• સેક્સલાઈફ વિશે પ્રશ્રના જવાબનો ઈનકાર કરી શકાશે

Wednesday 02nd January 2019 01:46 EST
 

૨૦૨૧ની વસતિ ગણતરીમાં સેક્સલાઈફ વિશે પ્રશ્ર પૂછવામાં આવે અને તેનો જવાબ આપવાનો ઈનકાર કરવાથી બ્રિટિશરોએ દંડ અથવા ક્રિમિનલ રેકર્ડનો સામનો કરવો પડશે નહીં. મિનિસ્ટરોએ જણાવ્યું હતું કે ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિકસના ઈન્સ્પેક્ટર્સ લોકોને સેક્સને લગતા અંગત સવાલો પૂછશે નહીં. વયસ્કોને તેઓ હોમોસેક્સયુઅલ, દ્વિજાતીય, સ્ટ્રેઈટ અથવા ટ્રાન્સસેક્સ્યુઅલ છે કે કેમ તેવો સવાલ પૂછાશે નહીં. જાતિ ઓળખને લગતા બીજા પ્રશ્રનો જવાબ આપવાનું મરજિયાત રહેશે.

• મહિલાની હત્યા બદલ ઝાહિદ નસીમને ૧૯ વર્ષની જેલ

પોતાની સાથી ક્રિસ્ટીના એબોટ્સ પર તેની ૨૯મી વર્ષગાંઠે બળજબરીપૂર્વક ખાંડણી વડે હુમલો કરીને મોત નીપજાવવા બદલ લેવિસ ક્રાઉન કોર્ટે બકિંગહામશાયરના એમરશામના સિટી બેંકર ૪૮ વર્ષીય ઝાહિદ નસીમને ૧૯ વર્ષની જેલની સજા કરી હતી. મે મહિનામાં બનેલી આ ઘટનામાં ચાર કલાકની દલીલો બાદ કોર્ટે તેને હત્યાના ગુનામાં દોષી ઠેરવ્યો હતો.

ડબલ કાર પાર્કિંગ ચાર્જ – બીમારો પર ટેક્સ સમાન

ગયા વર્ષે ઘણી હોસ્પિટલો દ્વારા કાર પાર્કિંગના ચાર્જ બમણાં કરી દેવાતા આ હોસ્પિટલો સામે ‘બીમાર લોકો પર ટેક્સ’ નાખવાનો આક્ષેપ કરાયો હતો. તપાસમાં જણાયું હતું કે લગભગ અડધોઅડધ NHS ટ્રસ્ટ દ્વારા પાર્કિંગ ચાર્જમાં વધારો કરાયો હતો. કેટલાંક ટ્રસ્ટને આ ફી દ્વારા વર્ષે ૪.૫ મિલિયન પાઉન્ડની આવક થઈ હતી.

આઉટસોર્સિંગ કંપનીને લીધે વિઝા અરજદારો મુશ્કેલીમાં

હોમ ઓફિસ દ્વારા ફ્રેંન્ચ કોન્ટ્રાક્ટર સોપ્રા સ્ટેરિયાને વિઝા પ્રોસેસિંગ સર્વિસનું આઉટસોર્સિંગ કામ અપાયું છે. આ કોન્ટ્રાક્ટર અરજદારોની એપોઈન્ટમેન્ટ નોંધી ન શકતાં તેમના પર દેશનિકાલનું જોખમ ઉભું થયું છે. ગયા મહિને ૯૧ મિલિયન પાઉન્ડનો આ કોન્ટ્રાક્ટ અમલી બન્યો હતો. વિઝા સર્વિસનું ડિજીટલાઈઝેશન કરવાની હોમ ઓફિસની મહત્ત્વાકાંક્ષાના ભાગરૂપે આ એક પ્રયોગ હતો. હોમ ઓફિસ બ્રેક્ઝિટ બાદ ઈમિગ્રેશન સિસ્ટમમાં ધરખમ ફેરફારો કરવા માગે છે.

કિડની ડાયાલિસીસથી મગજને ઈજા થઈ શકે

ઘણાં વર્ષોથી સારાવાર લેતા હોય તેવા દર્દીઓના મગજની ઈજામાં વધારો થતો હોય તો તે કિડની ડાયાલિસીસ સાથે સંકળાયેલો હોઈ શકે તેમ યુનિવર્સિટી ઓફ ગ્લાસગોના અભ્યાસમાં જણાયું હતું.

પેડોફિલ્સ દ્વારા યુ ટ્યુબ પર બાળકોનું લાઈવ ગ્રૂમીંગ

પેડોફિલ્સ હવે યુ ટ્યુબના લાઈવસ્ટ્રિમિંગનો ગેરલાભ લઈને બાળકોને તેમનાં કપડાં ઉતારવા અથવા સેક્સી પોઝ આપવા માટે સમજાવતા હોવાનું ધ ટાઈમ્સને જણાયું હતું. ઓનલાઈન બ્રોડકાસ્ટ કરતા બાળકોને અજાણ્યા લોકો દ્વારા અણછાજતું વર્તન કરવા માટે ચાલાકીપૂર્વક સમજાવવામાં આવતા હોવાનું ૧૦૦થી વધુ કિસ્સામાં જણાયું હતું. બાળકો તેમનું કહ્યું માને તો તેમની ચેનલો પર વધારાના હજારો સબસ્ક્રાઈબર્સ પૂરા પાડવાનું તેમણે વચન આપ્યું હતું.

હવે ‘લઘુમતી ગ્રૂપ’ના ગણાતા શ્વેત વિદ્યાર્થીઓ

શ્વેત વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગયા બાદ તેઓ ‘લઘુમતી ગ્રૂપ’ ગણાતા હવે યુનિવર્સિટીઓ વધુ શ્વેત વિદ્યાર્થીઓની ભરતી માટે લક્ષ્ય નક્કી કરી રહી છે. એસેક્સ અને એશ્ટન યુનિવર્સિટી સત્તાવાર ભરતીના પોતાના આયોજનમાં અશ્વેત વિદ્યાર્થીઓ અને મહિલા એન્જિનિયરો કરતાં શ્વેત વિદ્યાર્થીઓને વધુ મહત્ત્વ આપનારી બ્રિટનની પ્રથમ નોન-એલાઈટ સંસ્થાઓ બની હતી. હાયર એજ્યુકેશન સ્ટેટિસ્ટિક્સ એજન્સી મુજબ શ્વેત બ્રિટિશ વિદ્યાર્થીઓ દસમાંથી એક સંસ્થામાં લઘુમતિમાં હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter