BAME કોમ્યુનિટીઝમાંથી એપ્રેન્ટિસનું પ્રમાણ ઘણું ઓછું

Thursday 18th February 2021 04:20 EST
 

લંડનઃ એપ્રેન્ટિસને કામે રાખવાથી ઉત્પાદકતા વધે છે, પ્રતિભા ખીલે છે અને વૈવિધ્યપૂર્ણ વર્કફોર્સ તૈયાર થાય છે. સારા બિઝનેસ માટે આ જરુરી હોવાં છતાં, અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) કોમ્યુનિટીઝમાંથી એપ્રેન્ટિસનું પ્રમાણ ઘણું ઓછું રહે છે.

બ્લેક ટ્રેઈનિંગ એન્ડ એન્ટરપ્રાઈઝ ગ્રૂપ (BTEG) ચેરિટીના ચીફ એક્ઝિક્યુટિવ જેરેમી ક્રૂકના જમાવ્યા અનુસાર જો એપ્રેન્ટિસશિપની અરજીઓ જોવામાં આવે તો BAME પશ્ચાદભૂના લોકોની અરજીઓ હોય છે પરંતુ, તક ઓછી રહે છે. આ બાબત એમ્પ્લોયર્સ કેવી રીતે ભરતી કરે છે તેના બદલે એપ્રેન્ટિસશિપ વિશે ઓછી જાગરુકતાની છે. મૌખિક રીતે કરાતી ભરતી સામાન્ય બાબત છે જેનાથી BAME અરજદારોને ગેરલાભ થાય છે. શિક્ષણવિભાગના આંકડા મુજબ ૨૦૧૯-૨૦ની તમામ એપ્રેન્ટિસશિપમાં BAMEનો હિસ્સો માત્ર ૧૩.૩ ટકા હતો. જોકે, ગત ૧૦ વર્ષમાં આ નોંધપાત્ર સુધારો હોવાં છતાં, ઈંગ્લેન્ડમાં પ્રાઈમરી અને સેકન્ડરી એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં BAMEનો હિસ્સો ત્રીજા ભાગ જેટલો છે. ૨૦૧૮-૧૯ની એપ્રેન્ટિસશિપમાં ૧૬-૧૮ વયજૂથના BAME એપ્રેન્ટિસ માત્ર ૭.૮ ટકા હતા જે તેની અગાઉના વર્ષમાં ૮.૬ ટકા હતા.

‘બિઝનેસ ઈન ધ કોમ્યુનિટી’ ચેરિટી દ્વારા ૨૦૧૭માં ‘બેસ્ટ એમ્પ્લોયર્સ ફોર રેસ લિસ્ટ’ લોન્ચ કરાયું હતુ. બે વર્ષ સુધી ચાલેલા આ લિસ્ટમાં ૧૦૦થી ઓછી કંપની સામેલ થઈ હતી. આ પછી ચેરિટીએ ‘રેસ એટ વર્ક’ ચાર્ટરની રચના કરી હતી જેમાં, રેસિયલ અસમાનતાને નિવારવા કંપનીઓ માટે પાંચ કાર્યવાહી સૂચવાઈ હતી. ચેરિટીના રેસ ઈક્વલિટી ડાયરેક્ટર સાન્ડ્રા કેર કહે છે કે એપ્રેન્ટિસશિપ નવી કારકીર્દિનું પ્રવેશદ્વાર હોય છે પરંતુ, BAME કોમ્યુનિટીઝ માટે મોટા ભાગે દ્વાર બંધ કરી દેવાય છે. સારા ઈરાદા ધરાવતા એમ્પ્લોયર્સને પણ સમાવેશિતા અને વૈવિધ્યતા વાસ્તવમાં શું હોય તેની જાણકારી ધરાવતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter