ન સિંગલ મહિલાઓ લોકલ પાર્કમાં વોકિંગ વખતે ડેટિંગની શક્યતાને લીધે હવે કેટને બદલે ડોગ પાળતી જોવા મળે છે. રીડ પણ તેમની પત્ની સ્ટેફને તેવી રીતે જ મળ્યા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter