સ્થિરતા અને આત્મનિર્ભરતા ધરાવતું બજેટ

સ્પેશિયલ ઈકોનોમિક ઝોનથી ઘરેલુ વેપારમાં વેગ આવશે

Saturday 07th February 2026 01:32 EST
 
 

બજેટથી યુવા અને મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બનશે. સ્પેશિયલ ઈકોનોમી ઝોનને લઈ નિયમોમાં ઢીલ આપવી મોટું પગલું છે, જેથી ઘરેલુ વેપારમાં વધારો થશે. ખનીજ ક્ષેત્ર માટે નવા કોરિડોર અને ટેક્સમાં છૂટથી મધ્યમવર્ગીને ફાયદો થશે. - અનિલ અગ્રવાલ, ચેરમેન, વેદાંતા

•••

ભવિષ્યનો પાયો નાખો અને દેશને ‘સુપરસ્ટાર’ બનાવો

આ બજેટ ભવિષ્યનો પાયો નાખનાર છે. સંરક્ષણ બજેટમાં નોંધપાત્ર વધારો અને ડેટા સેન્ટરો અને પરમાણુ ઉર્જા પર ભાર મૂકવાથી ભારત ‘ધુરંધર’ બનાવશે. તેનો ઉદ્દેશ્ય યુવા કૌશલ્ય વિકાસ, સમાવેશી વિકાસ અને કર પ્રક્રિયાઓને સરળ. - હર્ષ ગોએન્કા, ચેરમેન, આરપીજી

•••

વૈશ્વિક બાયોફાર્માસ્યુટિકલ હબ બનાવવામાં મદદ કરશે

બજેટમાં સાત વ્યૂહાત્મક ક્ષેત્રોમાં બાયોફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે, જેમાં ‘બાયોફાર્મા શક્તિ’ યોજના શરૂ કરવામાં આવી છે, જે પાંચ વર્ષમાં 10,000 કરોડનું રોકાણ કરશે. આ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને વેગ આપશે. - કિરણ મઝુમદાર શો, બાયોકોન

•••

10 હજાર કરોડ રૂપિયાનું ફંડ એસએમઈ માટે ફાયદકારક રહેશે

10 હજાર કરોડનું એસએમઈ ગ્રોથ ફંડ અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે 2 હજાર કરોડની સુવિધા નાના વ્યવસાયો માટે મુખ્ય સહાય છે. સેમિકન્ડક્ટર અને રેર અર્થ કોરિડોર જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી નવા ઉત્પાદન અને રોજગારની તકો ઊભી થશે. - સી.એસ. શેટ્ટી, ચેરમેન, એસબીઆઈ

•••

ચાર નવા રેર અર્થ કોરિડોરથી ઇલેક્ટ્રીક કાર સસ્તી થશે

લિથિયમ-આર્યન સેલ બનાવતી મશીનો પર કસ્ટમ ડ્યૂટી પર છૂટ અને ચાર નવા રેર અર્થ કોરિડોરથી ડ્યૂટી ઇવી વાહનો સસ્તા થશે. નાના ડીલરો માટે 10 હજાર કરોડનો ગ્રોથ ફંડ અને સીએનજી રાહતભર્યું પર પગલું છે. - સી.એસ. વિગ્નેશ્વર, અધ્યક્ષ, ફાડા

•••

પરવડે તેવા આવાસ માટેની જાહેરાતના અભાવે નિરાશા

રિયલ એસ્ટેટ માટે નિરાશા રહી છે. કિફાયતી આવાસો માટે મોટી જાહેરાત કરાઈ નથી. આ ઘરોનું વેચાણ 2019ના 38 ટકાથી ઘટી 2025માં માત્ર 18 ટકા રહ્યું છે. ક્ષેત્રમાં આ ખરીદદારો અને ડેવલપર્સ માટે વ્યાજ રાહત જેવા સીધા હસ્તક્ષેપોની જરૂર હતી. – અનુજ પુરી, ચેરમેન, એનરોક

•••

ડેટા સેન્ટરો પર કરમુક્તિથી ભારત વૈશ્વિક હબ બનશે

12.2 લાખ કરોડનો રેકોર્ડ મૂડીખર્ચ ખાનગી રોકાણ અને વૃદ્ધિને વેગ આપશે. 2047 સુધી ડેટા સેન્ટરો માટે ટેક્સ હોલિડે ભારતને વૈશ્વિક હબ બનાવશે. સ્ટોક ઓપ્શન્સ ૫૨ એસટીટી બજારમાં અસ્થિરતા લાવવાની શક્યતા છે. - નીલેશ શાહ, એમડી, કોટક મહિન્દ્રા એએમસી

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter