• સ્ટુડન્ટ હાઉસિંગ કોસ્ટ સાત વર્ષમાં ૨૩ ટકા વધી

Wednesday 02nd November 2016 09:28 EDT
 

બ્રિટિશ વિદ્યાર્થીઓ તેમના રહેઠાણનો ખર્ચો પૂરો કરવા પેરન્ટ્સ પર આધાર રાખવા ઉપરાંત, વધારાના કલાકો કામ કરે છે અને પેડે લોન્સ લેતાં હોવાનું નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયનના સર્વેમાં બહાર આવ્યું છે. ગ્રેટ બ્રિટનમાં સ્ટુડન્ટ હાઉસિંગ કોસ્ટ ૨૦૦૯-૧૦થી ૨૦૧૫-૧૬ના સાત વર્ષમાં ૨૩ ટકા વધી છે. ખાસ વિદ્યાર્થીઓ માટેના એકોમોડેશન્સનું સરેરાશ સાપ્તાહિક ભાડું ૧૨૫ પાઉન્ડથી વધી ૧૪૭ પાઉન્ડ થયું છે. આ વધતો ખર્ચ વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

• ૨૩ કિલોથી વધુ વજનની મહાકાય કોબીજ

બ્રિટિશ નાગરિક ડેવિડ થોમસે સૌથી ભારે ૨૩ કિલોગ્રામથી વધુ વજનની મહાકાય કોબીજ ઉગાડીને દુનિયાનો ૯૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. તેમણે યુનાઇટેડ કિંગ્ડમની નેશનલ જાયન્ટ વેજિટેબલ ચેમ્પિયનશીપમાં પોતાની વિશાળ કોબીજને પ્રસ્તુ કરીને આ રેકોર્ડ તોડ્યો છે. ડેવિડ થોમસે દેશની રાષ્ટ્રીય મહાકાય શાકભાજીની સ્પર્ધામાં ૨૩.૨ કિલોની લાલ કોબીજને પ્રદર્શિત કરી તે અગાઉ ૧૯૩૫માં સ્ટેવિલે, ડર્બીશાયરના કે આર સ્ટ્રોએ ૧૯.૫ કિ.ગ્રા. કોબીજ ઉગાડીને રેકોર્ડ બનાવ્યો હતો.

• પીબોડીને ૧,૫૦૦ ઘર બાંધવા મંજૂરી

પીબોડી હાઉસિંગ એસોસિયેશનને સાઉથ-ઈસ્ટ લંડનની થેમ્સમીડ એસ્ટેટમાં ૧,૫૦૦ ઘર બાંધવાની મંજૂરી અપાઈ છે. આગામી ઉનાળાથી બાંધકામ શરૂ કરાશે, જે ૨૦૨૪માં પૂર્ણ થશે અને નવા ઘરમાં સૌપ્રથમ રહેવાસીઓનો વસવાટ ૨૦૧૯માં શરૂ થવાની ધારણા છે. પીબોડી સાઉથમીઅર વિલેજ ખાતે ૫૨૫ ઘર બાંધશે, જેમાંથી ૨૩૦ ઘર એફોર્ડેબલ કક્ષાના રહેશે. આ વસાહતમાં લાઈબ્રેરી, કાફે, રેસ્ટોરાં અને દુકાનો પણ બંધાશે. નમજીકના સ્થળોએ વધુ ૧,૦૦૦ ઘર બાંધવામાં આવશે.

• સ્કોટલેન્ડમાં સમલિંગી પુરુષોને માફી અપાશે

સ્કોટલેન્ડમાં સજાતીય જાતીય પ્રવૃત્તિ હવે ગનો ગુણાતો નથી ત્યારે જૂના કાયદાઓ હેઠળ સજા કરાયેલા પુરુષોને માફી આપવા સ્કોટિશ સરકારે જાહેરાત કરી છે. હોલીરુડના જસ્ટિસ સેક્રેટરી માઈકલ મેથેસને જાહેર કર્યું હતું કે પાર્લામેન્ટ ગે અને બાયસેક્સ્યુઅલ પુરુષોને માફી આપે તેવા સ્કોટિશ ‘’ટરિંગ લો’ને આગળ લાવશે. વ્યક્તિના ક્રિમિનલ રેકોર્ડ્સમાં પુરુષો વચ્ચે સંમતિથી કરાયેલા સેક્સ અંગે ભૂતકાળની સજાઓ દેખાય નહિ તેવી વ્યવસ્થા પણ વિચારાઈ રહી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૧થી વધુ વયના પુરુષો વચ્ચે ખાનગી હોમોસેક્સ્યુઅલ પ્રવૃત્તિ ૧૯૬૭થી ગુનો ગણાતો નથી, જ્યારે સ્કોટિશ કાયદો ૧૯૮૦ સુધી સુધારાયો ન હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter