• સ્ત્રીઓને કામના સ્થળે વધુ સ્ટ્રેસ

Monday 02nd January 2017 05:38 EST
 

પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને કામના સ્થળે વધુ સ્ટ્રેસ અનુભવવો પડતો હોવાનું હેલ્થ એન્ડ સેફ્ટી એક્ઝિક્યુટિવના સત્તાવાર આંકડા જણાવે છે. સ્ત્રી કર્મચારીઓએ તેઓ પુરુષોના જેટલાં જ કાર્યક્ષમ હોવાનું પુરવાર કરવાનું, સારા મૂલ્યાંકન કે બઢતી નહિ મળવાનું, અસમાન વેતન અને ચોક્કસ રીતે દેખાવાની અપેક્ષાનું સતત દબાણ અનુભવવું પડે છે. ત્રણ વર્ષના ગાળામાં ૨૦૦,૦૦૦ પુરુષની સરખામણીએ ૨૭૨,૦૦૦ સ્ત્રીએ કાર્ય સંબંધિત સ્ટ્રેસ રહેવાની ફરિયાદ કરી હતી.

• ફ્લાઈટ્સમાં વિલંબનું વળતર ચુકવવામાં ઠાગાઠૈયાં

ફ્લાઈટ્સમાં વિલંબ અને ખોવાયેલા માલસામાન સંબંધે વળતર આપવામાં ઝડપી સુવિધા નહિ આપવા બદલ એરલાઈન્સ વિરુદ્ધ કોર્ટ કાર્યવાહીઓ વધી રહી છે. પ્રવાસ ખોરવાઈ જવા દરમિયાન પ્રવાસીઓ સાથે દુર્વ્યવહારની ફરિયાદોનાં પરિણામે, એવિયેશન વોચડોગ સિવિલ એવિયેશન ઓથોરિટીએ નિયંત્રક સત્તાઓનો ઉપયોગ કરવાની ધમકી આપવી પડી છે.

• ગૂગલ જેહાદી ઈમામ વિશે લિન્ક્સ નહિ અટકાવે

જેહાદના પાઈડ પાઈપર તરીકે ઓળખાતા મુસ્લિમ ઉપદેશક-મૌલવીના પ્રવચનો શોધી આપવામાં મદદ કરવાનું કાર્ય બંધ કરવા ગૂગલ સર્ચ એન્જિને ઈનકાર કર્યો છે. ઉદ્દામવાદી ઈમામ અનવર અલ-અવલાકી સંબંધે લોકો શોધ ચલાવવા શબ્દો ટાઈપ કરે ત્યારે પણ અન્ય લોકો દ્વારા કરાયેલી સર્ચને ધ્યાનમાં લઈ વેબસાઈટની ઓટો ફંક્શન દ્વારા ‘ક્વોટ્સ’ અને ‘લેક્ચર્સ’ સહિતના શબ્દો પણ આપમેળે ઉમેરે છે.

• લેવેટરી માટે ૧૧ માઈલ ચડવું પડશે

મેઈનલેન્ડ બ્રિટનમાં સૌથી અંતરિયાળ સ્થળે જાહેર લેવેટરીનું નિર્માણ કરવામાં આવનાર છે. આ લેવેટરી સ્કોટલેન્ડની નોર્થ-વેસ્ટમાં સમુદ્રની સપાટીથી ૩૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા કેપ રેથ (CAPE WRATH) ખાતે બનાવવામાં આવશે. આ સ્થળે જવા માટે ૧૧ માઈલનું ચડાણ ખેડવું પડશે. લોકોને અહીં જાહેર ટોઈલેટની સગવડ મળતી ન હોવાથી દેશના સૌથી અંતરિયાળ વિસ્તારમાં કાફે ચલાવનાર જ્હોન ઉર આવી સુવિધા ઉભી કરશે. દર વર્ષે હજારો લોકો આ કાફેની મુલાકાત લે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter