એશિયન વોઈસમાં કાર્ય શીખવાનો અદ્ભૂત અનુભવ

માર્કસ પારેખ Tuesday 12th July 2016 15:06 EDT
 

ABPL ગ્રૂપના અંગ્રેજી અખબારમાં કાર્ય કરવામાં મેં સપ્તાહ વીતાવ્યા હતા અને મારી કામગીરીનો સમય ઘણો ઓછો હોવાં છતાં તે અનુભવ મારા માટે સમૃદ્ધ અને માહિતીપ્રદ બની રહ્યો. સોમવારે હું કાર્ય પર આવ્યો ત્યારે મારે શું કામગીરી કરવાની હશે તે બાબતે હું અચોક્કસ હતો. શું હું માત્ર કોફી-મેકર બની રહીશ? અથવા તો ઘણા પ્રતિભાશાળી જર્નાલિસ્ટ્સ કે સેલ્સ પ્રતિનિધિઓનો પડછાયો બનીને રહીશ? એક બાબતની તો મને અપેક્ષા જ ન હતી કે પહેલા દિવસથી જ મને લખવાની તક મળશે. લેખિત શબ્દોના સૌંદર્ય થકી પહેલા જ દિવસથી મારી જાતને અભિવ્યક્ત કરવાની અકલ્પનીય તક મળે તો કેવું લાગે?

ન્યૂઝપેપરની જાદુઈ છડી સમાન અને વડીલનેતા સી. બી. પટેલે મારામાં સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા દર્શાવ્યા હતા. પ્રથમ જ મીટિંગમાં મેં હાજરી આપી તેમાં તેમણે સ્ટાફના જ એક વ્યક્તિ તરીકે મારી સાથે વ્યવહાર કર્યો હતો. તેમણે મને વિવિધ વિચારો અને વિકલ્પો આપ્યા અને મને છૂટો મૂકી દીધો. મંગળવારની સવારે તો ભારતીય રિઝર્વ બેન્કમાંથી રઘુરામ રાજનની વિદાયથી અનિશ્ચિતતાના વાદળો વિશેની કોમેન્ટ મેં લખી નાખી હતી. બુધવારે સવારે હું કામ પર આવ્યો ત્યારે ઈયુ રેફરન્ડમની વિઘટનકારી અસરો વિશે મારો અભિપ્રાય ફ્રન્ટ પેજ પર પથરાયેલો જોઈને હું સાનંદાશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો હતો.

આ પછી તો બ્રેક્ઝિટનો સમય આવ્યો. આ પછીના ૧૦ દિવસ ભારે વ્યસ્ત અને તનાવપૂર્ણ રહ્યાં હતાં, ત્યારે સીબી અને એસોસિયેટ એડિટર રુપાંજના દત્તા તેમના શાંત અને સંભાળયુક્ત પ્રભાવથી મને માર્ગદર્શન આપતાં રહ્યાં હતાં. ફરી એક વખત મને મુક્ત લખાણ વખવા મળ્યું. ટીમ દ્વારા કોઈ પૂર્વગ્રહ દર્શાવવાના કે લખાણમાં શું લખવું તેના વિશે સૂચના આપવાના પ્રયાસ થયા ન હતા. મને મારી રીતે લખવા અને અભિવ્યક્તિ કરવાની સંપૂર્ણ છૂટ મળી હતી. સતત બીજી વખત ફ્રન્ટ પેજ પર મને સ્થાન અપાયું તે મારા માટે અકલ્પનીય ગૌરવની પળ હતી.

એશિયન વોઈસની સમગ્ર ટીમનો હું આભારી છું. અન્ય કોઈ કાર્યસ્થળે મે અનુભવ્યું ન હોય તેવું વિશ્વાસનું પ્રમાણ તેમણે દર્શાવ્યું હતું. તેમણે મને માર્ગદર્શન આપ્યું. રુપાંજનાએ મારા નિમ્નસ્તરના લખાણ સમયે આવતી હતાશાની પળોમાં મને મદદ કરી હતી. ગ્રાફિક્સની ટીમે ન્યૂઝપેપર ઓર્ગેનાઈઝેશન અને લે-આઉટના મહત્ત્વ સમજાવ્યા હતા. સૌથી મહત્ત્વની વાત તો એ રહી કે સીબી દ્વારા મને જે તક અપાઈ હતી, તેવી તક ઘણાં ઓછાં લોકો આપે છે. તેમણે મને ખુદ પ્રકાશિત થવાની તક આપી અને મારી ભાવિ કારકીર્દિના પાયાની પ્રથમ ઈંટો તેમણે નાખી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter