• હજારો નવા ગ્રેજ્યુએટ્સ નોકરીવિહોણા

Monday 29th June 2015 09:25 EDT
 

હજારો નવા ગ્રેજ્યુએટ્સને યુનિવર્સિટી છોડ્યા પછી નોકરીઓ મળતી નથી, તેમ હાયર એજ્યુકેશન સ્ટેટેસ્ટિક્સ એજન્સીનો રિપોર્ટ જણાવે છે. ૩૩ ટકા વર્કિંગ ગ્રેજ્યુએટ્સ તો છ મહિના સુધી ક્લીનર, ઓફિસ જુનિયર અને રોડ સ્વીપર તરીકે કામ કરતા હોય છે. ૬૦,૦૦૦થી વધુ ગ્રેજ્યુએટ્સ એડમિનિસ્ટ્રેશન અને સેક્રેટરિયલ, સ્કીલ્ડ ટ્રેડ્સ, સર્વિસ એન્ડ કેરિંગ ઈન્ડસ્ટ્રીઝ તેમજ સેલ્સ એન્ડ કસ્ટમર સર્વિસ જેવી ‘નોન-પ્રોફેશનલ’ કામગીરીમાં જોડાયા હતા.

• નિક ક્લેગે ૨૦૧૪માં નેતાપદ છોડવાની ઓફર કરી હતી

લિબરલ ડેમોક્રેટ નિક ક્લેગે ૨૦૧૫ની સામાન્ય ચૂંટણીમાં પક્ષના રકાસના એક વર્ષ અગાઉ જ પક્ષનું નેતાપદ છોડવાની ઓફર કરી હતી. મે ૨૦૧૪માં સ્થાનિક અને યુરોપિયન ચૂંટણીમાં લિબ ડેમ પાર્ટીના ખરાબ દેખાવના પગલે ક્લેગે આવી ઓફર કર્યાનું લોર્ડ એશડાઉને જણાવ્યું છે. યુરોપિયન પાર્લામેન્ટ ચૂંટણીમાં લિબરલ ડેમોક્રેટ્સના એક સિવાય તમામ ઉમેદવાર હાર્યા હતા.

• બ્રિટિશરની કેનેડામાંથી હકાલપટ્ટી

ગર્લફ્રેન્ડના ફ્લેટમાં ડુ ઈટ યોરસેલ્ફ કામગીરી કરનારા બ્રિટિશ યુવાન ટોમ રોલ્ફની કેનેડામાંથી હકાલપટ્ટી કરાઈ છે. ટુરિસ્ટ વિઝા પર આવેલા રોલ્ફે ગેરકાયદે કામ કર્યુ હતું તેમજ તેના જાતે કામ કરવાથી અન્ય કેનેડિયનની નોકરીને નુકસાન થયાની દલીલ થઈ છે. રોલ્ફ અને સામ એડવર્ડ્સ ડિમિટ્રિસ ફ્લેટની દીવાલોમાં પડેલી તિરાડો સાંધવાનું કામ કરતા હોવાની તસવીરો ઈમિગ્રેશન ઓફિસરોને હાથ લાગી હતી.

• બ્રિટિશ કિશોરોએ ઓશવિઝ કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી ચોરી કરી

પોલેન્ડના દ્વિતીય વિશ્વ યુદ્ધના નાઝીકાળના ઓશવિઝ કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી ચોરી કરનારા બે ૧૭ વર્ષીય બ્રિટિશ કિશોર માર્કસ ડેલ અને બેન થોમ્પ્સનને સસ્પેન્ડેડ સજા સાથે મુક્ત કરવામાં આવ્યા છે. ધ પર્સી સ્કૂલના બે વિદ્યાર્થીઓ ઐતિહાસિક કેમ્પની મુલાકાતે ગયા ત્યારે તેમણે પૂર્વ કેદીઓની માલિકીના કાચના ટુકડા, બટન્સ અને હેર ક્લીપર જેવી કેટલીક આઈટમ્સની ચોરી હતી.

• વિઆગ્રાથી સ્કીન કેન્સરના જોખમમાં વધારો

ઈરેક્ટાઈટલ ડિસ્ફંક્શન અથવા જાતીય શિથિલતા માટે વિઆગ્રા જેવા ઔષધોનો ઉપયોગ કરતા લાખો પુરુષોને સ્કીન કેન્સર થવાનું જોખમ વધતું હોવાની ચેતવણી નવા સંશોધનમાં અપાઈ છે. સ્વીડનમાં ૪,૦૦૦થી વધુ પુરુષો પરના અભ્યાસમાં જણાવ્યું હતું કે ઔષધોનો સિંગલ કોર્સ લેનારા ૩૩ ટકા પુરુષોને સ્કીન કેન્સર થવાનું વધુ જોખમ રહેલું ચે, જ્યારે મલ્ટિપલ પ્રીસ્ક્રિપ્શન લેનારા પુરુષો માટે જોખમ ૨૦ ટકા વધે છે. ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝર દ્વારા તૈયાર કરાયેલી વિઆગ્રા ૧૯૯૯માં બ્રિટનમાં લોન્ચ કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter