• લોર્ડ હોવાર્ડનું બ્રેક્ઝિટને સમર્થન

Monday 29th February 2016 10:47 EST
 

ડેવિડ કેમરનના રાજકીય મેન્ટર અને પુરોગામી ટોરી નેતા લોર્ડ હોવાર્ડે સ્પષ્ટ જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયનને સુધારવાના કેમરનના પ્રયાસ નિષ્ફળ ગયા છે તેવી પરિસ્થિતિમાં બ્રિટન ઈયુ છોડશે તો જ સારું રહેશે. ઈયુ નેતાઓને મૂળભૂત ફેરફારો કરવા માટે આઘાત આપવો જરૂરી છે. પૂર્વ હોમ સેક્રેટરી હોવાર્ડે ૨૦ વર્ષ અગાઉ કેમરનને સલાહકારનું સ્થાન આપ્યું હતું અને ટોરી નેતાપદે પહોંચવામાં મદદ કરી હતી.

• ખાનગી શાળાના વિદ્યાર્થીઓ આગળ

ખાનગી રાહે શિક્ષણ મેળવનારા બાળકો ૧૬ વર્ષની વયે પહોંચે ત્યારે સરકારી સેક્ટરમાં વિદ્યાર્થીઓની સરખામણીએ બે વર્ષ આગળ રહેતા હોવાનું એક અભ્યાસે જણાવ્યું છે. ડરહામ યુનિવર્સિટીના સંશોધકોએ વિદ્યાર્થીઓના GSCE પરીક્ષા પરિણામોની સરખામણી અગાઉના શૈક્ષણિક દેખાવ સાથે કરી હતી. ધ ટાઈમ્સના અહેવાલ અનુસાર ખાનગી સ્કૂલની અસર દરેક વિષયના પરિણામમાં દેખાઈ આવતી હતી.

• ક્વીનની બર્થડે પિકનિક માટે વધુ ટિકિટ

મહારાણી એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠની પિકનિક ધ પેટ્રન્સ લંચમાં ભાગ લેવા વધુ ૧,૦૦૦ ટિકિટ સામાન્ય પ્રજાને ફાળવવામાં આવનાર છે, જેની કિંમત વ્યક્તિદીઠ ૧૫૦ પાઉન્ડ હશે. આમ, કુલ ૨૦૦૦ ટિકિટ સામાન્ય જનતા માટે ફાળવાશે. આશરે ૯,૦૦૦ ટિકિટ ક્વીન જેના પેટ્રન છે તેવી આશરે ૬૦૦ ચેરિટીઝને ફળવવામાં આવી છે. ધ પેટ્રન્સ લંચનું આયોજન પીટર ફિલિપ્સ દ્વારા કરાયું છે.

• પોપક્વીન એડલેનું બ્રિટ એવોર્ડ્સમાં પ્રભુત્વ

બ્રિટિશ પોપની ક્વીન એડલે ચાર વિક્રમી વિજય સાથે બ્રિટિશ એવોર્ડ્સમાં પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું હતું. બર્નાડેટ મેકનુલીએ તેને સૌપ્રથમ ૨૦૦૭માં પરફોર્મ કરતા નિહાળી હતી અને આજે આ ગાયિકા એવું સ્થાન ધરાવે છે કે તે પરફોર્મ કરતી હોય, હસ્તક્ષેપના તોફાન કરતી હોય કે રડતી પણ હોય તેને નિહાળવામાં આનંદ આવે છે.

• સન્ડે ટ્રેડિંગ મુદ્દે કાનૂની કાર્યવાહી શક્ય

રવિવારે દુકાનોને લાંબો સમય ખુલ્લી રાખવાની દરખાસ્તો સંદર્ભે મિનિસ્ટર્સ સામે કાનૂની કાર્યવાહીની શક્યતા છે. કીપ સન્ડે સ્પેશિયલ ગ્રૂપ દ્વારા સરકારને ‘લેટર બિફોર એક્શન’ જારી કરાયો છે. તેના પરિણામે રવિવારે દુકાનો વધુ સમય ખુલ્લી રાખવાની સત્તા કાઉન્સિલોને આપવાની દરખાસ્ત અંગે જ્યુડિશિયલ રીવ્યુ માટેનું આયોજન આગળ વધ્યું છે. ગ્રૂપે જણાવ્યું છે કે સરકારે હાથ ધરેલી પ્રક્રિયામાં મૂળભૂત ખામીઓ છે

• લોર્ડ આર્ચરની નવલકથા બેસ્ટસેલર્સ યાદીમાં પ્રથમ

પૂર્વ બ્રિટિશ સાંસદ અને કન્ઝર્વેટિવ પાર્ટીના ડેપ્યુટી ચેરમેન જેફ્રી આર્ચરની નવી નવલકથા ‘Cometh the Hour’ યુએસએ ટુડેના ચાર્ટમાં બેસ્ટસેલર્સ યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી છે. ક્લિફ્ટન ક્રોનિકલ્સ શ્રેણીનું આ છઠ્ઠું પુસ્તક છે. ૨૪ ફેબ્રુઆરીએ નોવેલના લોન્ચિંગ સમયે લોર્ડ આર્ચરે કહ્યું હતું કે તેઓ મૂળ ૧૯૨૦થી શરૂ કરી ૧૦૦ વર્ષ એટલે કે ૨૦૨૦માં પૂર્ણ થાય તેવાં પાંચ પુસ્તક આ શ્રેણીમાં લખવા ઈચ્છતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter