• ૨૫ ટકા વડીલોને કેર હોમમાં બેડની સુવિધા નહિ

Tuesday 10th October 2017 08:03 EDT
 

૮૦ અને તેથી વધુની વયના લોકોની સંખ્યામાં થઈ રહેલા વધારાને લીધે આગામી પાંચ વર્ષમાં ૨૫ ટકા વડીલોને કેર હોમમાં બેડની સુવિધા નહિ મળે. ઈંગ્લેન્ડના ડેવોન અને કોર્નવોલ સહિત ૧૪ વિસ્તારોમાં બેડ્સની અંદાજિત ઘટ ૨૫ ટકા અથવા તેથી વધુ થશે. બર્કશાયરના બ્રેકનેલ ફોરેસ્ટમાં બેડની સૌથી વધુ ૫૩ ટકા ઘટ પડશે.

• સાઉથ કોસ્ટમાં ઝેરી દરિયાઈ જીવોની સંખ્યા વધી 

પોર્ટુગીઝ મેન ઓ વોર એટલે કે બ્લૂ બોટલ અને ફ્લોટિંગ ટેરર તરીકે ઓળખાતા ખૂબ ઝેરી દરિયાઈ જીવ બ્રિટનના દક્ષિણ દરિયાકિનારે વધુ પ્રમાણમાં દેખાતા તરવા જતા લોકોને ખૂબ સાવધાન રહેવા તાકીદ કરાઈ હતી. ચક્રવાત અને એટલાંટિકમાં હવામાનમાં થયેલા ફેરફારને લીધે છેલ્લા ૧૫ વર્ષમાં આ વર્ષે આ જીવ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. તે જેલીફિશ જેવા જ હોય છે પરંતુ તેના પર્પલ કલરના ટેન્ટેકલ્સ ૩૨ ફૂટ જેટલા લાંબા હોય છે.

• સોશિયલ કેરમાં વંશીય લઘુમતીની સારી કામગીરી

કેર મિનિસ્ટર જેકી ડોઈલપ્રાઈસે જણાવ્યું હતું કે તમામ પરિવારોએ વંશીય લઘુમતિ કોમ્યુનિટી પાસેથી સોશિયલ કેર બાબતે શીખવું જોઈએ અને વડીલોની સંભાળમાં વધુ જવાબદારી લેવી જોઈએ. વંશીય લઘુમતિના લોકો આ જવાબદારી સ્થાનિકતેમણે ઉમેર્યું હતું કે વ્યક્તિ તકલીફમાં હોય તો તેનો પડોશી તેને મદદ કરે એવી પરિસ્થિતિ બ્રિટનમાં નથી. સોશિયલ કેરની સમસ્યાના ઉકેલ માટે દરેક વ્યક્તિએ પોતે બદલાવું પડશે.

• પરિણામમાં ખામીથી વિદ્યાર્થીના ભાવિને અસર

દર ત્રણ પરીક્ષામાંથી એક પરીક્ષાના કેટલાક વિષયોના પરિણામ યોગ્ય ન હોવાથી અથવા તો ખામી હોવાથી વિદ્યાર્થીની ભાવિ કારકિર્દી પર તેની ખરાબ અસર પડતી હોવાની હેડમાસ્ટર્સ એન્ડ હેડમીસ્ટ્રેસીસ કોન્ફરન્સ (HMC)ના ચેરમેન ક્રિસ કિંગે ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે આ સમસ્યાનો ઉકેલ સાથે મળીને લાવવા સ્કૂલોના વડાઓને અનુરોધ કર્યો હતો.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter