• એન્ટિગુઆ અને બર્બુડા રિપબ્લિક બનવા જનમત યોજશેઃ

Wednesday 14th September 2022 06:10 EDT
 

એન્ટિગુઆ અને બર્બુડા રિપબ્લિક બનવા રેફરન્ડમ યોજવા ઈચ્છુક છે. આ બે ટાપુઓના દેશ 1981માં સ્વતંત્ર થયા હતા છતાં તેમણે યુકેના મોનાર્કને પોતાના દેશના વડા તરીકે રાખ્યા છે. કેરેબિયન રાષ્ટ્રના પ્રાઈમ મિનિસ્ટર ગેસ્ટન બ્રાઉને ક્વીનના નિધનના પગલે કિંગ ચાર્લ્સને રાજગાદી સુપરત કરાયા પછી ITV Newsને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે એન્ટિગુઆ અને બર્બુડા આગામી ત્રણ વર્ષમાં રિપબ્લિક બનવા વિશે નિર્ણય લેવાની યોજના ધરાવે છે. આ બાબતે રેફરન્ડમ લેવાશે. આનો અર્થ એ છે કે તેઓ કિંગ ચાર્લ્સ ત્રીજાને દેશના વડા તરીકે દૂર કરવા ઈચ્છે છે. ટાપુરાષ્ટ્ર એન્ટિગુઆ અને બર્બુડાની વસ્તી 100,000ની છે અને 1981માં બ્રિટનથી આઝાદ થયેલ છે. તે કોમનવેલ્થના 15 દેશોમાં એક છે જેઓ બ્રિટિશ રાજવીને દેશના વડા ગણાવે છે. બ્રાઉને કહ્યું હતું કે રિપબ્લિક બનવું તે આઝાદીનું ચક્ર પૂર્ણ કરવાની બાબત છે. કોઈ શત્રુતા કે દુશ્મનાવટનું કૃત્ય નથી અને તેનાથી કોમનવેલ્થના સભ્યપદનો અંત નહિ આવે.

• ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં કિંગ ચાર્લ્સ દેશના વડાઃ

ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરા અને ન્યૂ ઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનમાં ખાસ સમારંભમાં કિંગ ચાર્લ્સ ત્રીજાને હેડ ઓફ સ્ટેટ તરીકે જાહેર કર્યા છે. ન્યૂ ઝીલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા આર્ડેને સ્પષ્ટ કર્યું હતું કે કિંગ ચાર્લ્સે અમારા દેશ પ્રતિ ઊંડી કાળજી દર્શાવી છે.

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધનના પગલે કિંગ ચાર્લ્સને ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધી દેશના વડા તરીકે રાખવાની સ્પષ્ટતા કરી છે. વડા પ્રધાન એન્થોની આલ્બેનીઝે કહ્યું છે કે ક્વીન પ્રત્યે ભારે આદરના કારણે તેઓ પોતાની પ્રથમ ટર્મમાં રિપબ્લિક બનવા માટે રેફરન્ડમ યોજશે નહિ. ક્વીનના નિધન સાથે ઓસ્ટ્રેલિયામાં રાજાશાહી સાથે દેશના સંબંધ વિશે ચર્ચા ફરી જાગી છે.

• બેન્ક ઓફ ઈંગ્લેન્ડનો વ્યાજદર નિર્ણય મુલતવીઃ

બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધનના રાષ્ટ્રીય શોકના સંદર્ભે વ્યાજદર મુદ્દે નિર્ણય લેવાનો મુલતવી રાખ્યો છે. બેન્કે જણાવ્યું છે કે યુનાઈટેડ કિંગ્ડમમાં રાષ્ટ્રીય શોક મનાવાઈ રહ્યો છે ત્યારે મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયકારોની આગામી સપ્તાહની નિયત બેઠક મળશે નહિ. આ બેઠકમાં ઈન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્ણય લેવાવાની ધારણા હતી જે હવે તે પછીના સપ્તાહે લેવાશે.રોની આગામી સપ્તાહની નિયત બેઠક મળશે નહિ. આ બેઠકમાં ઈન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્ણય લેવાવાની ધારણા હતી. હવે નિર્ણય 22 સપ્ટેમ્બરની બેઠકમાં લેવાશે.

• યુગાન્ડાના મીડિયામાં પણ ક્વીન છવાઈ ગયાંઃ

વિશ્વ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધનનો શોક દર્શાવી રહ્યું છે ત્યારે યુગાન્ડાનું મીડિયા પણ ક્વીનની સ્ટોરી કહેવામાં અગ્રેસર રહ્યું હતું. ઘણા સ્થાનિક ટેલિવિઝન અને રેડિયો સ્ટેશનોએ તેમના સામાન્ય પ્રસારણોને અધવચ્ચેથી અટકાવી તેમના સ્થાનિક ઓડિયન્સીસને યુનાઈટેડ કિંગ્ડમની ઘટનાઓથી વાકેફ કરવા ત્યાંના કાર્યક્રમો રીલે કર્યા હતા. યુગાન્ડાના સરકારી અખબાર ‘ધ ન્યુ વિઝન’માં ક્વીનની યુગાન્ડા મુલાકાત સહિતની સ્ટોરીઝ પ્રથમ પાના પર પ્રસિદ્ધ કરાઈ હતી. યુગાન્ડા અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક પશ્ચાદભૂ અને સંસ્થાનવાદની કડવાશના કારણે પબ્લિક તરફથી મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. યુવાવર્ગ અને ખાસ કરીને ન્યૂઝરુમ સાથે સંકળાયેલા લોકો એ બાબતે માહિતગાર છે કે તેઓ મહાન રાણી હતાં છતાં, ગુવામી અને સંસ્થાનવાદ જેવી કેટલીક કાળી હકીકતો પણ વિચારવી જોઈએ.

• એડિનબરામાં રાજાશાહી વિરુદ્ધ સાઈનબોર્ડઃ

કિંગ ચાર્લ્સ ત્રીજાના સત્તાવાર રાજપદ ધારણ કરવાની જાહેરાત અગાઉ એડિનબરામાં રાજાશાહી વિરુદ્ધ સાઈનબોર્ડ સાથે 22 વર્ષીય એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. સ્કોટલેન્ડ પોલીસે જણાવ્યું હતું કે સોમવારે ક્વીનનું કોફિન રખાવાનું હતું તે સેન્ટ ગાઈલ્સ કેથેડ્રલની બહાર આ ધરપકડ થઈ હતી. રવિવાર બપોર પછી કિંગના જાહેરનામાની ક્ષણો અગાઉ દેખાવકાર મહિલા મેરકેટ ક્રોસની સામે ભીડમાં દેખાઈ હતી. તેણે પકડેલા સાઈનબોર્ડમાં ‘f*** imperialism, abolish monarchy’ લખાયેલું હતું. ઘણા લોકોએ પ્રજાતંત્રની તરફેણ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter