ABPL ગ્રૂપ દ્વારા આયોજિત ‘સેવા રત્ન સન્માન’નો વિશિષ્ટ કાર્યક્રમ

Wednesday 06th October 2021 05:30 EDT
 
 સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવોઃ લોર્ડ ડોલર પોપટ, સી.બી. પટેલ, ભારતના હાઈ કમિશનર ગાયત્રી ઈસાર કુમાર, લોર્ડ ભીખુ પારેખ, હેરોના મેયર કાઉન્સિલર ગજનફર અલી અને શાંતિભાઈ ધામેચા
 

લંડનઃ ABPL ગ્રૂપ દ્વારા ૩ ઓક્ટોબર, ૨૦૨૧ રવિવારના રોજ ધામેચા લોહાણા સેન્ટર ખાતે ‘સેવા રત્ન સન્માન’ના વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રકારના કાર્યક્રમને અમારા ઓડિયન્સ અને વિવિધ કોમ્યુનિટીઓ દ્વારા સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો. કોવિડ-૧૯ મહામારીના કટોકટીપૂર્ણ સમયગાળામાં જે લોકોએ કોમ્યુનિટીની સેવા કરી હતી તેઓની કદર કરવા, સન્માનવા અને અમારા અંતરમનના આભારની લાગણી વ્યક્ત કરવાની અનોખી શુભચેષ્ટા અમારા તરફથી કરવામાં આવી હતી.

યુકેસ્થિત ભારતના હાઈ કમિશનર ગાયત્રી ઈસાર કુમાર, લોર્ડ ભીખુ પારેખ, લોર્ડ ડોલર પોપટ, હેરોના મેયર કાઉન્સિલર ગજનફર અલી, પ્રદીપ ધામેચા, અશોક કુમાર ચૌહાણ MBE, સ્ક્વોડ્રન લીડર આમીર ખાન (RAF), વિટાબાયોટિક્સ લિમિટેડના ડો. કરતાર લાલવાણી, NHSના પ્રતિનિધિ ડો. આર.આર. ગંડેચા તેમજ અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

આ કાર્યક્રમનો વિસ્તૃત અહેવાલ અમારા આગામી સપ્તાહના અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમનું વીડિયો કવરેજ રવિવાર, ૧૦ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ સાંજના ૭ વાગ્યે કલર્સ ગુજરાતી ચેનલ (Sky 794/Virgin Media 825) પર ધ્રૂવ ગઢવીના સાપ્તાહિક ગુજરાતી શો ‘શું ચાલે છે’માં પ્રસારિત કરવામાં આવશે તેની નોંધ લેવા વિનંતી છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter