યુકેસ્થિત ટાન્ઝાનિયન ડાયસ્પોરા દ્વારા આઝાદીના લગભગ છ દાયકાની ઉજવણી

Wednesday 18th December 2019 04:26 EST
 

લંડન: પ્રેસિડેન્ટ જહોન માગુફૂલીએ ૯મી ડિસેમ્બરને સોમવારે અગાઉના સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત થયેલા ટાન્ઝાનિયાની આઝાદીના ૫૮ વર્ષની ઉજવણી કરી હતી. મરી મસાલા માટે પ્રખ્યાત ઝાંઝીબાર ટાપૂનું વિલિનિકરણ થતાં તે ટાંગાન્યિકામાંથી ટાન્ઝાનિયા બન્યું હતું. ટાન્ઝાનિયા, ૯ ડિસેમ્બર ૧૯૬૦ના દિવસે સંપૂર્ણ આઝાદી મેળવનાર ઈસ્ટ આફ્રિકાનો પહેલો દેશ હતો. ૨૦મી સદીના પ્રારંભથી હીરાનું ડિસ્ટ્રિબ્યુશન અને કામ દેશના અર્થતંત્રના મુખ્ય પાયાઓ પૈકી એક બની ગયું હતું.

ઘણાં કારણોસર યુકેમાં સ્થળાંતર કરીને આવેલા વિવિધ વયજૂથ, વ્યવસાય અને જાતિના ટાન્ઝાનિયાવાસીઓનો ઈતિહાસ લાંબો અને જટિલ છે. ૧૯૭૨માં યુગાન્ડામાંથી એશિયનોને હાંકી કઢાયા ત્યારપછી યુકેમાં સાઉથ એશિયનોની સંખ્યામાં ઘણો વધારો થયો હતો. ટાન્ઝાનિયાથી ઈસ્ટ આફ્રિકન એશિયનોના યુકે તરફના પ્રારંભિક માઈગ્રેશન પછી ૧૯૬૦થી દેશની સ્થાનિક બ્લેક આફ્રિકન વસતિની હાજરી સતત વધતી રહી છે.

લંડનમાં બાર્કિંગ અને ડેગનહામ, હેમરસ્મિથ અને ફૂલ્હામ, લામ્બેથ, લુઈશામ, હેકની અને કેમડન બરોમાં સૌથી વધુ ટાન્ઝાનિયાવાસીઓ વસે છે. વેસ્ટ મીડલેન્ડઝના બર્મિંગહામમાં ૪,૫૦૦થી ૫,૦૦૦, રેડિંગમાં ૩,૫૦૦થી ૪,૦૦૦ અને તેનાથી ઓછા માન્ચેસ્ટરમાં ૩,૦૦૦થી ૩,૫૦૦ મૂળ ટાન્ઝાનિયાના લોકો વસે છે. મિલ્ટન કેન્યાસ ૨,૫૦૦થી ૩,૦૦૦ અને તેની નજીક કોવેન્ટ્રીની વસાહતો તથા નોર્ધમ્પટનમાં અંદાજે ૧,૫૦૦થી ૨,૦૦૦ ટાન્ઝાનિયાવાસી રહેતા હોવાનું મનાય છે.

સ્લાઉ અને લેસ્ટર દરેકમાં ૮,૦૦થી ૧,૫૦૦ ટાન્ઝાનિયન રહીશો વસે છે. જ્યારે લીડ્સ, ગ્લાસગો, કાર્ડિફ અને એડિનબરામાં હજારથી ઓછા પણ સેંકડોની સંખ્યામાં ટાન્ઝાનિયાવાસીઓ રહે છે.

સંખ્યાબંધ લોકોએ ટાન્ઝાનિયાની લગભગ ૬૦ વર્ષની આઝાદીની ઉજવણી માટેના પોતાના મેસેજિસ મોકલ્યા હતા. રઘુવીરભાઈ પટેલે તેમના સંદેશામાં જણાવ્યું હતું,‘ હું ટાન્ઝાનિયામાં ઉછર્યો છું અને યુકેમાં મેં સતત વિકાસ સાધ્યો છે. હું બન્ને દેશ અને તેના લોકોનો આભારી છું.’

અમે પણ ટાન્ઝાનિયા અને તેના નાગરિકોને અમારી હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ.

- એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિ. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter