લો-ટાર સિગારેટ્સ પીવાથી ધૂમ્રપાન કરનારને સ્વાસ્થ્યમાં કોઈ ફાયદો થતો નથી. ઉલટાનું તેને લીધે ખૂબ સામાન્ય પ્રકારના ગણાતા ફેફ્સાના કેન્સરનું જોખમ વધતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. લાઈટ, માઈલ્ડ અને કહેવાતી લો-ટાર સિગારેટ્સથી એડેનોકાર્સિનોમા(એક પ્રકારની ગાંઠ) થાય છે.
• નવા પેરન્ટ્સનો બેબી આઈટમ્સ પાછળ ફાલતુ ખર્ચ
નવા બનેલા ૯૦ ટકાથી વધુ પેરન્ટ્સ ક્યારેય ઉપયોગમાં ન લેવાઈ હોય તેવી બેબી આઈટમ્સ પાછળ લગભગ ૨૦૦ પાઉન્ડનો ફાલતુ ખર્ચ કરતા હોવાનું Gumtree વેબસાઈટ દ્વારા ૨૦૦૦ પેરન્ટ્સના સર્વેમાં જણાયું હતું. બાળકો માટેની મોટાભાગની વસ્તુઓ મિત્રોને આપી દેવાય છે અથવા તો વેચી દેવાય છે. પેરન્ટ્સ સરેરાશ ૧,૪૨૧ પાઉન્ડની રકમ નર્સરી આઈટમ્સ અથવા બાળકના આવવાની તૈયારીમાં કરતા હોય છે.
• ઈમ્પ્રોબેબલ મેન્શનની જપ્તીનો ભારતીય બેંકનો પ્રયાસ
ઈમ્પ્રોબેબલના સ્થાપક હર્મન નરુલાએ જ્યાં કંપનીની શરૂઆત કરી હતી તે હર્ટફર્ડશાયર મેન્શન એક કાનૂની વિવાદમાં સપડાયું છે. કોર્ટના દસ્તાવેજો મુજબ આર્કલીમાં ગ્રેડ-II તરીકે નોંધાયેલી આ પ્રોપર્ટી ભારતની એક્સિસ બેંકે નરુલાના સંબંધી સામે ૨૭.૪ મિલિયન ડોલરની વસૂલાત માટે યુકેની કોર્ટમાં કરેલા કેસના ભાગરૂપ છે. ઈમ્પ્રોબેબલની બજાર કિંમત ૧ બિલિયન ડોલર કરતાં વધારે છે.
• સમૃદ્ધ વિસ્તારોના ધનાઢ્ય પરિવારોમાં ડિવોર્સના ઓછા કિસ્સા
દેશના પ્રથમ મેરેજ મેપ મુજબ બ્રિટનના સૌથી સમૃદ્ધ વિસ્તારોમાં રહેતા ધનાઢ્ય પરિવારોમાં મોટાભાગે ડિવોર્સ અને સિંગલ પેરન્ટ્હૂડની ઘટના બનતી નથી. હેરો, વોકિંગહામ અને વેસ્ટ બર્કશાયર જેવા સ્થળોએ બે ટોચના સામાજિક આર્થિક જૂથોમાંથી લગભગ દસમાંથી નવ પેરન્ટ્સના લગ્ન થયા હોય છે. મેરેજ ફાઉન્ડેશનના સંશોધકોએ જણાવ્યું હતું કે તમારા પડોશી પરિણીત હોય તો તમે તમારી મેળે પરણો તેવી શક્યતા વધી જાય છે.

