એશિયન એચિવર્સ એવોર્ડ-૨૦૧૮માં વ્યક્તિવિશેષોનું સન્માન

Met પોલીસના વડા નીલ બાસુ સહિત મહાનુભાવોનું એશિયન એચીવર્સ એવોર્ડથી સન્માન

- રુપાંજના દત્તા Friday 21st September 2018 03:07 EDT
 
 

લંડનની પાર્ક લેન પર આવેલી ગ્રોવનર હાઉસ હોટલમાં ગઈ ૧૪ સપ્ટેમ્બરે યોજાયેલા શાનદાર સમારોહમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં યશસ્વી યોગદાન આપનાર વ્યક્તિવિશેષોનું ૧૮મા વાર્ષિક એશિયન એચીવર્સ એવોર્ડ્ઝથી સન્માન કરવામાં આવ્યું હતું.

એવોર્ડના ગૌરવશાળી વિજેતાઓમાં મેટ્રોપોલિટન પોલીસના નેશનલ લીડ ફોર કાઉન્ટર ટેરરિઝમ અને Met પોલીસ ના સ્પેશિયાલિસ્ટ ઓપરેશન્સના હેડ આસિસ્ટન્ટ કમિશનર નીલ બાસુ, પેરા ક્લાઈમ્બર અનુશે હુસૈન, સીરીયલ આંત્રપ્રિન્યોર આદર્શ રાડિયા, યુનિકોર્ન સ્ટાર્ટ – અપ ઓક નોર્થના સીઈઓ રિશી ખોસલા, મેન્ટલ હેલ્થ કેમ્પેનર પોપ્પી જામન અને BBC ન્યૂઝ પ્રેઝન્ટર બબીતા શર્માનો સમાવેશ થાય છે.

આ એવોર્ડઝ દ્વારા આર્ટ્સ અને મીડિયા, સ્પોર્ટ્સ, કોમ્યુનિટી સર્વિસ, વ્યવસાયો, યુનિફોર્મ્ડ સર્વિસિસ અને બિઝનેસના ક્ષેત્રની વિશિષ્ટ બ્રિટિશ એશિયન પ્રતિભાઓનું બહુમાન કરાયું હતું.

આ પ્રસંગે બિલ્યોનેર જી પી હિંદુજા, લોર્ડ સ્વરાજ પૌલ, લોર્ડ ડોલર પોપટ, ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલ, પ્રોફેસર સર માલ્કમ ગ્રાન્ટ CBE, NHS ઈંગ્લેન્ડના ચેરમેન, સંખ્યાબંધ સેલિબ્રિટિઝ, આંત્રપ્રિન્યોર્સ, સાંસદો, વિવિધ ઈન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ, સિનિયર પ્રોફેશનલ્સ અને યુનિફોર્મ્ડ સર્વિસિસના મેમ્બર્સ સહિત ૮૦૦ જેટલા અતિથિ ઉપસ્થિત રહ્યા હતા.

યુકેમાં બ્રિટિશ એશિયનોએ મેળવેલી શ્રેષ્ઠ સિદ્ધિઓને બીરદાવવાની બાબતે આ એવોર્ડ્ઝ પ્રતિષ્ઠિત ગણાય છે. આ એવોર્ડ્ઝની શરૂઆત વર્ષ ૨૦૦૦માં કરાઈ આવી હતી. દર વર્ષે આ એવોર્ડ્ઝનું આયોજન ૪૫ વર્ષ જૂના પ્રિન્ટ અને ઓનલાઈન ન્યૂઝ વીક્લી ‘Asian Voice’ અને ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક Asian Business Publications Ltd દ્વારા કરવામાં આવે છે. સમારોહના હોસ્ટ તરીકે ઈસ્ટેન્ડર્સ સ્ટાર નીતિન ગણાત્રા અને KISS FMના નીવ સ્પેન્સરે સેવા આપી હતી.

આ અગાઉ એવોર્ડ્ઝના નોમિનેશન માટે કરાયેલા અનુરોધને ‘એશિયન વોઈસ’, ‘ગુજરાત સમાચાર’ના વાચકો અને વિશાળ જનસમુદાય તરફથી જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો. તેના વિશે ABPL Groupના ચેરમેન સી બી પટેલે જણાવ્યું હતું, ‘ જેમ જેમ વર્ષ વીતતા જાય છે તેમ આ એવોર્ડ્ઝની પ્રતિષ્ઠિતતા અને લોકપ્રિયતા વધતી જાય છે અને આ વખતે ફરીથી અમને સંખ્યાબંધ નોમિનેશન્સ મળ્યા હતા જે વિવિધ ક્ષેત્રોમાં બ્રિટિશ એશિયનોની સફળતા સતત વધી રહી હોવાનો સંકેત છે.

એવોર્ડ્ઝ સમારોહને સફળતાની શુભકામના પાઠવતા પોતાના સંદેશામાં વડા પ્રધાન થેરેસા મેએ જણાવ્યું હતું,‘ ટોચના હોદ્દાઓ પર વિવિધ બેકગ્રાઉન્ડના લોકોની નિમણુંક માટે હું ગૌરવની લાગણી અનુભવું છું. આપણે હજુ ઘણું આગળ વધવાનું છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ, સરકાર જે દેશની સેવા કરે છે તે હજુ સારી રીતે થાય અને સમગ્ર યુકેના લોકો માટે તકોનું સર્જન કરનારી નવી પેઢીને જોવા હું સંકલ્પબદ્ધ છું.’

સમારોહને સંબોધતા ABPL Groupના ચેરમેન સી બી પટેલે જણાવ્યું હતું,‘ અમે એશિયન સમુદાયના જે વ્યક્તિવિશેષોના કામ અને યોગદાનથી સમાજ પરિચિત નથી તેમને બીરદાવીએ છીએ. તેમાંના મોટાભાગના લોકો અહીં માઈગ્રન્ટ્ તરીકે આવેલા છે. તેમણે તેમના સમાજ અને વ્યાવસાયિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ બ્રિટિશ સમાજ અને યુકેના અર્થતંત્રમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

મલ્ટિમિલ્યોનેર અને હોટલોના માલિક તથા બર્મિંગહામના બાલાજી મંદિરના ટ્રસ્ટી અને ભારતીય વિદ્યા ભવનના ચેરમેન જોગીન્દર સાંગેરને ‘એડિટર્સ એવોર્ડ ફોર કોન્ટ્રિબ્યુશન ટુ બિઝનેસ,કલ્ચર એન્ડ ફિલાન્થ્રોપી’ એનાયત કરાયો હતો.

NHSમાં લાંબા સમયથી કાર્યરત અને ફિલાન્થ્રોપિસ્ટ ડો. હસમુખ શાહ BEMને ‘લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરાયા હતા.

મલ્ટિ એવોર્ડ વિનીંગ કેટરીંગ એન્ડ ઈવેન્ટ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ સંજય ફૂડ્સના સીઈઓ અતુલ લાખાણીને ‘બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ’ એનાયત કરાયો હતો.

પ્રતિષ્ઠિત પ્રોપર્ટી ડેવલપર અને ફિલાન્થ્રોપીસ્ટ વ્રજ પાણખાણિયાને ‘પ્રિ-એમિનન્ટ પર્સનાલિટી ઓફ ધ યર’ એવોર્ડ અપાયો હતો.

એશિયન એચીવર્સ એવોર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં જુદી જુદી ચેરિટી માટે ૧.૫ મિલિયન પાઉન્ડનું ભંડોળ એકત્ર કરાયું હતું. આ વર્ષે માથા અને ગળાના કેન્સરના સંશોધન માટે અગ્રણી ચેરિટી ફંડિંગ ઓરેકલ કેન્સરની મદદ માટે સારી રકમ એકત્ર કરી હતી. લોર્ડ જેફરી આર્ચરે ચેરિટી ઓક્શનની યજમાની કરી હતી.

આફ્ટર પાર્ટીમાં સેલિબ્રિટી સિંગર નવીન કુન્દ્રાએ ઘણાં હીટ ગીતો પર પરફોર્મ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

એશિયન એચીવર્સ એવોર્ડ તેના ૧૮મા વર્ષમાં છે ત્યારે આપે યુકેમાં એશિયન સમુદાયના ઘણાં લોકોની પ્રતિભા અને સિદ્ધિઓને બહાર લાવવાનું કામ કર્યું છે. આ એવોર્ડ્ઝને લીધે આપણા સમાજની છબી વધુ આકર્ષક બની છે અને યુકેના જીવનના તમામ ક્ષેત્રોમાં આપણે આપેલા યોગદાનને પણ પ્રકાશમાં લાવી શક્યા છીએ.

એવોર્ડ વિજેતા

પ્રોફેશનલ ઓફ ધ યર

ડો. અનિલકુમાર ઓહરી - હેલ્થકેર આંત્રપ્રિન્યોર અને રીજન્ટ્સ પાર્ક હેલ્થકેરના સીઈઓ

સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર

અનુષી હુસૈન – પેરાક્લાઈમ્બર અને પબ્લિક સ્પીક

એચીવમેન્ટ ઈન મીડિયા, આર્ટ્સ એન્ડ કલ્ચર

બબીતા શર્મા - BBC ન્યૂઝ એન્કર અને ડોક્યુમેન્ટેરિયન

એચીવમેન્ટ ઈન કોમ્યુનિટી સર્વિસ

પોપ્પી જામન OBE – મેન્ટલ હેલ્થ ફર્સ્ટ એઈડ ઈંગ્લેન્ડના સીઈઓ અને કો-ફાઉન્ડર

યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસિસ

નીલ બાસુ - નેશનલ હેડ ઓફ કાઉન્ટર ટેરરિઝમ અને મેટ્રોપોલિટન પોલીસ આસિસ્ટન્ટ કમિશનર

આંત્રપ્રિન્યોર ઓફ ધ યર

આદર્શ રાડિયા - ઈન્ડિયન રેસ્ટોરન્ટ ચેઈન ઢિશુમ અને આઈવેર સ્ટાર્ટ અપ KITEના સ્થાપક

વુમન ઓફ ધ યર

તૃષ્ણા ભરાડિયા - મલ્ટિપલ સ્ક્લેરોસિસ એન્ડ ડિસેબિલિટી અવેરનેસ કેમ્પેનર

બિઝનેસ પર્સન ઓફ ધ યર

રિશી ખોસલા - આંત્રપ્રિન્યોર અને યુનિકોર્ન સ્ટાર્ટ-અપ ઓક નોર્થ બેન્કના સીઈઓ

લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ

ડો. હસમુખ શાહ BEM

વેલ્શ ડિવિઝન ઓફ બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજીન (BAPIO)ના ઓનરરી સેક્રેટરી

બિઝનેસ ઓફ ધ યર

અતુલ લાખાણી - સંજય ફૂડ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ

એડિટર્સ ચોઈસ એવોર્ડ ફોર ફિલાન્થ્રોપી એન્ડ કોમ્યુનિટી લીડરશીપ

જોગીન્દર સાંગેર – આંત્રપ્રિન્યોર અને હોટેલિયર

પ્રિ- એમિનન્ટ પર્સનાલિટી ઓફ ધ યર

વ્રજ પાણખાણિયા - પ્રોપર્ટી ડેવલપર અને ફિલાન્થ્રોપીસ્ટ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter