કોવિડ-૧૯ના પણ ત્રણ પ્રકાર

Wednesday 15th April 2020 06:11 EDT
 

 લંડનઃ કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ ડિસેમ્બરથી માર્ચના ગાળામાં કોરોના વાઈરસના જિનેટિક ઈતિહાસનો અભ્યાસ કર્યો છે. તેમને ત્રણ ભિન્ન છતાં ગાઢપણે સંકળાયેલા A, B અને C પ્રકાર જોવાં મળ્યા છે. મૂળ વાઈરસ ‘A’ પેન્ગોલિન નામના પ્રાણીથી ચામાચીડિયામાં થઈને માનવીને ચેપ લગાવવા માટે જવાબદાર છે, જે ચીનમાં સૌથી સામાન્ય નથી. વાસ્તવમાં મહામારીના મૂળ ચીન પર ટાઈપ ‘B’ વાઈરસનો હુમલો થયો હતો અને ક્રિસમસ પૂર્વસંધ્યા પહેલા જ ફેલાવા લાગ્યો હતો.

સંશોધનના પરિણામો દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયા અને યુએસએમાં સૌથી વધુ હુમલો ટાઈપ ‘A’નો છે જ્યારે યુકે પર ટાઈપ ‘B’ વાઈરસનું આક્રમણ થયેલું છે. અન્ય ત્રીજો વિશિષ્ટ પ્રકાર ‘C’ ખરેખર ટાઈપ ‘B’ માંથી ઉતરી આવેલો છે અને સિંગાપોર થઈને યુરોપમાં પગપેસારા સાથે ફેલાયો છે. વિજ્ઞાનીઓ માને છે કે સત્તાવારપણે ‘SARS-CoV-2’ તરીકે ઓળખાવાતો વાઈરસ અલગ અલગ વસ્તીઓમાં ઈમ્યુન સિસ્ટ્મ્સના પ્રતિકાર પર કાબુ મેળવવા સતત બદલાતો રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter