સિગ્મા ફાર્માસ્યુટિકલ્સની નવમી વાર્ષિક કોન્ફરન્સ બ્રાઝિલમાં યોજાઈ

Wednesday 01st March 2017 09:15 EST
 
 

રીઓ ડી જાનેરીઓ, લંડનઃ સિગ્મા ફાર્માસ્યુટિકલ્સની નવમી વાર્ષિક કોન્ફરન્સ બ્રાઝિલના રીઓ ડી જાનેરીઓ ખાતે ૧૩થી ૧૭ ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી. ફાર્માસિસ્ટ્સ, સપ્લાયર્સ, મેન્યુફેક્ચરર્સ, પ્રેસ અને હેલ્થ પ્રોફેશનલ્સ મોટી સંખ્યામાં શેરેટોન રીઓ ગ્રાન્ડ રિસોર્ટના ગાવીઆ કોન્ફરન્સ હોલમાં ઉમટ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે સિગ્મા કોન્ફરન્સમાં ફાર્મસી વોઈસના ક્લેર વોર્ડે પ્રોસીડિંગ્સનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું.

ડો. ભરત શાહ MDએ અધિવેશનને સત્તાવાર ખુલ્લું મૂકવા સાથે કોન્ફરન્સની થીમ ‘Raising the Bar’નો પરિચય આપ્યો હતો. આ ઈવેન્ટ નિમિત્તે વડા પ્રધાન થેરેસા મેએ તમામ ડેલિગેસ્ટને સંબોધી લખેલા પત્રમાં કોન્ફરન્સ માટે શુભેચ્છા પાઠવવા સાથે ફાર્માસિસ્ટ્સ સ્વતંત્ર સેક્ટર માટે કામગીરી બજાવી રહ્યા છે તેને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. તેમણે ‘ ઉન્નતિશીલ કોમ્યુનિટી ફાર્મસી સર્વિસ’ નિહાળવાની ઈચ્છા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સરકાર આ હાંસલ કરવા કટિબદ્ધ છે. આ પછી, પૂર્વ અને વર્તમાન હેલ્થ સેક્રેટરીઓ, એલિસ્ટર બર્ટ MP અને ડેવિડ મોવાટ MP ના વીડિયો રેકોર્ડિંગ્સ રજૂ કરાયાં હતાં.

કોન્ફરન્સ પ્રોગ્રામમાં ઉપસ્થિત ડેલિગેસ્ટ્સની ધારણા તો એવી જ હતી કે, ફરી એક વખત ‘પરિવર્તનની આવશ્યકતા’, ‘સાથે મળીને કાર્ય કરવું’, ‘NHSના કાપ’, ‘કાંઈક નવતર વિચારવું’ સહિત જૂનાપુરાણા સંદેશાઓ સાંભળવા મળશે. જોકે, નવી પહેલ કરવા તેમજ બહેતર બિઝનેસ મોડેલના સંચાલન માટે વ્યવહારુ, ઈન-ફાર્મસી ઉપાયો પ્રયોજવાની સતત હાકલ સાથેના સ્વતંત્ર દૃષ્ટિબિંદુ થકી કોન્ફરન્સમાં આશ્ચર્ય ફેલાયું હતું.

દેખીતી રીતે જ, પ્રત્યેક વક્તા પાસે કોન્ફરન્સ સમક્ષ રજૂઆત માટે કોઈ મૌલિક અને તાજગીપૂર્ણ વિચાર હતા અને એકસંપ અવાજ માટે લાગણીસભર અપીલ કરનારા ઈઆન સ્ટ્રાચન સહિતના વક્તાઓના પ્રદાનને ડેલિગેટ્સે વધાવી લીધું હતું.

RPS ઈંગ્લિશ ફાર્મસી બોર્ડના અધ્યક્ષ સાન્ડ્રા ગિડ્લીએ ફાર્મસી માટે ‘New World’ને આગળ વધારવા વિશે ઉત્સાહપ્રેરક વિચારો રજૂ કર્યા હતા. તેમણે આ વિચારોના સમર્થનમાં પૂર્વ ઓલિમ્પિક સ્ત્રી-પુરુષ ખેલાડીઓના ઉદાહરણો પણ આપ્યાં હતાં.

ચાર્લ્સ રસેલ સ્પીચલીસના સીનિયર પાર્ટનર અને સિગ્મા કોન્ફરન્સના નિયમિત વક્તા ડેવિડ રેઈઝનરે આગામી જ્યુડિશિયલ રીવ્યુની સંપૂર્ણ અસરો તેમજ ફાર્મસીએ જેના વિશે જાગ્રતિ રાખવી જોઈએ તેવા સંભવિત કાનૂની પરિણામો વિશે રજૂઆત કરી હતી. ભોજનના વિરામ પછી તેમણે પોતાના સાથી કાનૂની પાર્ટનર નોએલ વાર્ડલ સાથે મળી ટીમ ક્વિઝનું આયોજન કર્યું હતું, જે માહિતીપ્રદ રહેવા સાથે ભારે મનોરંજનપૂર્ણ નીવડ્યું હતું.

દિવસના પ્રથમ વીડિયો કોન્ફરન્સિંગમાં બ્રેન્ટ CCGના અધ્યક્ષ ડો. એથી કોંગે ક્લિનિકલ કમિશનિંગ ગ્રૂપ્સ, પ્રાઈમરી કેર અને કોલબરેટિવ ઈન્ટીગ્રેટેડ વર્કિંગ વિશે રજૂઆત કરી હતી. તેમણે કોન્ફરન્સને મેડિકલ પ્રોફેશન સાથે સંલગ્ન રહેવા તેમજ ફાર્મસી કોમ્યુનિટીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા સાથે ખાઈ પૂરવાની કામગીરી બજાવી શકે તેવાં પ્રયાસો કરવા જણાવ્યું હતું. તેમણે એકીકરણના માર્ગ સંબંધે કેટલાંક ચાવીરૂપ નીતિ ચાલકોનું ધ્યાન દોર્યું હતું, જેની કોન્ફરન્સ દ્વારા ભારે કદર કરાઈ હતી. આ સાથે પ્રથમ દિવસનું સમાપન થયું હતું.

બીજા દિવસનો આરંભ CIGની ત્રિમૂર્તિ એડ્રિયન વિસ્ટ્રિચ, રિચાર્ડ થોમસ અને લેસ્લી જ્હોન્સન દ્વારા કરાયો હતો, જેમણે ‘In a shifting landscape’ માં મદદ માટે રસપ્રદ આંકડાકીય અને મીડિયા સાથે સંકળાયેલી તકો દર્શાવતી પ્રભાવશાળી રજૂઆત કરી હતી. તેમની રજૂઆતનું તાત્પર્ય એ હતું કે ટેકનોલોજીમાં આધુનિક ઈનોવેશન્સની મદદથી ફાર્મસી કેવી રીતે ડિજિટલ હેલ્થ મેનેજમેન્ટમાં ખેડાણ કરી શકે છે. આ પછી ફાર્મસીના ચાર ચેમ્પિયન્સ-ઓલુટાયો એરિકાવે, એડેયેમી વિલિયમ્સ, દુષ્યંત પટેલ અને હતુલ શાહ દ્વારા જોશપૂર્ણ રજૂઆતોએ ઓડિયન્સને જકડી લીધું હતું. આ દરેક વક્તાએ નવતર અને પહેલરૂપ માર્ગો થકી તેમના બિઝનેસીસના સંચાલન વિશે અંગત અનુભવોનું વર્ણન કર્યું હતું. ખાસ તો, એડ વિલિયમ્સે તેમની ફાર્મસીમાં ‘ટ્રોપિકલ’ વાતાવરણ ઉભું કરવા સાથે બાળકો કેવી રીતે વૃક્ષ પર લટકતાં વાંદરાઓ જોવા તેમના પેરન્ટ્સને ફાર્મસીમાં લાવતા હતા અને આ રીતે ગ્રાહકો વધ્યા હતા તેની વાત કરી હતી. હેતલ શાહે તેમના ગ્રાહકો સાથે સંબંધો સુધારી ‘વધુ ઊંચાઈએ લઈ જવાં’ ફાર્મસીમાં હાંસલ કરવા અને સ્ટાફને તાલીમ આપવાના અનોખા માર્ગ વિશે જણાવ્યું ત્યારે ડેલિગેટ્સે તેમને ધ્યાનથી સાંભળ્યા હતા. ફાર્મસી ટેક્નિશિયન્સ યુકે ટીમના વડા ટેસ ફેને દરેક ફાર્મસીના મૂલ્યમાં વાસ્તવિક વૃદ્ધિ કરતા ફાર્મસી ટેક્નિશિયનનું મહત્ત્વ સમજાવ્યું હતું, જેનો ઉપયોગ ફાર્મસીમાં નવા વર્કફ્લોને આગળ વધારવામાં કરી શકાય છે.

BGMAના વડા વોરવિક સ્મિથે ‘લાઈફ આફ્ટર બિલ’ના ટાઈટલ હેઠળ જ્યુડિશિયલ રીવ્યૂને રસપ્રદ વળાંક આપ્યો હતો. તેમણે કોન્ફરન્સના સંપૂર્ણ સ્ટેજ પર ઘૂમતા રહીને યુકે ડ્રગ્સ માર્કેટ પર કેવી અસરો થશે અને ફાર્મસી તેના આઘાતને હળવો કરવું શું સંભવિત પગલાં લઈ શકે તે વિશે પ્રભાવશાળી છણાવટ કરી હતી. તેમણે જરા પણ શબ્દો ચોર્યાં વિના સ્પષ્ટ રજૂઆતો કરી હતી અને તેમની ગયા વર્ષની આગાહી આજે ફાર્મસી જેનો સામનો કરી રહી છે તે સંજોગો દર્શાવનારી હતી. તેમની ટીપ્પણીઓ પણ કોન્ફરન્સે વધાવી લીધી હતી. બીજા દિવસે લંડનથી વિડિયો કોન્ફરન્સમાં SecuMed ના માર્ટિન સોયર અને તેમના બે સાથીએ ‘Falsified Meds and FMD Directives’ના વિશ્વમાં શું ચાલી રહ્યું છે તેની ઇનસાઈડ સ્ટોરી રજૂ કરી હતી. તેમણે બ્રેક્ઝિટના સૂચિતાર્થો તેમજ ફાર્મસી માટે કાનૂની સમયપત્ર સાથે નવી પેકેજિંગ ગાઈડલાઈન્સનો કેવી રીતે અમલ કરાશે તેના વિશે પણ જણાવ્યું હતું. આ સાથે બીજા દિવસનું સમાપન થયું હતું.

સિગ્માના સેલ્સ અને માર્કેટિંગ ડિરેક્ટર રાજીવ શાહના પ્રેઝન્ટેશન સાથે કોન્ફરન્સના આખરી દિવસની શરૂઆત થઈ હતી. તેમણે નવી ‘Advantage 82’ અને ‘Advantage Academy’ યોજનાઓ આરંભેલી છે, જેને ખાસ તૈયાર કરાયેલી કેન્દ્રિત સ્કીમ્સના સેટ સાથે નવા SigConnect ઓનલાઈન પોર્ટલ સાથે એકીકૃત કરી દેવાઈ છે. તેનાથી દરેક ફાર્મસીના વાસ્તવિક મૂલ્યમાં વધારો થયો છે. આને અમેરિકન એક્સપ્રેસ સાથે સિગ્માની નવી રચાયેલી પાર્ટનરશિપ સાથે સાંકળી લેવાઈ છે, જેનાથી દરેક ફાર્મસીને ૧૧૪ દિવસની વિશાળ ક્રેડિટ લિમિટ મળતી થઈ છે. ફાર્મસી અને એકમાત્ર ફાર્મસી હોલસેલર દ્વારા આટલી ઉદાર ક્રેડિટ શરતો ઓફર કરાય તે હજુ સુધી સાંભળ્યું નથી. આના પછી, SMaRT એવોર્ડ્સ ૨૦૧૬માં OTC ઈન્ડસ્ટ્રીને નોંધપાત્ર પ્રદાન બદલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડની નવાજેશ કરાયેલા અતિ લોકપ્રિય ટ્રેવર ગોર દ્વારા જોશીલું અને પ્રેરણાદાયી સંબોધન કરાયું હતું. ટ્રેવરે ‘મિશન પોસિબલ’ ટાઈટલ હેઠળ ગ્રાહકોને બિઝનેસમાં ખેંચી લાવવાના રચનાત્મક માર્ગોનું વાસ્તવિક ફાર્મસી ચેકલિસ્ટ રજૂ કર્યું હતું. ભારે હળવાશ સાથે નક્કર હકીકતોને રજૂ કરવાની તેમની લાક્ષણિક શૈલી ડેલિગેટ્સને પસંદ આવી હતી અને પરિણામે આગામી કોન્ફરન્સમાં તેમનું સ્થાન નિશ્ચિત બન્યું હતું. નક્કર હકીકતો અને ઈન્ડસ્ટ્રીના સ્ટેટેસ્ટિક્સની રજૂઆતમાં કાન્ટાર વર્લ્ડ પેનલ યુકેના ટિમ નેન્કોલસ અને Quintiles IMS ના કેરોલ એલેકઝાન્દ્રેનો સિંહફાળો રહ્યો હતો. તેમણે બંનેએ આપણા બધા માટે કાળજીપૂર્વક સંશોધિત કરેલી અદ્ભૂત માહિતી રજૂ કરી હતી કે બધા તેમાં જાણે ખોવાઈ ગયા હતા. શોર્ટલાઈનર્સ અને સ્વતંત્ર વ્યક્તિત્વોએ માર્કેટને કેવી રીતે બદલી નાખ્યું હતું તેના તરફ જ બધાનું ધ્યાન રહ્યું હતું. સોશિયલ મીડિયામાં મજબૂત હાજરીનું મહત્ત્વ સમજાવતા ફ્રેડ આયલિંગે નવી ડિજિટલ ટેકનોલોજીસ ફાર્મસીનું કેટલું મૂલ્ય વધારી દેશે તે જણાવ્યું હતું. દરેક ફાર્મસી આવા ફેરફાર કેવી રીતે અમલી બનાવી શકે અને તત્કાળ તેનો લાભ પણ હાંસલ કરી શકે તેના ઘણા વ્યવહારુ માર્ગો પણ તેમણે દર્શાવ્યા હતા.

કોન્ફરન્સનું અંતિમ સત્ર ક્લેર વોર્ડ અને ફિન મેક્કોલ હસ્તક રહ્યું હતું, જેમણે ‘7 Habits to Gold’ની વાત સમજાવી હતી. હંમેશાં લોકપ્રિય બની રહેલાં વોર્ડ/મેક્કોલની જોડીએ ગત કોન્ફરન્સનું સમાપન કર્યું હતું તેવી જ શૈલી સાથે સુવર્ણ-શ્રેષ્ઠ હાંસલ કરવાની સાત આદતોને કેળવવાથી ‘Raise the Bar-શ્રેષ્ઠતાના ઉચ્ચ પરિમાણો’ કેવી રીતે હાંસલ કરી શકાય તેના માર્ગો વિચારવા તમામને હાકલ કરી હતી. તેમણે ઓલિમ્પિક રીલે ટીમની માફક જ એકબીજા પાસેથી હળવાશ અને સરળતાથી રજૂઆત કરવાની મહારત દર્શાવી હતી. તેમણે અનેક મહાનુભાવોના અવતરણ ટાંક્યાં હતાં, તેમાં ગ્રીક ફીલોસોફર એરિસ્ટોટલનું અવતરણ ‘આપણે શું છીએ, જે દરરોજ કરતા હોઈએ તે જ છીએ. તેને શ્રેષ્ઠ બનાવો, પછી તે એક વખતનું કાર્ય નહિ રહે પરંતુ આદત બની જશે.’ તેમણે કેટલાક શક્તિશાળી માનસિક ડાયાગ્રામ્સનો ઉપયોગ કર્યો હતો, જેનાથી ૨૦૧૭ અને તેથી આગળ ફાર્મસી સમક્ષના નવા વાતાવરણમાં અસ્તિત્વ જાળવવું હોય અને આગળ વધવું હોય તો આપણે બધા આપણા બિઝનેસીસમાં આવી આદત કેળવવાના પ્રયાસ કેવી રીતે કરી શકીએ અને આ ‘ગોલ્ડન’ ઉદ્દેશો પાર પાડવા શું કરવું જોઈએ તે વિચારતા કરી દીધા છે.

