છેલ્લા ૪૨ વર્ષથી બ્રિટન, યુરોપ, આફ્રિકા અને અમેરિકા સહિત અન્ય દેશોમાં વસતા સુજ્ઞ વાચક મિત્રોના કરકમળમાં નિયમીતપણે પ્રતિ સપ્તાહ 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ને સાદર કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ. અમાારા આ જ્ઞાનયજ્ઞ અને સેવા યજ્ઞને હરહંમેશ વાચક મિત્રો તરફથી અપ્રતિમ સાથ-સહકાર મળતો રહ્યો છે ત્યારે વાચક મિત્રોને ટૂંકમાં 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના કેટલાક અનોખા પાસાઅો વિષે જણાવવાનું ઉચીત સમજુ છું.
* વર્ષમાં માત્ર દીપાવલિ અને ક્રિસમસ પર્વે બે જ અંકો બંધ રહે છે.
* ભારત બહાર, ભારત અને ગુજરાત વિષે આટલા મોટા પ્રમાણમાં વિશ્વાસ પાત્ર, વિપુલ, ઉપયોગી અને સવિસ્તર સમાચાર અન્ય કોઇ અખબાર કે મેગેઝીન દ્વારા રજૂ કરાતા નથી તેવો અસંખ્ય વાચક મિત્રોનો સ્પષ્ટ અભિપ્રાય છે.
* 'તમારી વાત' વિભાગ દ્વારા વિવિધ વિષયો પર વાચકોના અભિપ્રાય રજૂ કરાય છે અને સવિશેષ પ્રશ્નો અંગે 'ચર્ચાના ચોતરે' કોલમ દ્વારા વાચકોના વિચારો થકી જનમત જાગૃતી કરાય છે. બ્રિટન, અમેરિકામાં અન્ય કોઇ ગુજરાતી સાપ્તાહિક કે બીજા પ્રકાશનમાં વાંચકોને આવી સુવિધા પ્રાપ્ય નથી.
* 'હસે તેનું ઘર વસે' એ ઉક્તિને લક્ષમાં લઇને હાસ્ય રસ માટે કાર્ટુન 'જામી નજરે', ટૂચકા અને લલીત લાડની કોલમ 'આયાં બધા અોલરાઇટ છે' રજૂ કરાય છે.
* 'ગુજરાત સમાચાર'માં નિયમીતપણે શ્રી વિષ્ણુભાઇ પંડ્યાની કોલમ 'તસવીર ગુજરાત' અને શ્રી હરિ દેસાઇની કોલમ 'અતિતથી આજ...' રજૂ થાય છે.
* તંત્રી શ્રી સીબી પટેલની 'જીવંત પંથ' કોલમ માટે અમારી જાતે તો શું કહીએ? સતત લોકપ્રિય થઇ રહેલી આ કોલમ અંતર્ગત સાડા સાત વર્ષમાં અત્યાર સુધીમાં 'જીવંત પંથ'ના કુલ ૩૮૧ લેખ લખાઇ ચૂક્યા છે.
* બ્રિટન, ગુજરાત, ભારતના વિવિધ વિસ્તૃત અને સંક્ષીપ્ત સમાચારો દ્વારા અમે સતત આપને માહિતગાર રાખવા ઉત્સુક છીએ.
* કલમની ધારે, મહિલા-સૌંદર્ય, વાનગી, સદાબહાર સ્વાસ્થ્ય, રમત ગમત, કવર સ્ટોરી, વિવિધા, રમતગમત, વિવિધ સંસ્થાઅોના વિપુલ સંસ્થા સમાચાર, સ્થાનિક સમુદાયના સમાચાર... વગેરે મળી કાંઇ કેટલીય વાચન સામગ્રીનો રસથાળ 'ગુજરાત સમાચાર' દ્વારા રજૂ થાય છે.
તો મિત્રો, પછી એટલું જ કહેવાનું કે જો હજુ સુધી આપ 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના લવાજમી ગ્રાહક ન બન્યા હો અથવા તો પછી લવાજમ ભરવાનું રહી ગયું હોય તો આ નૂતન વર્ષે આજે જ લવાજમ ભરી ગ્રાહક બની જાવ. વર્ષના માત્ર ૩૪ પાઉન્ડ લેખે સપ્તાહના ૬૮ પેન્સ થાય અને રોજના ૧૦ પેન્સ કરતા અોછા ખર્ચે આપ બન્ને લોકપ્રિય સાપ્તાહિકો મંગાવી શકો છો. સોનામાં સુગંધ ભળે તેમ એ ઉપરાંત વર્ષ દરમિયાન પ્રકાશીત થતા વિવિધ વિશેષાંકો અને દીપાવલિ વિશેષાંક મેળવવા પણ આપ સદ્ભાગી થશો. અને હા, જો આ મહિનામાં લવાજમ ભરશો તો આપને દિપાવલિ વિશેષાંક અને કેલેન્ડર બન્ને ભેટ આપવામાં આવશે. હા, તમે તમારા મિત્રો, સગા-સંબંધીઅોને પણ નૂતન વર્ષે લવાજમની ભેટ આપી શકો છે. અમે આપના નામ સાથે તેમને પત્ર લખીને આપની આ મહામુલ્યવાન ભેટ આખુ વર્ષ પ્રતિ સપ્તાહે મોકલતા રહીશું જે તેમને સતત આપની મીઠી યાદ અપાવતા રહેશે.