50 વર્ષમાં ખ્રિસ્તીની સંખ્યા 26ટકા ઘટીઃ 4,500 ચર્ચને તાળાં લાગ્યાં

Sunday 07th May 2023 12:40 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં ખ્રિસ્તી ધર્મ માનનારા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ધર્મ પ્રત્યે ઉદાસીનતા કારણે લોકોએ ચર્ચ જવાનું બંધ કર્યુ, જેથી પાછલાં 50 વર્ષમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીની સંખ્યામાં 26 ટકા ઘટાડો થયો છે. 1970માં અમેરિકાના 90 ટકા લોકો ખ્રિસ્તી ધર્મ પર વિશ્વાસ કરતા હતા તે ત્યારે સંખ્યા ઘટીને હવે 69 ટકા થઈ છે.
લાઈફ વે રિસર્ચમાં સામે આવ્યું કે લોકોએ ચર્ચ જવાનું બંધ કર્યું, જેના કારણે અત્યાર સુધી અમેરિકાના 4500 ચર્ચમાં તાળાં લાગ્યાં છે. હાલમાં જ વ્યૂ રિસર્ચમાં સામે આવ્યું કે 30 અને 39 વર્ષના એક તૃતિયાંશ અમેરિકન જે ક્રિશ્ચિયન ઘરોમાં ઉછર્યા હતા તેઓ પણ ધર્મ પ્રત્યે ઉદાસ થઈ રહ્યા છે. ફક્ત 20 ટકા યુવા જ ચર્ચમાં જઈ રહ્યા છે, પણ આ આંકડો ખૂબ ઓછો છે. આગામી વર્ષોમાં આ આંકડા હજુ વધવાની સંભાવના છે.
રિસર્ચ અનુસાર 1990માં 30 અને 34 વર્ષની વચ્ચેના દસ ખ્રિસ્તી પરિવારમાં ઉછરેલા લોકોમાંથી ફક્ત એક પુખ્ત વયની વ્યક્તિ નાસ્તિક હતી. 2020ની વસતી ગણતરી અનુસાર અમેરિકામાં મેનલાઈન ક્રિશ્ચિયન જેવા કે, મેડિસ, લુથરિયન અને એપિસ્કોપલિયનના જૂના ચર્ચોમાં સદસ્યતા ઝડપથી ઘટી રહી છે. આ દરમિયાન ધાર્મિક આસ્થા તેમજ ચર્ચમાં પ્રાર્થના કરતા લોકોની સંખ્યા ફક્ત 7 ટકા જ વધી છે.

2055 સુધીમાં બિન-ખ્રિસ્તીની સંખ્યા વધશે
અમેરિકાની વસ્તી 33.9 કરોડ છે પણ જો આ જ દરથી ખ્રિસ્તી ધર્મને માનનારા લોકોની સંખ્યા ઘટતી ગઈ તો 2055 સુધી બિન-ખ્રિસ્તીઓની સંખ્યા વધારે વધી જશે. આ સાથે જ નાસ્તિક અમેરિકનોની સંખ્યા પણ વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter