લંડનઃ યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મર તેમના ડેલિગેશન સાથે બે દિવસની ભારત મુલાકાતે 8 ઓક્ટોબરના બુધવારના રોજ મુંબઇ પહોંચ્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્રના ગવર્નર આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સહિતના નેતાઓએ એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કર્યું હતું.