મૂળ સુણાવના અને વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા BAPS – નીસડન મંદિરના અગ્રણી સેવાભાવી કાર્યકર મગનભાઈ હાથીભાઈ પટેલ ૯૨ વર્ષની વયે સોમવાર તા. ૨૫-૯-૨૦૧૭ના રોજ અક્ષરનિવાસી થયા છે. સ્વર્ગસ્થ મગનભાઇ BAPS નીસડન મંદિરના ટ્રસ્ટી શ્રી જીતુભાઇ પટેલ અને BAPS ના મિડીયા ડિપાર્ટમેન્ટનાના શ્રી યોગેશભાઇ પટેલના પિતાશ્રી હતા.
તેમનો જન્મ તા.૫-૨-૧૯૨૫ના રોજ ગુજરાતના સુણાવમાં થયો હતો. મંગળાબેન સાથે ૧૯૪૮માં લગ્ન થયા બાદ તેમણે શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત ૧૯૫૨માં કેન્યાના એલ્ડોરેટની યુસેઇન ગિશુ પ્રાઈમરી સ્કૂલથી કરી હતી. તે પછી તેઅો કેન્યાના જ કિસુમુમાં આવેલી હિન્ચાડો સેકન્ડરી સ્કૂલમાં જોડાયા હતા. ૧૯૬૬માં હેડટીચર તરીકે પ્રમોશન મેળવીને ઝાંબીયાના કોપરબેલ્ટમાં સ્થાયી થયા હતા. ૧૯૭૮માં તેઅો લંડન આવ્યા હતા અને પુત્ર જીતુભાઇને બર્નટ અોકમાં આવેલા મેગસન્સ રીટેઇલ - ન્યુઝ એજન્ટના વેપારમાં મદદ કરતા હતા.
અોક્ટોબર ૧૯૮૮માં પ. પૂ. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ તેમને સત્સંગમાં લાવ્યા હતા. સ્વામિનાાયણ સંપ્રદાયના ચુસ્ત સત્સંગી અને હંમેશા સતપુરૂષનો પક્ષ રાખતા મગનભાઇ નિયમ, ધર્મ, સમજણ અને નિશ્ચયનું ચુસ્ત પાલન કરતા હતા. ૧૯૯૫માં લંડન મંદિર ખૂલ્યું ત્યારથી તેઓ એક્ઝિબિશન ડેસ્ક પર નિયમીત સેવા આપતા હતા.
મગનભાઇ તેઓ તેમની પાછળ ચાર સંતાનો, ૯ ગ્રાન્ડ ચીલ્ડ્રન અને ૭ ગ્રેટ ગ્રાન્ડ ચીલ્ડ્રન છોડી ગયા છે. સદગતની અંતિમક્રિયા શનિવાર તા.૩૦-૯-૨૦૧૭ સવારે ૧૦.૪૫ વાગે Chilterns Crematorium, Whielden Lane, Amersham, HP7 0ND ખાતે સંપન્ન થશે. સંપર્ક: જીતુભાઈ પટેલ 07836 347 222 યોગેશભાઈ પટેલ 07836 592 131