કોન્ફરન્સમાં UKTI ની હાજરી પણ નોંધપાત્ર હતી. બ્રાઝિલમાંથી અને બ્રાઝિલ તરફ આયાત-નિકાસની ગર્ભિત સંભાવનાઓ ઓળખવામાં મદદરૂપ બનવામાં તે સજ્જ હતી. એક વિકસી રહેલાં અર્થતંત્ર તરીકે બ્રાઝિલિયન્સ તેમની લેટિન અમેરિકન ઓળખને આગળ વધારવા ઉત્સુક છે અને સ્વાભાવિક રીતે જ વેપારની તમામ તકને તેઓ આવકારશે.

કોન્ફરન્સનું સમાપન ડો. ભરત શાહના વક્તવ્ય સાથે કરાયું હતું, જેમણે કોન્ફરન્સથી પ્રાપ્ત સૂચિતાર્થોના પરિણામે પોતાના જ બિઝનેસ સિગ્મા ખાતે ‘શ્રેષ્ઠતાના નવા પરિમાણો- Raise the Bar’ની આવશ્યકતા વિશે જણાવ્યું હતું. તેમણે ટ્રેન્ડને છોડી કશુંક અલગ કરવાની જરુરિયાત ઓળખવાની તાકીદ પર ભાર મૂક્યો હતો. તેમણે ઉત્સાહપૂર્વક બાથ યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં PhD પ્રોજેક્ટ લોન્ચ કરવાની વાત કરી હતી, જેના પરિણામે યુકેમાં સરકારી ભંડોળ સાથે પ્રત્યેક CCG સંસ્થામાં સત્તાવારપણે ફાર્માસિસ્ટને સ્થાન આપવામાં આવશે. તેમણે વિશ્વાસ દર્શાવ્યો હતો કે પારસ્પરિક વ્યાવસાયિક સહકારનું ફળ ૨૦૨૫માં જોવા મળશે અને ભવિષ્યમાં CCG ના સંચાલનમાં તે માપદંડની પદ્ધતિ બની જશે.

તેમણે રેકોર્ડેડ વીડિયો પ્રેઝન્ટર ગ્રેહામ ફિલિપ્સને ટાંકી જણાવ્યું હતું કે,‘ફાર્મસી એક એવી તક છે, જે ઓળખ થવાની રાહમાં છે.’ તેમણે સામાન્ય ધ્યેય તરફ કાર્ય કરતા રહી વધુ સક્રિય થવા ફાર્મસીને પ્રોત્સાહિત પણ કરી હતી. તેમણે કોન્ફરન્સને સફળ બનાવવા તમામ ચાવીરુપ કાર્યકરો અને ટીમ મેમ્બર્સ તેમજ સતત સપોર્ટ અને મદદ બદલ તમામ સમર્થકો અને કોન્ફરન્સના ડેલિગેટ્સ પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પછી તેમણે આગામી વાર્ષિક કોન્ફરન્સ ૨૦૧૮ મલેશિયાના લાન્ગકાવિ ખાતે યોજાશે તેવી જાહેરાત કરી તમામ ઉપસ્થિતોને સાનંદાશ્ચર્યમાં રાખી દીધા હતા. મલેશિયા કોન્ફરન્સના રિસોર્ટ અને સ્થળનું વીડિયો પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter