લંડનઃ ટીમ એબીપીએલ દ્વારા પ્રકાશન સંસ્થાના સૌથી જૂના, સૌથી વફાદાર અને પ્રેરણાદાયી સાથીઓમાં એક સુરેન્દ્રભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સીબી પટેલ આ પ્રસંગને શોભાવવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એક વિશેષ કેક કાપવામાં આવી હતી અને ABPL ગ્રૂપને મજબૂતી બક્ષવામાં તેમના સમગ્રતયા પ્રયાસો, નિષ્ઠા અને વફાદારીના સ્મરણ સાથે તેમની 60મી વર્ષગાંઠ ઉજવાઈ હતી. સુરેન્દ્રભાઈ 1984થી ABPL પરિવારના સક્રિય સભ્ય રહ્યા છે.
સીબી પટેલે જણાવ્યું હતું કે જેઓ સમર્પણ અને જુસ્સા સાથે સખત મહેનત કરવા માગતા હોય અને તેમનું શ્રેષ્ઠ હાંસલ કરવા ઈચ્છતા હોય તેમના માટે સુરેન્દ્રભાઈ જીવંત ઉદાહરણ છે. સુરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે,‘હું સીબી અને તેમના પરિવારનો ભારે ઋણી છું. હું રફ ડાયમન્ડની માફક માત્ર 20 વર્ષનો હતો અને સીબીએ મને પોલીશ્ડ થવાની તક આપી અને બાકી તો ઈતિહાસ જ છે.’


