BAPS શ્રી સ્વામિનાાયણ મંદિર ખાતે તા. ૧૭-૨-૧૫ના રોજ ભક્તોના વિશાળ સમૂહે મહા શિવરાત્રિ પર્વની શાનદાર ઉજવણી કરી હતી. સવારના સમયે મંદિરના સંતોએ મહા રૂદ્રાભિષેક કર્યો હતો અને દિવસ દરમિયાન ભક્તોએ ભગવાન શિવને દુધ તેમજ બિલ્વ પત્ર ચઢાવીને અભિષેક કર્યો હતો તેમજ મંદિરની હવેલીમાં મૂકાયેલા બરફના શિવલીંગના દર્શન કર્યા હતા. આ પર્વે શિવ-પાર્વતી અને ભગવાન સ્વામીનારાયણ સમક્ષ ફળાહાર તેમજ અન્ય વાનગીઅોનો અન્નકૂટ ધરાવાયો હતો.
આજે સવારે પ્રાર્થના સમયે મંદિરના સંતોએ શ્રી સીબી તેમજ 'ગુજરાત સમાચાર' પરવિારના સદસ્યોને યાદ કરી અભિષેક કર્યો હતો. બીજી તરફ ભારતની યાત્રાએ ગયેલા શ્રી પ્રબુધ્ધમુની સ્વામીએ સારંગપુર ખાતે પૂ. પ્રમુખ સ્વામી મહારાજના દર્શન તેમજ મહારૂદ્રાભિષેક વખતે શ્રી સીબી તેમજ સૌને યાદ કર્યા હતા.