શ્રીમદ ભાગવતકથાનું અાયોજન અને વ્યવસ્થા જોવા અનુપમ મિશનમાં ઉમટ્યા હરિભક્તો

Tuesday 21st July 2015 13:44 EDT
 
 

છેલ્લા બે સપ્તાહથી "ગુજરાત સમાચાર"ના પાને પશ્ચિમ લંડનના ડેનહામ ખાતે અનુપમ મિશનના વિશાળ પ્રાંગણમાં તા. ૫ અોગષ્ટથી ૧૨ અોગષ્ટ દરમિયાન પૂજ્ય ભાઇશ્રીના મુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહનું અાયોજન કરવામાં અાવ્યું છે એની વિગતો વાંચી લંડનના ખૂણે ખૂણેથી હરિભક્તો કથાશ્રવણ કરવા માટે ઉત્સુક બન્યા છે. ભાગવત કથાના કન્વેનર શ્રી સુરેન્દ્રભાઇ પટેલના જણાવ્યા મુજબ, “ગુજરાત સમાચાર'નો અહેવાલ વાંચી હરિભક્તો તૈયાર થયેલી માર્કી (કથામંડપ) અને એમાં બેસવાની વ્યવસ્થા કેવી છે એ જોવા ઉમટ્યા છે. કેટલાક હરિભક્તો ઘરથી કેટલું દૂર કથા સ્થળ છે? કઇ રીતે અનુપમ મિશનમાં જઇ શકાય? કાર પાર્કંિગની સવલત કેવી છે? યજમાનના પાસ કયાંથી મેળવી શકાય? એવી વિગતો જાણવા પ્રત્યક્ષ રોજે રોજ અનુપમ મિશનમાં અાવે છે. હરિભક્તોની સેવામાં અનુપમ મિશનની અોફિસમાં બેઠેલા વોલીન્ટીયર્સ તમામ વ્યવસ્થા વિષે જાણકારી અાપી રહ્યા છે. અાપ નીચેના ઇમેલથી પણ જાણકારી મેળવી શકો છો. જાણવા મળ્યા મુજબ અહેવાલ વાંચી કેટલાક વ્યવસાયી, જોબ કરતા ભાઇ-બહેનોએ રજાઅો બુક કરી લીધી છે.

અત્યારે ભાગવત કથાની તડામાર તૈયારીમાં સ્વયંસેવકો યુધ્ધના ધોરણે કાર્યરત બન્યા છે. અનુપમ મિશનના પ્રમુખ શ્રી વિનુભાઇ નકારજાના જણાવ્યા મુજબ, સિનિયર સિટીઝન્સ (વૃધ્ધ વડીલોકથામાં કેવી રીતે અાવવું એની પૂછપરછ કરી રહ્યા છેએવા અોલ્ડ એજ પેન્શનર્સ માટે એમના વિસ્તારોના સ્થાનિક બરોમાંથી કોમ્યુિનટી વાનની વ્યવસ્થા કરી અાપે છેહીલીંગ્ડન સ્ટેશનથી લગભગ ૧૦૦૦ જેટલા હરિભક્તો અાવવાના હોવાની જાણ થઇ છેહીલીંગ્ડન ટયૂબ સ્ટેશનથી અનુપમ મિશન સુધીની સ્પેશીયલ શટલ સર્વિસ હરિભક્તોને કથા મંડપમાં લઇ અાવશેબપોરે ૩ થી સાંજના ૭ સુધી કથા અને ત્યારબાદ એક સાથે ૫૦૦૦ જણ જમી શકે એવી વ્યવસ્થા સાથેની અલગ માર્કી તૈયાર કરવામાં અાવી છે.

લંડન કે બહારના કોઇપણ શહેર કે નગરમાથી કોચ અાવવાના હોય અથવા કોઇ વ્યક્તિ કે મંડળ દ્વારા અાયોજન કરાયું હોય તેઅોએ જયાંથી પીક અપ પોઇન્ટ રાખ્યું હોય એની વિગતો અને અોર્ગેનાઇઝરનું નામસંપર્ક નંબર અા ઇમેલ email: [email protected] અથવા [email protected] દ્વારા અથવા સુરેન્દ્રભાઇવિનુભાઇ અથવા હંિમતસ્વામીને નીચેના ફોનથી જણાવવુંકોચ અાયોજન કરનારની વિગતો અમે અાવતા વીકના ગુજરાત સમાચારમાં પ્રસિધ્ધ કરીશું જેથી હરિભક્તોને કોચ કયાંથી અાવશે એની માહિતી મળી શકે.

અનુપમ મિશનના મંદિર મહોત્સવ દરમિયાન ૫ અોગષ્ટથી પૂ ભાઇશ્રીની ભાગવત સપ્તાહ થશે. ત્યારબાદ ૧૩ અોગષ્ટથી ૧૭ અોગષ્ટ દરમિયાન નિર્માણ થયેલ નૂતન મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થશે. અા મહોત્સવમાં સવારથી મોડી સાંજ સુધી વિવિધ સાંસ્કૃિતક કાર્યક્રમો, સત્સંગ સભાઅો, ભારતીય સ્વાતંત્ર્યદિનની ઉજવણી ઇત્યાદિ કાર્યક્રમોનું અાયોજન કરવામાં અાવ્યું છે.

ગુરૂવાર ૩૦ જુલાઇના રોજ સાંજે અનુપમ મિશનના લાભાર્થે "લીટલ સ્ટાર્સ"નો શો રાખવામાં અાવ્યો છે. ૫.૩૦થી ૬.૩૦ ડિનર બાદ ૭ વાગ્યે નાના ભુલકાઅોનો મનોરંજક સંગીત શો શરૂ થશે. ટિકિટ £20, £15, £10.

સંપર્ક: ભાનુભાઇ પંડયા 07931 708 026, સુરેન્દ્રભાઇ પટેલ 07941 975 311.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter