એક વ્યક્તિ અહિંસાનો ભાવિ જીવનમાર્ગ અપનાવી શકે તો વ્યક્તિઓના જૂથો, બધાં દેશો આ ન કરી શકે?ઃ ગાંધીજી

Wednesday 18th March 2015 06:49 EDT
 
 

લંડનઃ ગાંધીપ્રતિમાના અનાવરણ સમારોહમાં મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચને વિશ્વશાંતિ વિશેના મહાત્મા ગાંધીના વિચારોનું ‘Non-Violent Way To World Peace’ પુસ્તકમાંથી પઠન કર્યું હતું. આ પુસ્તકમાં ગાંધીજીએ લખ્યું છેઃ

‘ભવિષ્ય વિશે આજે છે તેના કરતા અગાઉ કદાચ કદી આવી અટકળો ન હતી. શું આપણું વિશ્વ હંમેશાં હિંસામય રહેશે? શું હંમેશાં ગરીબી, ભૂખમરો અને દુઃખ જ રહેશે? શું આપણે ધર્મમાં મજબૂત અને વ્યાપક માન્યતા ધરાવતાં રહીશું કે વિશ્વ ઈશ્વરહીન બની જશે? જો સમાજમાં કોઈન મહાન પરિવર્તન લાવવું હોય તો તે પરિવર્તન કેવી રીતે લાવી શકાય? યુદ્ધ થકી કે ક્રાંતિ થકી? અથવા તે શાંતિપૂર્વક લાવી શકાશે?’
‘દરેક વ્યક્તિએ આ પ્રશ્નોનાં અલગ અલગ ઉત્તર આપ્યાં છે. દરેક વ્યક્તિએ પોતાની આશા અને ઈચ્છા અનુસાર આવતીકાલના વિશ્વની યોજના ઘડી છે. હું માત્ર માન્યતાના આધારે નહિ, પરંતુ ખાતરીપૂર્વકનો ઉત્તર વાળું છું. આવતીકાલનું વિશ્વ અહિંસા પર આધારિત સમાજ હોવો જોઈએ અને બનશે. આ પ્રથમ નિયમ છે અને તેમાંથી અનેક આશીર્વાદનો પ્રવાહ આવશે. આ લક્ષ્ય કદાચ દૂરવર્તી, અવ્યવહારુ આદર્શ લાગશે, પરંતુ તે હાંસલ કરવું મુશ્કેલ તો નથી જ, કારણ કે તેના માટે અહીં અને અત્યારે જ કામ કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ અન્ય કોઈની રાહ જોયા વિના જ અહિંસાનો ભાવિ જીવનમાર્ગ અપનાવી શકે છે. જો એક વ્યક્તિ આ કરી શકતી હોય તો વ્યક્તિઓના સમગ્ર જૂથો, બધાં દેશો કેમ આ ન કરી શકે? માણસ કંઈ પણ આરંભ કરતાં ઘણી વખત ખચકાય છે કારણ કે આ લક્ષ્ય સંપૂર્ણપણે હાંસલ કરી નહિ શકાય તેમ તેને લાગે છે. આ માનસિકતા જ પ્રગતિની દિશામાં મોટો અવરોધ છે - દરેક માણસ જો ઈચ્છે તો આ અવરોધ દૂર કરી શકે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter