માની મમતા સર્વત્ર: ગોરીલા માતાનો પુત્ર પ્રેમ

Tuesday 29th September 2015 14:01 EDT
 
 

મા એટલે મમતાનો મહાસાગર. માની મમતા માનવ જાત જ નહિં પણ પશુ પંખીઅોમાં પણ પહેલી જ નજરે જડી આવે. પ્રસ્તુત તસવીર શિકાગોની બહારના ભાગે આવેલ બ્રુકફિલ્ડ ઝુની છે. જેમાં કમ્બા નામની એેક ગોરીલા માતાએ ઝાચેરી નામના દિકરાને જન્મ આપ્યો હતો. માંડ એક વર્ષના દિકરાની માવજત કેવી રીતે લેવાય તે આ ગોરીલા માતાને શિખવવાની જરા પણ જરૂર નથી. પોતાના નવજાત બાળકને છાતી સરસુ ચાંપીને હુંફ આપતી માતાની મમતા તસવીરમાં સ્પષ્ટ જણાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તાજેતરમાં અમેરિકામાં પોતાના પ્રવચન દરમિયાન માતાની મમતાની વાત કરતા ગળગળા થઇ ગયા હતા. આમ વડા પ્રધાન હોય કે આમ માનવી, માતાની મમતાથી કોઇ અજાણ નથી. અલભ્ય ગણાતી ગોરીલા જાતીનો નવો વારસ આપણા માનવ સમુદાયને કુદરતની વધુ નજીક લાવશે એમાં જરા પણ શંકા નથી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter