• શિયાળામાં સગર્ભાવસ્થા ડાયાબિટીસનું જોખમ ઘટાડે

Wednesday 24th May 2017 07:56 EDT
 

ઠંડુ વાતાવરણ ડાયાબિટીસનું જોખમ ઘટાડે તેમ જણાવતા અભ્યાસ અનુસાર જે મહિલાઓની પ્રેગનન્સીનો સમયગાળો શિયાળાની ઋતુમાં હોય તેમને પ્રસૂતિનો(ગેસ્ટેશનલ) ડાયાબિટીસ થવાનું જોખમ ઘટે છે. શિયાળાના સમયમાં તંદુરસ્તી અને ખાસ કરીને ડાયાબિટીસમાં સુધારો જોવાં મળે છે. ઋતુઓ અનુસાર તાપમાનમાં ભારે ફેરફાર સાથેના ટોરોન્ટોમાં ૧૨ વર્ષના અભ્યાસમાં દરમિયાન ૫૦૦,૦૦૦થી વધુ બાળજન્મ પર નજર રખાઈ હતી. મહિલાઓની ગર્ભાવસ્થાના બીજા અને ત્રીજા ટ્રેમેસ્ટરમાં ગેસ્ટેશનલ ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી.

 

જો કોક્સની મૃત્યુતિથિએ ૧૦૦,૦૦૦ ઈવેન્ટ્સ 

પોતાના મતવિસ્તારમાં જ હત્યા કરાઈ હતી તે સાંસદ જો કોક્સની પ્રથમ મૃત્યુતિથિએ ૧૦૦,૦૦૦થી વધુ કોમ્યુનિટી દ્વારા મેળાવડાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જો કોક્સના જીવનને ઉજવવા જૂન ૧૬ અને ૧૮ વચ્ચે આ કાર્યક્રમો યોજાશે, જેમાં ઈસ્ટ લંડનમાં ઓલિમ્પિક પાર્ક ખાતે ૧૦,૦૦૦ લોકો એકત્ર થવાનો પણ સમાવેશ થાય છે. એમ માનવામાં આવે છે કે ક્વીનનાં ડાયમન્ડ જ્યુબિલી ઈવેન્ટ પછી આ પ્રકારનો સૌથી મોટો કાર્યક્રમ બની રહેશે.

 

સ્માર્ટ ટ્રાફિક લાઈટ્સ ચક્કાજામ ઘટાડશે 

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથેની ટ્રાફિક લાઈટ્સ અતિ વ્યસ્ત કલાકોમાં પણ ટ્રાફિક જામનું દૃશ્ય બદલી નાખશે તેવી આશા વિજ્ઞાનીઓ રાખે છે. ‘સ્માર્ટ’ ટ્રાફિક લાઈટ સાથેનું પ્રથમ નગર બનવાનું બહુમાન મિલ્ટન કિન્સેને મળવાનું છે, જે આગામી વર્ષના સપ્ટેમ્બરથી કાર્યરત થનારી આ આધુનિક ટેકનોલોજી માટે ૩ મિલિયન પાઉન્ડનું રોકાણ કરશે. ‘સ્માર્ટ’ ટ્રાફિક લાઈટ્સ વાહનોના ભારે ધસારાને ઓળખી લેશે અને ધસારાને હળવો બનાવવા આપમેળે તેમની પેટર્ન બદલશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter