દુનિયાના કોઇ પણ ખુણે રહેતા ગુજરાતી ભાષાના જાણકારે પાયાનું ઇંગ્લીશ શિખવું હોય તો તેઅો ઘરે બેઠા બીલકુલ નિ:શુલ્ક ઇંગ્લીશ શિખી શકે તે માટે સુરતના ભાલચંદ્ર કર્ણિક શિક્ષણ કેન્દ્રના શ્રી રાજેન્દ્ર કર્ણિકે વિશેષ વિડિયો તૈયાર કર્યા છે.
પાયાનું પુરેપુરું ઇંગ્લીશ વ્યાકરણ શિખવવા માટેના આ તમામ વિડિયો તેમણે યુ ટ્યુબ પર અપલોડ કર્યા છે. યુ ટ્યુબ પર જઇને માત્ર ઇંગ્લીશમાં RAJENDRA KARNIK ટાઇપ કરી ક્લીક કરવાથી વિભાગ વાર સરળ ગુજરાતી ભાષામાં સમજાવવામાં આવેલા સાત વિડિયો મળશે. જેનો ક્રમ મુજબ અભ્યાસ કરવાથી ઇંગ્લીશ શિખી શકાશે. આમ છતાં કોઇ ગુંચવણ હોય તો [email protected] ઉપર ઇમેઇલ કરી પોતાની મુશ્કેલી જણાવવાથી ઇમેઇલ દ્વારા સમજ આપવામાં આવશે.