મિશેલ ઓબામાને બનારસી સાડીની ભેટ

Wednesday 28th January 2015 09:55 EST
 
 

ક્રીમ કલરની કઢુઆની સિલ્ક સાડીને ત્રણ અનુભવી વણકરોએ સોના-ચાંદીના તારનો ઉપયોગ કરીને કોઇપણ જાતની મશીનરીનો ઉપયોગ કર્યા વગર પોતાના હાથો વડે તૈયાર કરી છે. આ સાડીનું વજન ૪૦૦ ગ્રામ છે અને તેની કિંમત આશરે દોઢ લાખ રૂપિયાની થાય છે. સાડી બનાવનાર અબ્દુલ મતીન ત્રણ પેઢીથી હસ્તવણાટ દ્વારા સાડીઓ બનાવવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે મિશેલ ઓબામા માટે તૈયાર કરવામાં આવેલી સાડીઓને સોમવારે નવી દિલ્હી મોકલાઇ હતી. મતીને જણાવ્યું હતું કે બનારસી સાડી પ્રત્યે મિશેલ ઓબામાના મોહને ધ્યાનમાં રાખીને ઓબામાના નજીકના ભારતીય-અમેરિકી ફ્રેન્ક ઇસ્લામના પત્ની ડેબી ડ્રાઈસમેનએ સાડી બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. કઢુઆ સિલ્કની સાડી ખાસ માનવામાં આવે છે.
મતીને ઉમેર્યું હતું કે મિશેલને કઢુઆ સિલ્ક સાડી ભેટમાં આપવાનો હેતુ આ પ્રકારની રંગબેરંગી સાડીઓને પોતાના હાથથી તૈયાર કરનારા વણકરોના હાથના જાદુને આંતરરાષ્ટ્રીય સમુદાયનાં લોકો વચ્ચે પહોંચાડવાનો છે. બનારસના સિલ્કની સાડીઓના વેપારીઓને એક સંસ્થા વારાણસી વસ્ત્રઉદ્યોગ સંઘે નવી દિલ્હીમાં સો સાડીઓ મોકલી છે.

ભારતીયે ડિઝાઇન કરેલા પરિધાનમાં મિશેલ આવ્યાં

મિશેલ ઓબામા તેમના પહેરવેશને લઇને ઘણા ચીવટવાળાં છે, તેઓ જ્યારે ઓબામાની સાથે ભારતમાં આવ્યાં ત્યારે તેમણે જે ડ્રેસ પહેર્યો હતો તેને એક ભારતીય મૂળના ડિઝાઇનર બીભૂ મહાપાત્રાએ તૈયાર કર્યો હતો. ન્યૂ યોર્કમાં ફેશન ડિઝાઇનર તરીકે કામ કરી રહેલા બીભૂએ ઈન્ડો વેસ્ટર્ન થીમ પર આ ડ્રેસ મિશેલ માટે ડિઝાઇન કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter