BAPS નીસડન મંદિર દ્વારા હોમલેસ લોકો માટે ક્લોથ અને ફૂડ કલેક્શન

Wednesday 18th December 2019 05:39 EST
 
 

લોકલ કોમ્યુનિટીમાં જરૂરિયાતવાળા લોકોની સેવાના અભિયાનના ભાગરૂપે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન દ્વારા ડિસેમ્બર ૨૦૧૯માં હોમલેસ લોકો માટે ગરમ કપડાં અને ફૂડ એકત્ર કરવામાં BAPS ચેરિટીઝને મદદ કરવામાં આવી હતી.

જમ્પર્સ, જેકેટ્સ અને ટ્રાઉઝર્સ સહિત જુદા જુદા ગરમ કપડાં તેમજ વિપુલ પ્રમાણમાં ટીન ફૂડનો જથ્થો મંદિર સામેની સ્વામીનારાયણ સ્કૂલમાં એકત્ર કરાયો હતો. ૩,૫૦૦થી વધુ કપડાં એકત્ર કરાયા હતા અને વિતરણ માટે ‘નેશનલ ચેરિટી ફોર હોમલેસ પીપલ’ Crisisને અપાયા હતા. તે ઉપરાંત ફૂડના ૮૦૦ કેન બ્રેન્ટ ફૂડબેંક અને વેમ્બલી ફૂડબેંકને પહોંચાડવામાં આવ્યા હતા.

એક હરિભક્ત બિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે લંડનમાં હોમલેસ લોકોને હું મદદ કરી શક્યો તેનો મને આનંદ છે. આપણે જે કંઈ પણ મદદ કરી શકીએ તે આશીર્વાદ સમાન છે.

બ્રેન્ટ ફૂડબેંકના ઓલિવર મેકેરને Crisis વતી BAPS ચેરિટીઝનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું,‘ આપની આ સહાયથી અમારા અતિથિઓની નવા વર્ષે નવા કપડાંની જરૂર પૂરી કરવામાં મદદરૂપ થશે અમે આપની મદદની ખૂબ પ્રશંસા કરીએ છીએ.’

બ્રેન્ટ ફૂડબેંકના મીશિલ લોરેન્સે જણાવ્યું હતું,‘ BAPS તરફથી મળેલા ફૂડ કેન્સ બદલ અમે આભારી છીએ. આ ક્રિસમસ વખતે લોકો ભૂખ્યા નહીં રહે તે આનાથી સુનિશ્ચિત થશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter