કોરોના વાઈરસ ફંડમાં વધુ £૧૪.૫ બિલિયન ઉમેરાયા

Wednesday 15th April 2020 05:48 EDT
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ ઈમર્જન્સી રિસ્પોન્ડ ફંડમાં વધુ ૧૪.૫ બિલિયન પાઉન્ડનો ઉમેરો કર્યો હતો, જેમાં NHS, કાઉન્સિલ્સ અને રેલ્વેઝ માટે રોકડ રકમનો સમાવેશ થાય છે. લોકડાઉન અગાઉ આ ફંડ ૫ બિલિયન પાઉન્ડ હતું. નવા ફંડમાં આરોગ્ય સેવાઓ માટે વધુ ૬.૬ બિલિયન પાઉન્ડ, કાઉન્સિલો માટે ૧.૬ બિલિયન પાઉન્ડ તેમજ રેલવેઝ માટે ૩.૫ બિલિયન પાઉન્ડનો સમાવેશ કરાયો હતો.

ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ સામે જંગમાં NHS હોસ્પિટલ્સ સહિત જાહેર સેવાઓને વધુ મજબૂત બનાવવા કોરોના વાઈરસ ઈમર્જન્સી રિસ્પોન્ડ ફંડમાં વધુ ૧૪.૫ બિલિયન પાઉન્ડ  ઉમેર્યા છે. ચાન્સેલરે જણાવ્યું હતું કે આપણી જાહેર સેવાઓ અને તેના બહાદુર વર્કર્સ આપણને સુરક્ષિત રાખવા હિંમતપૂર્વક કામ કરી રહ્યા છે. આપણે તેમના પર આધારિત છીએ. વાઈરસનો સામનો કરવા તેમને જરૂરી તમામ સામગ્રી અને સાધનો આપવા આપણે બધું જ કરીશું.

આરોગ્યસેવાને હોસ્પિટલ બેડ્સ મફત કરવા, વેન્ટિલેટર્સ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ્સ અને સ્ટાફ માટે સુરક્ષા ઉપકરણો મેળવવા વધુ ૬.૬ બિલિયન પાઉન્ડ આપવામાં આવશે. રેલવેઝ માટે ૩.૫ બિલિયન પાઉન્ડ તેમજ સ્કોટલેન્ડ, વેલ્શ અને નોર્ધર્ન આયર્લેન્ડ સરકારોને કુલ ૧.૯ બિલિયન પાઉન્ડ આપવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter