ફેસ માસ્ક પહેરવા કે ના પહેરવાનો વિવાદ

WHO કહે છે કે હેલ્થકેર વર્કર્સ અને ટેસ્ટ પોઝિટિવ પેશન્ટે જ ફેસ માસ્ક પહેરવો જોઈએઃ ફેસ માસ્ક પહેરવાની જરૂર નથી કારણકે તેનાથી ચેપ લાગતો અટકે છે તેવા કોઈ પુરાવા નથી

Wednesday 15th April 2020 06:18 EDT
 
 

લંડનઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ માસ્ક સંબંધિત નવા પૂરાવાની સમીક્ષા કરવાની ફરજ પડી છે. સંસ્થાએ જણાવ્યું છે કે તંદુરસ્ત લોકો ફેસ માસ્ક પહેરે તો તેને કોરોના વાઈરસનો ચેપ લાગતો અટકશે તેવા કોઈ પૂરાવા નથી અને હેલ્થકેર વર્કર્સ અને ટેસ્ટ પોઝિટિવ પેશન્ટે જ ફેસ માસ્ક પહેરવો જોઈએ. યુકેના હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક પણ કહે છે કે તંદુરસ્ત બ્રિટિશરોએ માસ્ક પહેરવાની જરૂર ન હોવાનું કહ્યું છે કારણકે તેની ઉપયોગિતા સિદ્ધ થઈ નથી. આ સલાહો હોંગ કોંગથી નવા અભ્યાસોના તારણો વિપરીત છે જે અનુસાર સામૂહિકપણે માસ્ક ઈસ્યુ કરવાથી મહામારીને અંકુશમાં રાખી શકાઈ હશે.

સોમવારે પ્રસિદ્ધ નવી ગાઈડલાઈન્સમાં WHO જણાવે છે કે લોકોએ બહાર જવામાં ફેસ માસ્ક પહેરવાની જરૂર નથી કારણકે તેનાથી ચેપ લાગતો અટકે છે તેવા કોઈ પુરાવા નથી. બીજી તરફ, યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC) દ્વારા તમામ એમેરિકન્સને પેસ માસ્ક પહેરવા અપીલ કરાઈ છે. તેણે તો વધુમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રવાસ અથવા સુપરમાર્કેટ્સમાં જતી વખતે પણ સ્કાર્ફમાંથી હાથે બનાવેલા માસ્ક્સ પહેરવાની પણ સલાહ આપી છે.

માસ્કની અસરકારતા વિશે વિજ્ઞાનીઓમાં ભાગલા પડી ગયા છે. કેટલાક દાવો કરે છે કે ઘણા લોકોને તેમને ચેપ લાગ્યાની કે બીમારીની જાણ હોતી નથી ત્યારે આવા લક્ષણો વિનાના (Asymptotic) પેશન્ટ્સ દ્વારા ચેપના પ્રસારને માસ્ક્સથી અટકાવી શકાય છે. અન્યોની દલીલ છે કે સૌથી લોકપ્રિય સર્જિકલ માસ્ક ઘણા પાતળા, ફિટિંગ વિનાના અને છિદ્રાળું હોય છે જેમાંથી અતિ સુક્ષ્મ વાઈરલ પાર્ટિકલ્સ પસાર થઈ જવાનું સહેલું હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા સ્વીકારે છે કે લક્ષણો ન દેખાય તેવા લોકો દ્વારા ચેપ ફેલાઈ શકે છે પરંતુ, તે માસ્કના મોટા ફિલ્ટર્સમાંથી નાના ટીપાં-બિંદુ તરીકે અથવા ચેપગ્રસ્ત સપાટીઓ મારફતે જ પ્રસરી શકે છે. વિશ્વસંસ્થાની નવી સલાહ અનુસાર કોરોનાના લક્ષણો ધરાવતા લોકોએ માસ્ક પહેરવાં જોઈએ, એકાંતવાસમાં રહેવું જોઈએ અને એમ્બ્યુલન્સને કોલ કરવો જોઈએ. પેશન્ટની નજીક રહેનારે જ માસ્ક પહેરવો જોઈએ.

બ્રિટિશ વિજ્ઞાનીઓ કહે છે કે વૃદ્ધો અને અશક્ત લોકોએ જીવલેણ વાઈરસથી રક્ષણ મેળવવા માસ્ક પહેરવાં જોઈએ. વૈજ્ઞાનિક સાહિત્યની સમીક્ષામાં યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એન્જલિઆના સંશોધકોને જણાયું હતું કે માસ્કમાં ભીડવાળા વિસ્તારોમાં વાઈરસનો ચેપ લાગવાથી બચાવી શકે તેવી ઘણી ઓછી રક્ષણાત્મક અસર હોય છે. ચેપ જલ્દી લાગી શકે તેવા અશક્તોએ પબ્લિક ટ્રાન્સપોર્ટ્સ, સુપરમાર્કેટ્સ અથવા હોસ્પિટલોમાં માસ્ક પહેરવો જ જોઈએ. જોકે, સામાન્ય વસ્તીને માસ્ક પહેરવાની સલાહ આપવા જેવા મજબૂત પૂરાવા મળતા ન હોવાનું તેઓ કહે છે.

સાઉથ કોરિયા, જાપાન, સિંગાપોર અને હોંગ કોંગમાં લોકોને લાખો માસ્ક વહેંચવામાં આવે છે અને ચીનની ઘણી નજીક હોવાં છતાં, જાહેર આરોગ્યના કડક નિયંત્રણોના મોટા પાયે રોગચાળાને અટકાવવામાં સફળતા મળી છે. બીજી તરફ, ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શનના ડાયરેક્ટર જનરલ જ્યોર્જ ગાઓએ કહ્યું છે કે યુએસ અને યુરોપમાં લોકો માસ્ક પહેરતા નથી તે મોટી ભૂલ કરી રહ્યા છે. તેઓ કહે છે કે,‘આ વાઈરસ ડ્રોપલેટ્સ અને નિકટના સંપર્કથી ફેલાય છે. તમારે માસ્ક પહેરવા જ જોઈએ કારણકે તમે બોલો છો ત્યારે પણ તમારા મોંમાંથી ડ્રોપલેટ્સ બહાર ફેંકાય છે. ઘણાં લોકોને કોરોનાનાં કોઈ લક્ષણો દેખાતાં નથી. જો તેમણે ફેસ માસ્ક પહેરેલો હોય તો ડ્રોપલેટ્સથી વાઈરસ બહાર ફેંકાતા અટકાવવા સાથે અન્યોને ચેપ લગાડવાથી બચાવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter