• ‘જીન’ના વેચાણથી ટેક્સની આવકમાં ધરખમ વધારો

Monday 12th June 2017 10:51 EDT
 

આલ્કોહોલ પરની ડ્યૂટીની આવકમાં વિક્રમજનક વધારો થતા ‘જીન’ના શોખીનોને લીધે સરકારી તિજોરીને ફાયદો થયો છે. ગયા વર્ષે સ્પિરિટના વેચાણથી તિજોરીને વધારાની પા બિલિયન પાઉન્ડની આવક થઈ હતી અને શરાબ પર વસૂલાતા ટેક્સની આવક વધીને ૩.૪ બિલિયન પાઉન્ડ પર પહોંચી હતી. નાની ડિસ્ટીલરીઝ દ્વારા બનાવાતા ફ્લેવર્ડ જીન્સની માગમાં વધારો થતાં જીનના વેચાણમાં ઉછાળો આવ્યો છે.

• ટોપ પહેરવા પર પ્રતિબંધ સામે વિદ્યાર્થિનીઓનો ભારે રોષ

ખભો ખૂલ્લો દેખાય તેવા ટોપ પહેરવા પર પ્રતિબંધ મૂકવાના કેન્ટની ગ્રામર સ્કૂલના ફરમાનનો ૧૩૦થી વધુ વિદ્યાર્થિનીઓએ પિટિશન પર સહી દ્વારા વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે સ્કૂલ ગરમીના સમયમાં આ પ્રતિબંધ મૂકીને કિશોરીઓ જાતીય આકર્ષણની વસ્તુ હોવાનું સ્વીકારી રહી છે.

• બોંબ મૂકનારા ડેમન સ્મિથને જેલ નહિસ મદદની જરૂર 

લંડન બ્રિજ ખાતે ગયા ઓક્ટોબરમાં જ્યુબિલી લાઈન ટ્રેઈનમાં બોમ્બ મૂકનારા લંડન મેટ્રોપોલિટન યુનિવર્સિટીના વિદ્યાર્થી ૨૦ વર્ષીય ડેમન સ્મિથની માતાએ જણાવ્યું હતું કે તેના પુત્રને જેલ નહીં મદદની જરૂર છે. સ્મિથને ઈરાદાપૂર્વક વિસ્ફોટક પદાર્થ પાસે રાખવાના ગુનાસર ઓલ્ડ બેલી કોર્ટ દ્વારા ૧૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

• પરિવાર મોડેથી શરૂ કરવા અંડાણુ ફ્રીઝ કરાવતી મહિલાઓ

પરિવાર શરૂ કરવાનો પુરુષો ઈનકાર કરતા હોવાથી મહિલાઓ તેમના અંડાણુ ફ્રીઝ કરાવી રહી છે. ૩૫નીવય પછી મહિલાઓમાં ગર્ભધારણનું પ્રમાણ ઘટી જાય છે. તેની સામે પુરુષો ૫૦ કે તેથી વધુની વયે પણ બાળકોના પિતા બનવા સક્ષમ હોય છે. ૨૦૧૪માં બ્રિટનમાં ૮૧૬ મહિલાએ ભવિષ્યમાં સારવાર કરાવી શકાય તેના માટે અંડાણુ ફ્રીઝ કરાવ્યા હતા. આ સંખ્યા તેના આગળના વર્ષ કરતાં ૨૫ ટકા વધુ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter