લંડનઃ ભારતની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે બુધવારે મુંબઇમાં બોલિવૂડની અભિનેત્રી રાની મુખર્જી સાથે ફિલ્મનો આનંદ માણ્યો હતો અને યશરાજ સ્ટુડિયોની પણ મુલાકાત લીધી હતી. યશરાજ ફિલ્મ્સે જાહેરાત કરી હતી કે તે 2026માં 3 ફિલ્મોનું શૂટિંગ યુકેમાં કરશે. સ્ટાર્મરે જણાવ્યું હતું કે, તેના પગલે બ્રિટનમાં 3000થી વધુ નોકરીનું સર્જન થશે. બોલિવૂડ બ્રિટનમાં પુનરાગમન કરી રહ્યું છે. આ ભાગીદારી ભારત અને યુકે વચ્ચેના વેપાર કરારના અસલ હેતૂને સાર્થક કરે છે.
બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મર કરે તેમની મુંબઈ મુલાકાત દરમ્યાન યશરાજ સ્ટુડિયોની મુલાકાત લીધી ત્યારે તેમણે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મનું ગીત તુઝે દેખા તો યે હ જાના સનમ સાંભળ્યું હતું.
જેનું મોટાભાગનું શૂટિંગ યુકેમાં કરવામાં આવ્યું હતું તે શાહરૂખ-કાજોલ અભિનિત આ બ્લોક બસ્ટર ફિલ્મની રજૂઆતને 30 વર્ષ થયા તેની ઉજવણી કરવામાં આવી હતી.
આ ફિલ્મનું દિગ્દર્શન કરી આદિત્ય ચોપડાએ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. વાયઆરએફ દ્વારા ગુરુવારે ઈન્સ્ટા કલીપ મુકવામાં આવી હતી જેમાં સ્ટાર્મર રેકોર્ડિંગ સ્ટુડિયોમાં બેસી તુઝે દેખા તો યે જાના સનમની અવિસ્મરણીય ધૂન સાંભળતા જણાય છે.